Angel Oneના શેરમાં 5%થી વધુ ઉછાળો, ઓગસ્ટમાં Client Base 18% વધ્યો; ગ્રો પણ 2% ઉપર | Moneycontrol Gujarati
Get App

Angel Oneના શેરમાં 5%થી વધુ ઉછાળો, ઓગસ્ટમાં Client Base 18% વધ્યો; ગ્રો પણ 2% ઉપર

Angel Oneનો client base ઓગસ્ટમાં 17.8% વધીને 3.95 કરોડ થયો છે, જ્યારે gross client acquisitions 3.8% વધીને 5.7 લાખ થયા છે. Average client funding bookમાં 40%થી વધુ ગ્રોથ થયો છે. આ મજબૂત client growth વચ્ચે Angel Oneના શેરમાં 5%નો ઉછાળો આવ્યો હતો. જોકે, average daily turnover અને retail market shareમાં ઘટાડો નોંધાયો, જ્યારે options premium turnoverમાં 117%થી વધુનો જોરદાર વધારો થયો હતો.

અપડેટેડ 11:55:10 AM Sep 04, 2026 પર
Story continues below Advertisement
ઓગસ્ટમાં એન્જલ વનનો ક્લાઈન્ટ બેઝ 17.8% વધીને 3.95 કરોડ થતાં કંપનીના શેરમાં શુક્રવારે 5%નો ઉછાળો જોવા મળ્યો.

એન્જલ વન લિમિટેડના શેરમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે ઓગસ્ટ 2026માં તેનો ક્લાઈન્ટ બેઝ વાર્ષિક ધોરણે 17.8% વધીને 3.95 કરોડ થયો છે. આ સાથે કંપનીના ગ્રોસ ક્લાઈન્ટ પણ 3.8% વધીને 5.7 લાખ નવા ગ્રાહકો થયા છે.

માસિક ધોરણે પણ એન્જલ વનના ગ્રોસ ક્લાંઈન્ટ એક્યૂઝન્સમાં 19.9% અને ક્લાઈંટ બેઝમાં 1.4%નો વધારો નોંધાયો છે. કંપનીના રજીસ્ટર્ડ યૂનિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીએસની સંખ્યા પણ વાર્ષિક ધોરણે 2% વધીને 7,20,680 થઈ છે.

કંપનીનો એવરેજ ક્લાંઇન્ટ ફંડિંગ બુક ઓગસ્ટમાં 40%થી વધુ વધીને ₹7,421 કરોડ થયો છે. જોકે, ઓડર્સમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. કુલ ઓડર્સ 10.95 કરોડ રહ્યા, જે વાર્ષિક ધોરણે નજીવા ઓછા છે. ઓગસ્ટમાં એવરેજ ડેલી ઓર્ડ્સ પણ લગભગ 10% ઘટીને 52.1 લાખ રહ્યા.


શુક્રવારે સવારે 10:52 વાગ્યે Angel Oneનો શેર 5% વધીને ₹300.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયે Nifty Capital Markets Index 1.4% ઉપર હતો અને Angel One ઇન્ડેક્સમાં સૌથી વધુ તેજી ધરાવતો શેર રહ્યો હતો. અન્ય broker stocksમાં Groww લગભગ 2% અને Anand Rathi Share and Stock Brokers 0.7% વધ્યા હતા.

બીજી તરફ, નેશનલ ટર્નઓવરના આધારે એન્જલ વનનો ઓગસ્ટમાં એવરેજ ડેલી ટર્નઓવર લગભગ 10% ઘટીને ₹41.39 લાખ કરોડ રહ્યો. એફએન્ડઓ સેગમેન્ટમાં એવરેજ ડેલી ટર્નઓવર 14% ઘટીને ₹38.35 લાખ કરોડ થયો.

જોકે, ઓપ્શન પ્રિમિયર ટર્નઓવરના આધારે સ્થિતિ અલગ રહી હતી. કંપનીનો એવરેજ ડેલી ટર્નઓવર 117%થી વધુ વધીને ₹3.15 લાખ કરોડ થયો હતો. એફએન્ડઓ સેગમેન્ટમાં એવરેજ ડેલી ટર્નઓવર ₹11,300 કરોડ રહ્યો, જે વાર્ષિક ધોરણે 10% ઓછો છે.

એન્જલ વનનો ઓવરઓલ ઈક્વિટી રિટેલ ટર્નઓવર માર્કેટ શેર, ઓપ્શન પ્રિમિયમ ટર્નઓવરના આધારે, વાર્ષિક ધોરણે 127 બેઝિક પોઈન્ટ્સ ઘટીને 19.5% રહ્યો. એફએન્ડઓ સેગમેન્ટમાં રિટેલ ટર્નઓવર માર્કેટ શેર 42 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 21.7% થયો. કોમોડિટી ટર્નઓવર માર્કેટ શેરમાં પણ ઘટાડો થયો હતો. ઓગસ્ટમાં કંપનીનો કોમોડિટી ટર્નઓવર માર્કેટ શેર વાર્ષિક ધોરણે 2,391 બેઝિસ પોઈન્ટ ઘટીને 52% રહ્યો.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Cable Stocksમાં 6% સુધીનો કડાકો, UltraTechની Ultravolt એન્ટ્રીની અસર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 04, 2026 11:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.