Jio Financial સહિત 10 શેરની સર્કિટ લિમિટેમાં બીએસઈએ કર્યો બદલાવ, ચેક કરો કયા શેરોમાં થયો બદલાવ | Moneycontrol Gujarati
Get App

Jio Financial સહિત 10 શેરની સર્કિટ લિમિટેમાં બીએસઈએ કર્યો બદલાવ, ચેક કરો કયા શેરોમાં થયો બદલાવ

જિયો ફાઈનાન્શિયલ (Jio Financial) સહિત હવે કેટલાક શેરોમાં વધુ મૂવમેન્ટ જોવા મળશે તો અમુક શેરોના મૂવમેન્ટ પર લગામ લાગી છે. બીએસઈ સ્ટૉક એક્સચેન્જે કેટલાક શેરનું સર્કિટ લેવલ 5 ટકાથી વધારીને 20 ટકા તો કેટલાકના 10 ટકા કર્યું છે, પરંતુ બીજી તરફ કેટલાક શેરનું સર્કિટ લેવલ 5 ટકા કર્યા છે. સ્ટૉક એક્સચેન્જે તેની જાહેરાત 1 સપ્ટેમ્બરે કરી હતી.

અપડેટેડ 11:13:03 AM Sep 04, 2023 પર
Story continues below Advertisement

જિયો ફાઈનાન્શિયલ (Jio Financial) સહિત હવે કેટલાક શેરોમાં વધુ મૂવમેન્ટ જોવા મળશે તો અમુક શેરોના મૂવમેન્ટ પર લગામ લાગી છે. બીએસઈ સ્ટૉક એક્સચેન્જે કેટલાક શેરનું સર્કિટ લેવલ 5 ટકાથી વધારીને 20 ટકા તો કેટલાકના 10 ટકા કર્યું છે, પરંતુ બીજી તરફ કેટલાક શેરનું સર્કિટ લેવલ 5 ટકા કર્યા છે. સ્ટૉક એક્સચેન્જે તેની જાહેરાત 1 સપ્ટેમ્બરે કરી હતી. જિયો ફાઈનાન્શિયલની સિવાય બીએસઈએ જે શેરોના સર્કિટ લેવલમાં ફેરાફાર રહ્યું છે, તેના શ્રી વેન્કટેશ રિફાઈનરીઝ (Shri Venkatesh Refineries), રેલટેલ કૉરપોરેશન ઑફ ઈન્ડિયા (Rail tel Corporation of india), ઈન્ડિયા પેસ્ટિસાઈડ્સ (India Pesticides) એસઆરજી સિક્યોરિટીઝ ફાઈનાન્સ (SRG securities Finance), ડૉલ્ફિન ઑફશોર એન્ટપ્રાઈઝેઝ (Dolphin Offshore Enterprise) અને સુપર ફાઈન નિટર્સ (Super Fine Knitters) શામેવ છે. આ શેરોનું સર્કિટ લેવલ 10 ટકા કર્યો છે.

આ શેરોની સર્કિટ લેવલ 5 ટકા પર ફિક્સ

બીએસઈએ ઋષભ દિઘા સ્ટીલ એન્ડ અલાઇડ પ્રોડક્ટ્સ (Rishab Digha Steel & Allied Products), વર્ટેક્સ સિક્યોરિટીઝ (Vertex Securities) અને રતન ઈન્ડિયા પાવર (RattanIndia Power)ના સર્કિટ લેવલ ઘટીને 5 ટકા કરી દીધા છે. એનએસઈ અને બીએસઈ તમામ શેર માટે સર્કિટ લિમિટ નક્કી કરી છે. ઈન્ટ્રા-ડે માં શેર આ લિમિટને પાર નથી કરી શકી. તેના તમામા શેરમાં અત્યઘિક વોલેટિલિટીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.


Ratnaveer Precision IPO: ખુલી ગયો સ્ટેનલેસ સ્ટીલ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં સુસ્ત પડી શેરોની ચાલ

jio Financial હવે BSEના ઈન્ડેક્સથી બહાર

શુક્રવાર 1 સપ્ટેમ્બરને સેન્સેક્સ સમેત બીએસઈના તમામા ઈન્ડેક્સથી જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝને કાઢવામાં આવ્યા છે. પહેલા આ 23 ઑગસ્ટે કાઢવાના હતા પરંતુ તેમાં લોઅર સર્કિટ લાગતા રહેવાને કારણે તેના ડેટા આગળ સરકી રહી છે. બીએસઈએ ફરી 1 સપ્ટેમ્બરે તેને તેના તમામ ઈન્ડેક્સથી કાઢવાની જાહેરાત કરી છે. જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝના કારોબારની વાત કરે તો તેની યોજના ઈન્શ્યોરેન્સ સેગમેન્ટમાં પ્રવેશ કરી છે અને આ લાઈફ, જનરલ, હેલ્થ ઈન્શ્યોરેન્સ પ્રોડક્ટ ઑફર કરશે. બ્લેકરોકની સાથે કરારમાં તેના અસેટ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રીને પહેલા જ જાહેર કર્યું છે. આ લેવલ બન્ને કંપની મળીને શરૂઆતમાં 30 કરોડ ડૉલરનું રોકાણ કરશે.

ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 04, 2023 11:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.