Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર | Moneycontrol Gujarati
Get App

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

Welspun Group Master Trustએ 2.45 Cr શેર્સ વેચ્યા. NSE પર ₹525.88 Cr માટે 2.59% હિસ્સો વેચ્યો. Fidelity Investment Trust એ ₹477.98 Cr માટે 2.22 Cr શેર્સ ખરીદ્યા. Quant MFએ ₹47.9 Cr માટે 22.3 Lk શેર્સ ખરીદ્યા. NSE પર આશરે ₹214.9/Shના ભાવ પર સોદો થયો.

અપડેટેડ 10:22:07 AM Sep 24, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

SEDEMAC MECHATRONICS

Sedemacમાં ₹1329 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. A91 Emerging Fund, Mace Pvt હિસ્સો વેચી શકે છે. Xponentia Entities, HDFC Life પણ હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલમાં લગભગ 10% હિસ્સા વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹3000 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 1.2% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.


NEPHROPLUS HEALTH SERVICES

Nephroplus Healthમાં ₹650 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર અને ઈન્વેસ્ટર એન્ટિટીઝ વેચી શકે હિસ્સો. Investcorp, Bessemer અને પ્રમોટર વેચી શકે છે હિસ્સો. બેઝ સાઇઝ ₹400 કરોડ, અપસાઇઝ ઓપ્શન ₹250 કરોડ છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹705 પ્રતિશેર શક્ય છે. CMPથી 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.

Bluestone

Bluestone માટે આજે ₹728.5 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. Accel India III, 360 ONE WAM Funds 5.6% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 6.5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. બ્લૉક ડીલ બાદ 60 દિવસનો લોક-ઈન પીરિયડ રહેશે.

PATANJALI

સરકારે સોયાબીન અને પામ ઓઈલ પર ઈંપોર્ટ ડ્યુટી ઘટાડી છે. ક્રૂડ સોયાબીન અને પામ ઓઈલ પર ડ્યુટી 10% થી ઘટાડી 5% કરી. રિફાઇન્ડ સોયાબીન અને પામ ઓઈલ પર ડ્યુટી 32.5% થી ઘટાડી 27.5% કરી. ક્રૂડ સનફ્લાવર પર ડ્યુટી 10% થી ઘટાડી 0 કરી. રિફાઇન્ડ સનફ્લાવર પર ડ્યુટી 32.5% થી ઘટાડી 22.5% કરી. ઈંપોર્ટ ડ્યુટીમાં ઘટાડા આજથી અમલમાં છે.

BHARAT DYNAMICS

ડિફેન્સ મંત્રાલય પાસેથી ₹811 કરોડનો ઓર્ડર મળ્યો. 160 SAT-SAAW ખરીદવા માટે ઓર્ડર મળ્યો. SAT-SAAW એટલે કે Satellite Smart Anti-Airfield Weapon. કંપનીને આગામી 2 વર્ષમાં ઓર્ડર પૂરો કરવાનો રહેશે.

EXIDE INDUSTRIES

એક્સાઈડ એનર્જી સોલ્યુશન્સએ બેંગલુરુમાં મેન્યુફેક્ચરિંગ યુનિટના ફેઝ-1નું કમિશનિંગ કર્યું. 6 GWh લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ફેઝ-1નું કમિશનિંગ કર્યું. આ પગલું કંપનીના EV બેટરી અને એનર્જી સ્ટોરેજ બિઝનેસ માટે મહત્વપૂર્ણ છે.

SBI CARD

SBI કાર્ડ અને SBIની નવી ડિજિટલ ક્રેડિટ કાર્ડ પહેલ કરી છે. SBI કાર્ડએ SBI સાથે મળીને Advantage SBI Card લોન્ચ કર્યું. SBI YONO એપ મારફતે SBIના FD હોલ્ડર્સ પોતાના હાલના ફિક્સ્ડ ડિપોઝિટ સામે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ મેળવી શકશે. પ્રક્રિયા 100% પેપરલેસ અને ડિજિટલ છે, જેમાં આશરે 10 મિનિટમાં કાર્ડ ઇશ્યૂ કરવાની સુવિધા છે.

GHCL

ગુજરાત સરકારના Commissioner of Geology and Mining દ્વારા યોજાયેલી ઈ-ઓક્શનમાં બિડર તરીકે પંસદગી કરી છે. કડાયા બ્લોકમાં લાઇમસ્ટોન માઇન્સ માટે Composite License મળવાની પ્રક્રિયામાં આગળ વધવાની તક છે. 6.8797 હેક્ટર વિસ્તાર અને 5,67,337 મેટ્રિક ટન લાઇમસ્ટોન મિનરલ રિઝર્વનો ઉલ્લેખ કર્યો છે.

MAX ESTATES

ઘાઝિયાબાદમાં 9.76 એકર જમીન માટે પ્રસ્તાવિત JDA અંગે MoU કર્યા. આ પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹2500-3000 કરોડ છે.

RAINBOW CHILDREN’S

સુદર્શન પાટોડિયાની કંપનીના CFO પદ માટે નિયુક્તિ કરી છે. 23 સપ્ટેમ્બરથી પદ સંભાળ્યું. મલ્ટિ-સ્પેશિયાલિટી અને પીડિયાટ્રિક હેલ્થકેર ક્ષેત્રમાં કોર્પોરેટ ફાઇનાન્સનો મોટો અનુભવ કર્યો. સાથે ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને કેપિટલ એલોકેશનનો મોટો અનુભવ કર્યો.

AVANTEL

કંપનીને ₹177.35 કરોડનો ઓર્ડર મળ્યો. Zetwerk મેન્યુફેક્ચરિંગ બિઝનેસ પાસેથી ઓર્ડર મળ્યો. સેટેલાઇટ કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટના સપ્લાય માટે ઓર્ડર મળ્યો.

CONCORD BIOTECH

બોર્ડ પાસેથી 1 પર 1 શેરના વિભાજન માટે મંજૂરી મળી.

NTPC

NTPCએ FY26માં ₹8,727 કરોડનું કુલ ડિવિડન્ડ ચૂકવ્યું. FY2025-26 માટે ₹3,393.83 કરોડનું અંતિમ ડિવિડન્ડ ચૂકવ્યું. આ રકમ કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના 35% જેટલી છે. FY26માં પહેલા અને બીજા ઇન્ટરિમ ડિવિડન્ડ તરીકે ₹2,666.58 Crની ચુકવણી અગાઉ કરવામાં આવી હતી. ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર કુલ ₹9નું ડિવિડન્ડ ચૂકવાયું.

GMR Airports

GMR Hospitalityને DIAL T3 માટે મોટો ફૂડ અને બેવરેજીસ ઓર્ડર મળ્યો. દિલ્હી એરપોર્ટના Terminal 3 ખાતે ફૂડ અને બેવરેજીસ આઉટલેટ્સ શરૂ કરવા માટે બિડર તરીકે પંસદગી. આ વ્યવસ્થા મે 2036 સુધીની રહેશે.

CLEAN SCIENCE

કંપનીના પુણે સ્થિત ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર GST વિભાગની તપાસ કરી. પુણેની મગરપટ્ટા સિટીમાં આવેલી હેડ ઓફિસ પર અધિકારીઓએ તપાસ કરી. કંપનીની સબ્સિડરી "Clean Fino-Chem" ની ઓફિસ પર પણ દરોડા આપ્યા. પુણેના કુરકુંભ ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં પણ તપાસ લંબાવાઈ છે. કંપનીએ જણાવ્યું કે તેઓ GSTના અધિકારીઓને પૂરો સહકાર આપી રહ્યા છે. આ સર્ચ ઓપરેશનથી કંપનીના બિઝનેસ કે ઉત્પાદન પર કોઈ મોટી અસર થઈ નથી.

Ola Electric

ઇક્વિટી શેરના પ્રસ્તાવિત રાઇટ્સ ઇશ્યૂ માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા કંપનીની ફંડ એકત્ર કરવાની યોજના છે.

Zuari Industries

ટેક્સમાકો ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હોલ્ડિંગ્સના 1.28 Cr શેર્સ ખરીદ્યા. ₹147.96 Crમાં શેર્સ ખરીદ્યા.

Welspun Living

Welspun Group Master Trustએ 2.45 Cr શેર્સ વેચ્યા. NSE પર ₹525.88 Cr માટે 2.59% હિસ્સો વેચ્યો. Fidelity Investment Trust એ ₹477.98 Cr માટે 2.22 Cr શેર્સ ખરીદ્યા. Quant MFએ ₹47.9 Cr માટે 22.3 Lk શેર્સ ખરીદ્યા. NSE પર આશરે ₹214.9/Shના ભાવ પર સોદો થયો.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 24, 2026 10:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.