IT સેક્ટર પર AIનો ખતરો? FIIs એ કરી જબરદસ્ત વેચવાલી, રોકાણ 4 વર્ષના તળિયે પહોંચ્યું | Moneycontrol Gujarati
Get App

IT સેક્ટર પર AIનો ખતરો? FIIs એ કરી જબરદસ્ત વેચવાલી, રોકાણ 4 વર્ષના તળિયે પહોંચ્યું

FII Selling: ફેબ્રુઆરી 2026ના પહેલા પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ IT શેરોમાં 10,956 કરોડનું વેચાણ કર્યું છે. AI ના ડરથી IT સેક્ટરમાં ભારે કડાકો બોલાયો છે. જાણો કયા સેક્ટરમાં થઈ રહી છે ખરીદી અને માર્કેટની હાલત.

અપડેટેડ 08:31:39 AM Feb 19, 2026 પર
Story continues below Advertisement
FII Selling: ફેબ્રુઆરી 2026ના પહેલા પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ IT શેરોમાં 10,956 કરોડનું વેચાણ કર્યું છે.

Stock Market News: ભારતીય શેરબજારમાં IT સેક્ટર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FIIs (Foreign Institutional Investors) એ IT શેરોમાં જંગી વેચવાલી કરી છે. આંકડાઓ પર નજર કરીએ તો, ફેબ્રુઆરીના પહેલા 15 દિવસમાં જ FIIs એ IT સેક્ટરમાંથી અંદાજે 10,956 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

AI ના કારણે નોકરીઓ અને ગ્રોથ પર ખતરો?

આ વેચવાલી પાછળનું સૌથી મોટું કારણ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI) માનવામાં આવે છે. વિદેશી રોકાણકારોને ડર છે કે જેનરેટિવ AI (Generative AI) ની ટેકનોલોજી જે રીતે ઝડપથી વધી રહી છે, તેનાથી ભવિષ્યમાં કોડિંગ અને IT સપોર્ટ સર્વિસની માંગ ઘટી શકે છે. આપણે જાણીએ છીએ કે ભારતની IT કંપનીઓ માટે આવકનો મોટો હિસ્સો આ સર્વિસમાંથી જ આવે છે. આ જ ડરના કારણે IT શેરોમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

2 AI threat to IT sector FIIs

રોકાણ 4 વર્ષના તળિયે


NSDLના લેટેસ્ટ ડેટા મુજબ, સતત વેચવાલીને કારણે 15 ફેબ્રુઆરી સુધીમાં IT શેરોમાં FIIs નું કુલ રોકાણ ઘટીને 4.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ આંકડો છેલ્લા ચાર વર્ષનું સૌથી નીચું લેવલ છે. જાન્યુઆરી 2026ના અંતમાં આ રોકાણ 5.34 લાખ કરોડ રૂપિયા હતું, જેમાં હવે સીધો 16% નો ઘટાડો થયો છે.

2025ની શરૂઆતથી જ FIIs સતત IT શેરો વેચી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 74,698 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. 2025 ની શરૂઆતમાં જે હોલ્ડિંગ્સ 7.3 લાખ કરોડના રેકોર્ડ લેવલ પર હતું, તેની વેલ્યુમાં અત્યારે 38% જેટલો ઘટાડો થઈ ચૂક્યો છે.

2 AI threat to IT sector FIIs 1

દિક્કજ કંપનીઓના હાલ બેહાલ

IT સેક્ટરની મોટી કંપનીઓના શેરોમાં ફેબ્રુઆરી મહિનામાં મોટો ઘટાડો નોંધાયો છે:

* Infosys: 16.5% નો ઘટાડો

* TCS: 14% નો ઘટાડો

* HCL Technologies: 14.2% નો ઘટાડો

* Tech Mahindra: 12% નો ઘટાડો

* Wipro અને Persistent Systems: લગભગ 10% નો ઘટાડો

આ ઘટાડાને કારણે નિફ્ટી IT ઇન્ડેક્સ પણ ફેબ્રુઆરીમાં 14% તૂટ્યો છે. માત્ર FIIs જ નહીં, મ્યુચ્યુઅલ ફંડ્સનું રોકાણ પણ ઘટ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સને અંદાજે 50,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

જેપી મોર્ગનના એક રિપોર્ટ “લુકિંગ થ્રુ ધ AI ફોગ” મુજબ, IT સેક્ટર માટે 2023-25 નો સમયગાળો ધીમી ગ્રોથ વાળો સાબિત થઈ શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું છે કે એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે IT સપોર્ટની જરૂરિયાત તો રહેશે જ.

કયા સેક્ટરમાં થઈ રહી છે ખરીદી?

એક તરફ IT સેક્ટરમાં વેચવાલી ચાલી રહી છે, તો બીજી તરફ વિદેશી રોકાણકારો બીજા સેક્ટર્સમાં પૈસા લગાવી રહ્યા છે.

કેપિટલ ગુડ્સ: જાન્યુઆરીમાં 2,761 કરોડની ખરીદી સામે ફેબ્રુઆરીના પહેલા ભાગમાં 8,032 કરોડની જોરદાર ખરીદી થઈ છે.

ફાઈનાન્શિયલ સર્વિસીઝ: જાન્યુઆરીમાં વેચવાલી હતી, પણ ફેબ્રુઆરીમાં 6,175 કરોડની ખરીદી થઈ છે.

ઓઈલ અને ગેસ: આ સેક્ટરમાં પણ 4,678 કરોડની ખરીદી જોવા મળી છે.

મેટલ અને માઈનિંગ: જાન્યુઆરીની જેમ ફેબ્રુઆરીમાં પણ ખરીદી ચાલુ રહી છે (3,279 કરોડ).

ટૂંકમાં કહીએ તો, રોકાણકારો હવે ટેકનોલોજી સેક્ટરથી થોડા દૂર જઈને પાવર, કન્સ્ટ્રક્શન અને મેટલ જેવા સેક્ટર્સ પર ભરોસો મૂકી રહ્યા છે. જોકે, FMCG અને હેલ્થકેર સેક્ટરમાં હજુ પણ થોડી વેચવાલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો- India AI Impact Summit 2026: આજે ભારત મંડપમમાં ઈતિહાસ રચાશે, PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો આખું શિડ્યુલ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 19, 2026 8:28 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.