Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ONGC ઓઇલફિલ્ડમાં કાર્યરત સુપ્રીમ ઓફશોર કન્સ્ટ્રક્શન અને ટેકનિકલ સર્વિસીસ પાસેથી ઓર્ડર મળ્યો. $ 460,000નો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર હેઠળ કંપની SAT ડાઇવિંગ અને એર ડાઇવિંગને લગતી કામગીરી કરશે. કંપની પોતાનું જહાજ SEAMEC PRINCESS તૈનાત કરશે.

અપડેટેડ 09:03:57 AM Feb 17, 2026 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

BEL

ભારત-ફ્રાન્સ વચ્ચે ડિફેન્સ સંવાદ આજે છે. BEL-Safran વચ્ચે થશે મોટા ડિફેન્સ કરાર. JV હેઠળ હેમર મિસાઇલ બનાવવા માટે થશે કરાર. બન્ને કંપનીઓનો JVમાં 50:50 હિસ્સો રહેશે. શરૂઆતમાં 1 લાખનું ઓથોરાઈઝ્ડ કેપિટલ રહેશે. આગામી સમયમાં ₹10 કરોડ સુધી વધારવામાં આવશે. રાફેલ ફાઈટર જેટમાં લગાડવામાં હેમર આવશે. બન્ને દેશો વચ્ચે રક્ષા સહયોગ વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે. ટાટા એરબસ H125 હેલીકોપ્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે. PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. કર્ણાટકના વેમાગલમાં બનશે H125 હેલીકોપ્ટર. 2027 સુધી પહેલું હેલીકોપ્ટર તૈયાર થવાની અપેક્ષા છે. હેમર મિસાઇલની વિશેષતાઓ છે કે મીડિયમ રેન્જની હવાથી જમીન પર પ્રહાર કરવા સક્ષમ છે. વજન 330 કિલો, 60-70 kmની પ્રહાર ક્ષમતા છે.


Cochin Shipyard

રક્ષા મંત્રાલય પાસેથી 5 સર્વે જહાજ માટે બિડ જીતી. 5 NGSVsની ઓર્ડર વેલ્યુ લગભગ ₹5000 કરોડ છે. NGSV એટલે કે Next Generation Survey Vessels.

Reliance Consumer Products

નાઇજીરિયાની કંપની TGI ગ્રુપ સાથે કરાર કર્યા. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સએ JV માટે કરાર કર્યા. JV સાથે કંપની નાઇજીરિયાના માર્કેટમાં પ્રવેશ કરશે. રિલાયન્સની સબ્સિડરી કંપની છે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે. JV વૈશ્વિક સ્તરે એક મોટી FMCG કંપની બનાવવાના લક્ષ્યમાં એક મહત્વનું પગલું છે.

Lupin

સ્પેશિયાલિટી ફાર્માસ્યુટિકલ કંપની સ્પેક્ટસ ફાર્મા કરાર કર્યા. કંપની સ્પેક્ટસ ફાર્મા સાથે લાયસન્સ અને સપ્લાય માટે કરાર કર્યા. કેનેડામાં નવી એન્ટીડિપ્રેસન્ટ ડેસ્લાફ્લેક્સને કમર્શિયલાઈઝ કરશે કંપની. એન્ટીડિપ્રેસન્ટની કંપની DeslaFlexને વેચવા માટે કરાર કર્યા. આ કરારથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS) સેગમેન્ટમાં મજબૂતી આવશે.

JSW Infra

20 ફેબ્રુઆરીએ બોર્ડની બેઠક યોજાશે. ઈક્વિટી શેર દ્વારા ફંડ એકક્ષ કરવા પર વિચાર કરશે કંપની. 16 ફેબ્રુઆરીએ રેગુલટરી ફાઈલિંગ અનુસાર કંપની ફંડ એકત્ર કરવાના અલગ-અલગ વિકલ્પ પર વિચાર કરી રહી છે.

Highway Infra

NHAI પાસેથી ₹154.6 કરોડના પ્રોજેક્ટ માટે LOA મળ્યો. NHAI એટલે કે National Highways Authority of India. ગુજરાતમાં મોતી નરોલી ફી પ્લાઝા ખાતે ઓપરેશન માટે LOA મળ્યો. આ એજન્સી વડોદરા-મુંબઈ 8-લેન એક્સપ્રેસવે પર આવેલા પ્લાઝાનું સંચાલન કરશે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર મોતી નરોલી, એના અને ગણદેવીનું સંચાલન કરશે.

Embassy Developments

MahaRERA પાસેથી એમ્બેસી સેરેનિટી- ફેઝ I માટે મંજૂરી મળી. MahaRERA એટલે કે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. કંપનીને અલીબાગમાં પહેલા પ્રોજેક્ટ માટે મંજૂરી મળી. પ્રોજેક્ટથી લાઈફસ્ટાઈલ અને સેકેન્ડ- હોમ સેગમેન્ટમાં કંપનીની એન્ટ્રી થઈ.

INDUS TOWERS

પ્રમોટર ભારતી એરટેલએ વધારાના 12 લાખ શેર્સ ખરીદ્યા. 5 ફેબ્રુઆરીથી હાલ સુધીમાં 4.5 કરોડ શેર્સ ખરીદ્યા. ભારતી એરટેલનો હિસ્સો 51.03%થી વધી 51.18% થયો.

Eternal + Swiggy

કર્ણાટક સરકારે ગીગ વર્કરના પેઆઉટ પર 1% વેલ્ફેર ફી લાગૂ કરી. પ્લેટફોર્મ કંપનીઓ પર ઓપરેશનલ કોસ્ટમાં વધારો થયો. કર્ણાટકમાં પ્લેટફોર્મ કંપનીઓએ દરેક ગીગ વર્કરના પેઆઉટ પર 1% વેલ્ફેર ફી લાગશે. ફૂડ ડિલિવરી, રાઈડ-હેલિંગ, લોજિસ્ટિક્સ અને ઈ-માર્કેટપ્લેસ પ્લેટફોર્મ્સને આવરી લેવાયા. ગિગ વર્કર્સ એક્ટ, 2025 હેઠળ પ્લેટફોર્મ્સને આવરી લેવાયા.

Delhivery

ઈલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટઅપ RIDEV સાથે કરાર કર્યા. 150 હાઈ પરફોર્મન્સ ઇલેક્ટ્રિક વ્હીકલ સપ્લાય માટે કરાર કર્યા. લાસ્ટ માઈલ ડિલિવરી ફ્લીટને ઇલેક્ટ્રિક બનાવવાનો કંપનીનો લક્ષ્ય છે. આગામી 3 મહિનામાં પૂરો રોલઆઉટ કંપની કરશે. નોર્થ ઈસ્ટ ઈન્ડિયા, બેંગલુરૂ અને હૈદરાબાદમાં સર્વિસ શરૂ કરશે.

Texmaco Rail

મુંબઈ રેલવે વિકાસ કોર્પ પાસેથી ₹210 કરોડનો ઓર્ડર મળ્યો.

SEAMEC

ONGC ઓઇલફિલ્ડમાં કાર્યરત સુપ્રીમ ઓફશોર કન્સ્ટ્રક્શન અને ટેકનિકલ સર્વિસીસ પાસેથી ઓર્ડર મળ્યો. $ 460,000નો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર હેઠળ કંપની SAT ડાઇવિંગ અને એર ડાઇવિંગને લગતી કામગીરી કરશે. કંપની પોતાનું જહાજ SEAMEC PRINCESS તૈનાત કરશે.

Va Tech Wabag

કંપનીએ Peak Sustainability Partners સાથે JV કર્યા. ગાઝિયાબાદમાં બાયો CNG પ્રોજેક્ટ માટે JV કર્યા. ગાઝિયાબાદ બાયોએનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની સબ્સિડી કંપનીની સ્થાપના કરી. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ડુંડાહેડા ખાતે શરૂ કરવામાં આવશે. JVમાં કંપનીનો હિસ્સો 51% અને Peak Sustainability પાસે 49% હિસ્સો રહેશે. આ પ્રોજેક્ટ BOT ધોરણે અમલમાં મૂકવામાં આવશે. BOT એટલે કે Build-Operate-Transfer. પ્રોજેક્ટ વેસ્ટ ટુ એનર્જી અને સસ્ટેનેબિલિટી સેગમેન્ટમાં મહત્વપુર્ણ છે.

United Spirits

આ સપ્તાહ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ડ્યુ ડિલિજન્સ માટે ઘણા બિડર્સની પસંદગી. યુનાઈટેડ સ્પિરિટ્સની સબ્સિડરી કંપની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે.

TVS SUPPLY CHAIN SOLUTIONS

ઈટલીની કંપની ALA ગ્રુપ સાથે કરાર કર્યા. વૈશ્વિક એરોસ્પેસ અને ડિફેન્સ સપ્લાય ચેઈન ઇન્ટિગ્રેટર કંપની છે ALA ગ્રુપ. ભારતના $28 બિલિયનના એરોસ્પેસ અને ડિફેન્સ સપ્લાય ચેઇન માર્કેટમાં પ્રવેશ કરવા માટે કરાર કર્યા.

HFCL

કંપનીને સ્થાનિક પ્રાઈવેટ ટેલિકોમ ઓપરેટર પાસેથી ઓર્ડર મળ્યો. ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સના સપ્લાય માટે કુલ ₹60.95 કરોડ નો ઓર્ડર મળ્યો.

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 17, 2026 9:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.