Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

PTC એનર્જીમાં ONGC 100% હિસ્સો ખરીદશે. PEL 288.8 MW ક્ષમતાના 7 વિંડ પાવર પ્રોજેક્ટ ઓપરેટ કરે છે. પ્રોજેક્ટની એન્ટરપ્રાઈઝ વેલ્યુ ₹2021 કરોડ છે. PTC ઈન્ડિયાની સબ્સિડરી કંપની છે PTC એનર્જી.

અપડેટેડ 10:09:46 AM Feb 25, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Biocon

બાયોકોન બાયોલોજિક્સએ USમાં Yesintek દવા લોન્ચ કરી. બાયોકોનની સબ્સિડરી કંપની છે બાયોકોન બાયોલોજિક્સ. સોરિયાટિક ગઠિયા અને અલ્સરેટિવ કોલાઇટિસની સારવારમાં દવાનો ઉપયોગ કરશે.


UPL

UPL હોલ્ડિંગ્સ બ્રાઝીલએ સિનોવા એગ્રીકલ્ચરલ ઇનોવેશન્સમાં રોકાણ કર્યું. UPL હોલ્ડિંગ્સ બ્રાઝીલએ $53.85 મિલિયનનું રોકાણ કર્યું. UPLની સબ્સિડરી કંપની છે UPL હોલ્ડિંગ્સ બ્રાઝીલ. રોકાણ બાદ કંપનીમાં હિસ્સો 38.96%થી વધી 49.97% થયો.

NTPC

NTPC અને NGELએ મધ્ય પ્રદેશ સરકાર સાથે કરાર કર્યા. NGEL એટલે કે NTPC ગ્રીન એનર્જી. મધ્ય પ્રદેશમાં ₹2 લાખ કરોડનું કંપની રોકાણ કરશે. NPTC ગ્રીન એનર્જી અને MPPGCL સાથે કરાર કર્યા. MPPGCL એટલે કે મધ્ય પ્રદેશ પાવર જનરેટિંગ કંપની. રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે કરાર કર્યા. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર લગભગ ₹1.2 Lk Cr રોકાણ કરશે કંપની. પમ્પ્ડ હાઈડ્રો અને અન્ય કાર્બન ન્યુટ્રલ એનર્જી સોર્સેઝ માટે MoU કર્યા. 800 MW પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ સ્થાપવા માટે કંપની ₹4000 Crનું રોકાણ કરશે. નોન-fossil ફ્યુલ પાવર પ્લાન્ટ શરૂ કરવા માટે કંપની ₹80,000 Crનું રોકાણ કરશે.

ONGC

ONGC રાઈટ્સ ઇશ્યુ દ્વારા ONGC ગ્રીનમાં ₹1200 Crનું રોકાણ કરશે. ONGCની સબ્સિડરી કંપની છે ONGC ગ્રીન. રકમથી PTC એનર્જીમાં કંપની 100% હિસ્સો ખરીદશે. OGL દ્વારા PTC એનર્જીમાં કંપની હિસ્સો ખરીદશે.

PTC INDIA

PTC એનર્જીમાં ONGC 100% હિસ્સો ખરીદશે. PEL 288.8 MW ક્ષમતાના 7 વિંડ પાવર પ્રોજેક્ટ ઓપરેટ કરે છે. પ્રોજેક્ટની એન્ટરપ્રાઈઝ વેલ્યુ ₹2021 કરોડ છે. PTC ઈન્ડિયાની સબ્સિડરી કંપની છે PTC એનર્જી.

United Spirits

રિપોર્ટના મુજબ સરકાર આલ્કોહોલ ઈમ્પોર્ટ ડ્યુટી પર પુનર્વિચાર કરશે. ખાસ કરીને UKથી ઈમ્પોર્ટ થતી સ્કોચ પર ડ્યુટી પર વિચાર કરશે. PMO,વિદેશ મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક શક્ય. બોર્બોન વ્હિસ્કીની જેમ છૂટ મળવાની શક્યતા છે.

Texmaco Rail

કંપનીએ Nevomo સાથે MoU કર્યા. હાઇ સ્પીડ રેલ સોલ્યુશન અને પ્રિડિક્ટિવ ટ્રેક મેન્ટેનન્સ માટે MoU કર્યા.

Nazara Tech

Funky Monkeysમાં 38.57% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. હાલના શેરધારકો પાસેથી ₹28.7 કરોડમાં હિસ્સાનું અધિગ્રહણ કર્યું. અધિગ્રહણ બાદ કંપનીનો Funky Monkeysમાં 60% હિસ્સો થયો.

Shree Cement

₹41.1 કરોડનો GST ડિમાન્ડ ઓર્ડર તેમજ વધારાની ITC મળી. ITC એટલે કે excess Input Tax Credit.

LIC

FY2020-21 માટે ₹57.3 કરોડની GST અને પેનેલ્ટી ઓર્ડર મળ્યો.

Welspun Corp

સ્પેનમાં 'વેલ્સ્પન યુરોપ S. A.’નામથી સબ્સિડરી શરૂ કરી.

IREDA

ઈક્વિટી દ્વારા ફંડ એકત્ર કરવા શેરધાકરો પાસેથી મંજૂરી મળી. QIP દ્વારા ₹5000 કરોડ સુધી ફંડ એકત્ર કરવા મંજૂરી.

KEI Industries

રાજીવ ગુપ્તાને CFO અને ફાઈનાન્સ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટ તરીકે ફરી નિયુક્ત કર્યા. 5 વર્ષ માટે ફરી CFO અને ફાઈનાન્સ ED તરીકે નિયુક્ત કર્યા.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 25, 2025 10:09 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.