Ather Energy share Price : 1 વર્ષમાં 275% રિટર્ન આપનાર આ EV સ્ટોક પર નોમુરા ફિદા, ટાર્ગેટ પ્રાઈઝ વધારી, શેર 2.5%થી વધુ ઉછળ્યો | Moneycontrol Gujarati
Get App

Ather Energy share Price : 1 વર્ષમાં 275% રિટર્ન આપનાર આ EV સ્ટોક પર નોમુરા ફિદા, ટાર્ગેટ પ્રાઈઝ વધારી, શેર 2.5%થી વધુ ઉછળ્યો

Ather Energy ના શેરે 1 વર્ષમાં 275% થી વધુ રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કર્યા છે. બ્રોકરેજ ફર્મ નોમુરાએ આ EV સ્ટોક માટે નવો ટાર્ગેટ આપ્યો છે. જાણો વિગત.

અપડેટેડ 11:02:04 AM Jul 09, 2026 પર
Story continues below Advertisement
નોમુરાએ એથર એનર્જીના શેર પર પોતાની "Buy" રેટિંગ જાળવી રાખી છે. સૌથી મોટા સમાચાર એ છે કે બ્રોકરેજે આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 1120 રૂપિયાથી વધારીને સીધી 1470 રૂપિયા કરી દીધી છે.

Ather Energy share Price : શેરબજારમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરની કંપનીઓનો દબદબો સતત વધી રહ્યો છે. આવી જ એક શાનદાર કંપની છે એથર એનર્જી, જેણે માત્ર 1 જ વર્ષમાં રોકાણકારોને 275% થી વધુનું જંગી રિટર્ન આપ્યું છે. જાપાનની પ્રખ્યાત બ્રોકરેજ ફર્મ નોમુરા આ કંપનીના ભવિષ્યને લઈને ખૂબ જ પોઝિટિવ છે. આજે આ શેરમાં 2.5% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. ચાલો જાણીએ બ્રોકરેજ ફર્મનું આ શેર વિશે શું કહેવું છે.

નોમુરાએ ટાર્ગેટ પ્રાઈઝ વધારી

નોમુરાએ એથર એનર્જીના શેર પર પોતાની "Buy" રેટિંગ જાળવી રાખી છે. સૌથી મોટા સમાચાર એ છે કે બ્રોકરેજે આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 1120 રૂપિયાથી વધારીને સીધી 1470 રૂપિયા કરી દીધી છે. નોમુરાનું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં EV સેક્ટરમાં જે તેજી આવી રહી છે, તેનો સૌથી મોટો ફાયદો આ ટુ-વ્હીલર કંપનીને થશે.

ગુરુવારે જાહેર થયેલા રિપોર્ટ મુજબ, ગ્રાહકોની વધતી દિલચસ્પી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની પોલિસીઓને કારણે EV કંપનીઓને મોટો સપોર્ટ મળી રહ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો વપરાશ જે FY26 માં 6.5% છે, તે FY30 સુધીમાં વધીને 19% થઈ જવાનો અંદાજ છે (જે અગાઉ 16% ધારવામાં આવ્યો હતો).

એથર એનર્જી કેમ છે નોમુરાની પસંદ?


મજબૂત માર્કેટ શેર: એથર સંપૂર્ણપણે EV ટુ-વ્હીલર પર ફોકસ કરતી કંપની છે. FY26 માં કંપનીએ પોતાનો 18% માર્કેટ શેર જાળવી રાખ્યો છે. જોકે, હાલમાં કંપની સપ્લાયની થોડી અછતનો સામનો કરી રહી છે.

નવું સસ્તું સ્કૂટર: FY27 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપની EL પ્લેટફોર્મ હેઠળ એક નવું સસ્તું સ્કૂટર લોન્ચ કરશે. સાથે નવો પ્લાન્ટ પણ શરૂ થશે. આનાથી કંપનીને 1 લાખથી 1.25 લાખ રૂપિયાના સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવામાં મદદ મળશે, જે આખી ઈન્ડસ્ટ્રીનો 45% હિસ્સો ધરાવે છે.

વેચાણના આંકડા: નોમુરાએ FY27 માટે કંપનીના વોલ્યુમનો અંદાજ 3.99 લાખ યુનિટ (વાર્ષિક 53% વધારો) યથાવત રાખ્યો છે. પરંતુ, શાનદાર આઉટલૂકને જોતા FY28 નો અંદાજ 5.10 લાખથી વધારીને 6.22 લાખ યુનિટ કર્યો છે. જ્યારે FY29 માટે 8.24 લાખ યુનિટ (32% નો વધારો) વેચાણની અપેક્ષા છે.

નફાની ગણતરી: બ્રોકરેજનો અંદાજ છે કે કંપનીનું EBITDA માર્જિન FY27 માં -6% થી સુધરીને FY29 સુધીમાં 5.1% થઈ જશે. આ સાથે કંપની FY29 માં બ્રેક-ઈવન (PAT Break-even) એટલે કે નફામાં આવી શકે છે.

ભાવ વધારો: કાચા માલના વધતા ખર્ચને પહોંચી વળવા કંપની પોતાના વાહનોની સરેરાશ કિંમતમાં 2% નો વધારો કરી શકે છે.

શેરની ચાલ પર એક નજર

શેરના પ્રદર્શનની વાત કરીએ તો, હાલમાં આ શેર 32.70 રૂપિયા (લગભગ 2.73%) ના ઉછાળા સાથે 1232 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આજે શેરે 1234 રૂપિયાનો હાઈ બનાવ્યો હતો. છેલ્લા 1 અઠવાડિયામાં આ શેર 3% અને 1 મહિનામાં 19.5% ભાગ્યો છે. જ્યારે 1 વર્ષની વાત કરીએ તો આ શેરે 275% થી વધુનું બમ્પર રિટર્ન આપીને રોકાણકારોના પૈસા અનેકગણા કરી દીધા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-રશિયા-યુક્રેન યુદ્ધની અસર: આ જાણીતી કંપનીનો શેર કડડભૂસ, જર્મનીમાં કારોબાર બંધ કરવાની મોટી જાહેરાત

MoneyControl News

MoneyControl News

First Published: Jul 09, 2026 11:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.