1 વર્ષના લાંબ સમયની બાદ અંતે આ ઇંડેક્સે પકડી તેજી, ઝોમેટો અને પેટીએમથી મળી રહ્યો સારો સપોર્ટ | Moneycontrol Gujarati
Get App

1 વર્ષના લાંબ સમયની બાદ અંતે આ ઇંડેક્સે પકડી તેજી, ઝોમેટો અને પેટીએમથી મળી રહ્યો સારો સપોર્ટ

Zomato, Info Edge અને Nykaaનું આ ઇન્ડેક્સમાં 8.5 ટકા, 7.7 ટકા અને 5.15 ટકા વેઇટેજ છે. વિરાજ વ્યાસ, આશિકા સ્ટોક બ્રોકિંગ કહે છે કે સમયાંતરે ઇન્ડેક્સે 4900 -5,600 ની રેન્જમાં બેઝ લીધો છે. સારા સંચય સાથે કોન્સોલિડેશનના સમયગાળામાં ઇન્ડેક્સ મજબૂત બન્યો છે

અપડેટેડ 11:30:51 AM Jun 15, 2023 પર
Story continues below Advertisement
ઈન્ડેક્સમાં આગળનું મોટું યોગદાન પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન્સનું છે. આ સ્ટોક હાલમાં તેની રેકોર્ડ નીચી સપાટીથી 93 ટકા ઉપર જોવા મળી રહ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ટેકનિકલ વિશ્લેષકોનું કહેવું છે કે જાન્યુઆરી 2022માં એનએસઈ (National Stock Exchange) દ્વારા શરૂ કરાયેલ નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઈન્ડેક્સે (Nifty India Digital Index) આખરે તેજીના સંકેતો દર્શાવવાનું શરૂ કર્યું છે. આ ઈન્ડેક્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા ભારતની ડિજિટલ થીમને ટ્રેક કરવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની શરૂઆતના પ્રથમ 5 મહિનામાં ઇન્ડેક્સમાં 30%નો મોટો સુધારો જોવા મળ્યો હતો. ઇન્ડેક્સમાં Zomato, Info Edge, Nykaa જેવી કંપનીઓની સાથે જ TCS, HCL Tech અને Infosys જેવી ટાયર-1 IT કંપનીઓના સ્ટોકનો સમાવેશ થાય છે. આ સ્ટૉક્સમાં ઘટાડાના ચાલતા પોતાની સ્થાપનાની બાદથી જ નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઈન્ડેક્સ દબાણમાં હતુ. આ ઈન્ડેક્સમાં Zomato, Info Edge અને Nykaa નું વેઇટેજ 8.5 ટકા, 7.7 ટકા અને 5.15 ટકા છે.

    આશિકા સ્ટોક બ્રોકિંગના વિરાજ વ્યાસનું કહેવુ છે કે સમયની સાથે-સાથે આ ઈન્ડેક્સે 4900 -5,600 ની રેન્જમાં બેઝ લીધો છે. કોન્સોલિડેશનના સમયગાળા દરમિયાન ઇન્ડેક્સ મજબૂત બન્યો છે અને તેમાં સારો સંચય જોવા મળ્યો છે. તાજેતરના ટ્રેડિંગ સત્રોમાં, ઇન્ડેક્સે આ કોન્સોલિડેશન રેન્જની ઉપલી મર્યાદામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો છે.

    ઇન્ક્રેડ ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ બિસ્સા કહે છે કે હાલમાં આ ઇન્ડેક્સ નેકલાઇનની નજીક અવર-જવર કરી રહ્યો છે. 5750 ની ઉપર સાપ્તાહિક બંધ ઇન્ડેક્સને 6400 અને 7000 ના લક્ષ્ય તરફ લઈ જઈ શકે છે.


    F&O Manual: નિફ્ટીમાં તેજીનો લાભ લેવા માટે આવનાર સપ્તાહની એક્સપાયરી વાળા બુલ કૉલ સ્પ્રેડ પર લગાવો દાવ

    ક્યા સ્ટૉક્સ રેલીમાં આપી રહ્યા સૌથી વધારે યોગદાન?

    છેલ્લા બે મહિનામાં 45 ટકાથી વધુ તેજીની સાથે ટોપ ગેઇનર ઝોમેટોએ ઇન્ડેક્સને ઊંચો ધકેલ્યો છે. Zomato ના શેરોએ 12 જૂને 80 રૂપિયા પર એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો.

    સૌથી વધુ વેઇટેજ ધરાવતા ઝોમેટોએ ઇન્ડેક્સના ઉછાળામાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. ઝોમેટનો શેર 12 જૂને રૂ. 80ની નવી એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ સ્ટોકનો તાજેતરમાં જેફરીઝ દ્વારા તેના ઈન્ડિયા લોંગ ઓન્લી તેમજ ગ્લોબલ લોંગ ઓન્લી પોર્ટફોલિયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. Zomato પર જેફરીઝની એક વર્ષની ટાર્ગેટ કિંમત 100 રૂપિયા છે. જેફરીઝનું માનવું છે કે નાણાકીય વર્ષ 2022-26ના સમયગાળામાં કંપનીની કમાણીમાં વાર્ષિક ધોરણે 25 ટકાનો ગ્રોથ જોવા મળશે.

    31 મેના રોજ, MSCI ઇન્ડેક્સમાં Zomatoનું વેઇટેજ પણ વધ્યું હતું. જેના કારણે આ શેરને લઈને રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. નુઆમા ઈંસ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝના જણાવ્યા અનુસાર, MSCI માં વેઇટેજમાં વધારો ઝોમેટોમાં 59 કરોડ ડૉલરનું વધારાનું રોકાણ આવી શકે છે.

    આ ઈન્ડેક્સમાં આગળનું મોટું યોગદાન પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન્સનું છે. આ સ્ટોક હાલમાં તેની રેકોર્ડ નીચી સપાટીથી 93 ટકા ઉપર જોવા મળી રહ્યો છે. RBI દ્વારા ફર્સ્ટ લાસ્ટ ડિફોલ્ટ ગેરંટી પ્રોગ્રામની તાજેતરની મંજૂરીએ સ્ટોકને વેગ આપ્યો છે. બજારના નિષ્ણાતો કહે છે કે અર્નિંગમાં વૃદ્ધિ, મર્યાદિત સ્પર્ધા અને ઓપરેશનલ લિવરેજને કારણે આ સ્ટોકનો રિસ્ક-રિટર્ન રેશિયો ઘણો સકારાત્મક બન્યો છે. બેન્ક ઓફ અમેરિકાનું કહેવું છે કે રેવન્યુ મિક્સમાં ફેરફારને કારણે Paytmના માર્જિનમાં સુધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 26માં કંપનીના એડજસ્ટેડ EBITDA માર્જિનમાં સુધારો થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2023 સુધીમાં તે માઈનસ 2 ટકાથી વધીને 8 ટકા થશે.

    આ સિવાય ટાટા કોમ્યુનિકેશનમાં પણ છેલ્લા એક મહિનામાં 30 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કંપનીનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2027 સુધીમાં તેની ડેટા આવક બમણી કરવાનું છે. કંપની વાર્ષિક ધોરણે 19 ટકાની વૃદ્ધિ સાથે આ સમયગાળા દરમિયાન તેની ડેટા આવક 28000 કરોડ રૂપિયા સુધી લઈ જવા માંગે છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 15, 2023 11:30 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.