આજના શેરબજારમાં રોનક પાછી ફરી છે. ઓટો અને એફએમસીજી સેક્ટરની મજબૂતીને કારણે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને નિફ્ટી 24000 ની સપાટી પાર કરી ગયો છે. જાણો બજારની આ શાનદાર રિકવરીના 3 મુખ્ય કારણો.
જૂન મહિનાના શાનદાર વેચાણના આંકડા આવતા જ આજે ઓટો સેક્ટરના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1% થી વધુ ઉછળ્યો છે.
Stock Market Rally: અગાઉના ટ્રેડિંગ સત્રમાં જોવા મળેલા ભારે ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર શાનદાર વાપસી જોવા મળી છે. આજના કારોબારમાં આઈટી સેક્ટર ભલે બજારને નીચે ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું હોય, પરંતુ ઓટો અને એફએમસીજી સેક્ટરના મજબૂત ટેકાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
આજના બજારની લેટેસ્ટ સ્થિતિ
બજાર ખૂલતાની સાથે જ ધીમે ધીમે તેજી મજબૂત બની હતી.સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 541.13 પોઈન્ટ ઉછળીને 77,019.80 ની સપાટી સુધી પહોંચી ગયો હતો. હાલમાં તે 469.41 પોઈન્ટ (0.61%) ના વધારા સાથે 76,948.08 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 50એ આજે 161.10 પોઈન્ટનો જમ્પ લગાવીને 24,026.85 ની સપાટી સ્પર્શી લીધી હતી. હાલમાં તે 137.40 પોઈન્ટ (0.58%) વધીને 24,003.15 પર છે.મોટા શેરોની સાથે નાના શેરોમાં પણ ઉત્સાહ છે. નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ 100 માં પણ અડધા-અડધા ટકાનો વધારો નોંધાયો છે.
બજારમાં આ તેજી પાછળના 3 મુખ્ય કારણો
1. ઓટો અને FMCG શેરોમાં જોરદાર ખરીદી
જૂન મહિનાના શાનદાર વેચાણના આંકડા આવતા જ આજે ઓટો સેક્ટરના શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1% થી વધુ ઉછળ્યો છે. આ ઉપરાંત એફએમસીજી (FMCG) સેક્ટરમાં પણ દોઢ ટકાથી વધુની મજબૂતી છે. રિયાલ્ટી ઈન્ડેક્સ પણ 1% ઉપર છે. આ સેક્ટર્સની તેજીએ આઈટી, મેટલ અને ફાર્મા સેક્ટરમાં જોવા મળેલા વેચાણના દબાણને (જે અડધો ટકો ઘટ્યા છે) સાવ હળવું કરી દીધું છે.
2. એશિયન બજારો તરફથી મજબૂત સંકેતો
ભારતીય બજારને આજે ગ્લોબલ અને ખાસ કરીને એશિયન બજારોનો મોટો સપોર્ટ મળ્યો છે.
તાઈવાનનો વેઈટેડ ઈન્ડેક્સ દોઢ ટકા, જાપાનનો નિક્કેઈ 225 લગભગ 1% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અડધો ટકો વધ્યો છે.જોકે, દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2% નો ઘટાડો નોંધાયો છે, જેની નકારાત્મક અસર ભારતના આઈટી સેક્ટર પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
3. ટેકનિકલ સપોર્ટ અને એક્સપર્ટ્સનો મત
માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજાર હાલમાં મજબૂત ટેકનિકલ સ્થિતિમાં છે.એક્સિસ ડાયરેક્ટના રિસર્ચ હેડ, રાજેશ પાલવિયા જણાવે છે કે જ્યાં સુધી નિફ્ટી 23,800 ની ઉપર છે, ત્યાં સુધી બજારમાં તેજી રહી શકે છે. જો નિફ્ટી 24,200 ની સપાટી પર ટકી રહેશે, તો તે 24,400 તરફ આગળ વધી શકે છે. પરંતુ જો 24,000 નું લેવલ તૂટશે તો તે ફરી 23,800-23,900 સુધી નીચે આવી શકે છે.
કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ હેડ, શ્રીકાંત ચૌહાણના મતે સેન્સેક્સ માટે 77,000 અને નિફ્ટી માટે 24,000 એ એક મહત્વનું બ્રેકઆઉટ લેવલ છે. જો બજાર આ લેવલ ટકાવી રાખશે તો નિફ્ટી 24,150 થી 24,200 અને સેન્સેક્સ 77,500 થી 77,700 તરફ જઈ શકે છે. જોકે, નીચેની તરફ 23,900 અને 23,800 પર મજબૂત સપોર્ટ છે. જો આ સપોર્ટ તૂટશે તો વેચવાલી વધી શકે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.