Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

US FDA દ્વારા પૂણેના બાયોરિસર્ચ સેન્ટરને ક્લિનચીટ મળી. ક્લિન ચીટ સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.

અપડેટેડ 10:15:06 AM Nov 10, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Bajaj Auto

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બજાજ ઓટોનો સ્ટેન્ડઅલોન નફો વાર્ષિક ધોરણે 23.7% વધીને ₹2,479.7 કરોડ થયો અને આવક 13.7% વધીને ₹14,922 કરોડ થઈ.


Trent

ટાટા ગ્રુપના ટ્રેન્ટે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે સંયુક્ત નફામાં 11.4%નો વધારો નોંધાવ્યો હતો અને આવક 15.9% વધીને ₹4,817.7 કરોડ થઈ હતી.

Torrent Pharma

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 30.5% વધીને ₹591 કરોડ થયો અને આવક 14.3% વધીને ₹3,302 કરોડ થઈ.

Nykaa

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Nykaa ના FSN ઈ-કોમર્સનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 243% વધીને ₹34.4 કરોડ થયો છે અને આવક 25.1% વધીને ₹2,346 કરોડ થઈ છે.

Petronet LNG

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રત્નમણિ મેટલ્સનો એકીકૃત નફો વાર્ષિક ધોરણે 4.6% ઘટીને ₹830.3 કરોડ થયો અને આવક 15.5% ઘટીને ₹11,009.1 કરોડ થઈ.

Nalco

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં NALCOનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 36.7% વધીને ₹1,429.9 કરોડ થયો અને આવક 7.3% વધીને ₹4,292.3 કરોડ થઈ.

Kalyan Jewellers

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કલ્યાણ જ્વેલર્સનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 99.5% વધીને ₹260.5 કરોડ થયો અને આવક 30% વધીને ₹7,856 કરોડ થઈ.

Olectra Greentech

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓલેક્ટ્રા ગ્રીનટેકનો એકીકૃત નફો વાર્ષિક ધોરણે 4.2% વધીને ₹49.5 કરોડ થયો અને આવક 25.4% વધીને ₹656.6 કરોડ થઈ.

SCI

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શિપિંગ કોર્પોરેશનનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 35% ઘટીને ₹189.2 કરોડ થયો અને આવક 7.7% ઘટીને ₹1,338.9 કરોડ થઈ.

Force Motors

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફોર્સ મોટર્સનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 159.7% વધીને ₹350.7 કરોડ થયો અને આવક 7.2% વધીને ₹2,081.4 કરોડ થઈ.

JSW Cement

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં JSW સિમેન્ટનો ચોખ્ખો નફો ₹64.4 કરોડ હતો, જેમાંથી ₹86.4 કરોડનો ચોખ્ખો નફો થયો, જેમાં આવક 17.4% વધીને ₹1,436.4 કરોડ થઈ.

Swiggy

ફંડ એકત્ર કરવા મંજૂરી મળી. QIP દ્વારા ₹10,000 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા મંજૂરી મળી.

Biocon

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે API યુનિટ (Site 6)ને 2 અવલોકનો મળ્યા. US FDA પાસેથી API યુનિટ (Site 6)ને 2 અવલોકનો મળ્યા. 3-7 નવેમ્બર વચ્ચે GMP તપાસ હાથ ધરાઈ હતી.

Lupin

US FDA દ્વારા પૂણેના બાયોરિસર્ચ સેન્ટરને ક્લિનચીટ મળી. ક્લિન ચીટ સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.

Ashoka Buildcon

નોર્થ રેલવે પ્રોજેક્ટ માટે ₹539.25 કરોડનો LoA મળ્યો.

HAL

જનરલ ઇલેક્ટ્રિક સાથે કરાર કર્યા. 97 LCA Mk1A પ્રોગ્રામના 113 F404-GE-IN20 એન્જિન અને સપોર્ટ પેકેજના સપ્લાય માટે કરાર કર્યા.

Havells

‘હેવેલ્સ’ ટ્રેડમાર્ક કેસમાં HPL ગ્રુપને વન-ટાઇમ ફાઇનલ સેટલમેન્ટમાં ₹129.6 કરોડ ચુકવવા પડશે. HPL ગ્રુપે 1971થી હેવેલ્સ ઇન્ડિયા અને તેના પ્રમોટર્સના 'હેવેલ્સ' માર્ક પરના સંપૂર્ણ અધિકારોને સ્વીકાર્યા. HPL ગ્રુપે 'હેવેલ્સ' માર્ક પરના કોઈપણ દાવાઓને છોડી દીધા છે. તેનો કોઈપણ સ્વરૂપમાં ઉપયોગ ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. HPL ગ્રુપે પોતાની કંપનીનું કોર્પોરેટ નામ બદલી હેવેલ્સ શબ્દ નહીં રાખવા પર સંમતિ આપી.

SML Isuzu

વર્ષના આધારે ઓક્ટોબરમાં ઉત્પાદન 947 યુનિટથી વધી 1206 યુનિટ રહ્યા. વર્ષના આધારે સેલ્સ 733 યુનિટથી વધી 995 યુનિટ રહ્યા. વર્ષના આધારે એક્સપોર્ટ 68 યુનિટથી ઘટી 64 યુનિટ રહ્યા.

નિફ્ટી 25,550 પર ખુલ્યો, સેન્સેક્સ 180 પોઈન્ટ વધ્યો; બજાજ ઓટો, HAL, સ્વિગી, નાયકા ફોકસમાં

MoneyControl News

MoneyControl News

First Published: Nov 10, 2025 10:15 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.