બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Cipla
ચીનની કંપની CTTQ સાથે એક્સક્લુઝિવ કરાર કર્યા. કેન્સરની દવા HER2 માટે લાઈસનિંગ કરાર કર્યા. CTTQ એટલે કે Chia Tai Tianqing Pharmaceutical Group. HER2ના ડેવલપ અને કમર્શિયલાઈઝેશન માટે કરાર કર્યા. ભારત, દક્ષિણ આફ્રિકા અને 5 ઈમર્જિંગ દેશોમાં મળ્યા રાઈટ્સ. Sino Biopharmaceutical ની સબ્સિડરી કંપની છે CTTQ. CTTQ દવાનું ઉત્પાદન અને સપ્લાય કરશે. સિપ્લા 7 દેશોમાં ક્લિનિકલ ડેવલપમેન્ટ, રેગુલેટરી મંજૂરીઓનું નિરીક્ષણ કરશે.
Ongc
ONGCના ચેરમેનનું મોટું નિવેદન. આ વર્ષે ₹30000 Crથી વધુ કેપેક્સ કરશે. 5 વર્ષમાં ₹1 Lk Crનું રોકાણ કરશે કંપની. Deepwater Exploration માં કરશે રોકાણ. આવક અને ગેસ પોર્ટફોલિયો વધારવા પર ફોકસ રહેશે. ONGC વિદેશ ના 14 દેશોમાં 29 પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ. ONGC વિદેશ 2028થી મોઝામ્બિકમાં ગેસ ઉત્પાદન શરૂ કરશે. Deep-Sea ડ્રિલિંગ સાઈટ્સ વધારી 17 કરવાની યોજના છે. આ વર્ષે 7, આગામી વર્ષ 10 Deep-Sea સાઈટ્સ પર ડ્રિલિંગની યોજના છે.
kotak Mahindra bank
બોર્ડે CEO પદ માટે 2 ઉમેદવારોના નામ RBIને મોકલ્યા. અનુપ સાહા અને પરિતોષ કશ્યપના નામ RBI ને મોકલ્યા. વર્તમાન CEO અશોક વાસવાનીનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થશે. કોટક બેન્કના આગામી CEO અંગે RBI નિર્ણય લેશે. કોટક બેન્કમાં હોલટાઈમ ડાયરેક્ટર છે અનુપ સાહા અને પરિતોષ કશ્યપ. અનુપ સાહા કોટક રિટેલ બેન્કિંગ બિઝનેસના હેડ છે. પરિતોષ કશ્યપ કોટક હોલસેલ બેન્કિંગ બિઝનેસના હેડ છે. પરિતોષ કશ્યપ કોટક ગ્રુપ સાથે 31 વર્ષોથી જોડાયેલા છે. કોટક મહિન્દ્રા બેન્કએ CNBC-TV18 ના સવાલનો જવાબ નથી આપ્યો.
happiest Minds
Happiest Mindsમાં હિસ્સો ખરીદશે ITC ઈન્ફોટેક. પ્રમોટર્સ પાસેથી ₹1330 Crમાં 2 તબક્કામાં 22.1% હિસ્સો ખરીદશે. ₹390 પ્રતિશેર અને ₹400 પ્રતિશેર પર 2 તબક્કામાં ડીલ થશે. ITCની સબ્સિડરી કંપની છે ITC ઈન્ફોટેક છે. Happiest Minds નું ITC ઈન્ફોટેકમાં મર્જર થશે. શેર સ્વેપ દ્વારા બે કંપનીઓનું મર્જર થશે. ITC ઈન્ફોટેકના 18 શેર્સ પર Happiest ના 25 શેર્સ મળશે. મર્જ એન્ટીટીની ITC પ્રમોટર રહેશે, ITCનો 73.4% હિસ્સો થશે. પ્રમોટર Ashok Soota, પ્રમોટર ગ્રુપનો 44.21% હિસ્સો રહેશે. ડીલથી ITCને FY28માં $1 Bn આવકનું અનુમાન છે. ITC ઈન્ફોટેકના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે. ડીલની ફન્ડિંગ ITC ઈન્ફોટેકના રાઈટ્સ ઈશ્યુ દ્વારા થશે. ITCનો AI-first ગ્લોબલ ટેક્નોલોજી કંપની બનાવવાનો લક્ષ્ય છે. ITC ઈન્ફોટેકમાં 19000 થી વધુ કર્મચારી. 800થી વધુ કસ્ટમર, 30 થી વધુ દેશોમાં બિઝનેસ છે.
pvrinox
₹1450/Shના ભાવે શેર બાયબેકને મંજૂરી. 20.68 લાખ સુધીના શેર્સના બાયબેકને મંજૂરી. ₹300 કરોડ સુધી શેર બાયબેક પર ખર્ચ કરશે. આ બાયબેક ટેન્ડર રૂટ દ્વારા થશે. પ્રોમોટર્સ પણ આ બાયબેકમાં ભાગ લેશે. શેર બાયબેકની રેકોર્ડ ડેટ 4 સપ્ટેમ્બર નક્કી કરશે.
mgl
CNG અને PNGના પ્રાઈસ વધ્યા. મુંબઈમાં આજથી CNG અને PNGના પ્રાઈસ વધ્યા. CNGના ₹2/Kg અને PNGના પ્રાઈસ ₹1/SCM વધ્યા. મુંબઈમાં CNGની નવી કિંમત ₹88/Kg થયા. ઈનપુટ ગેસનો ખર્ચ વધવાથી પ્રાઈસમાં વધારો કર્યો.
Knowledge Realty
આજે રિટેલ માટે OFS ખુલશે. નોન-રિટેલ કેટેગરીમાં 93.14 કરોડ યુનિટ્સની બિડ્સ આવી. 1.4 ગણો સબ્સ્ક્રાઇબ થયો. ફ્લોર પ્રાઈસ ₹108, ઈન્ડિકેટીવ પ્રાઈસ ₹108.84 પ્રતિશેર છે.
EPL
EPLમાં આજે ₹1985 કરોડની મોટી બ્લૉક ડીલ શક્ય છે. Blackstone વેચી શકે છે 26.4% સુધી હિસ્સો છે. બ્લૉક ડીલમાં 8.45 Cr શેર્સ વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ઓફર પ્રાઈસ ₹235 પ્રતિશેર છે. CMPથી પ્રાઈસ 10.3% ડિસ્કાઉન્ટ પર છે.
Aadhar Housing Finance
રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ કંપનીના રેટિંગ અને આઉટલુકને અપગ્રેડ કર્યા. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ રેટિંગ અપગ્રેડ કરીને IND AA થી વધારીને IND AA+ કર્યા.
ZEE ENTERTAINMENT
NCLTએ 5 જજોની બેન્ચનું ગઠન કર્યું. ઝી એન્ટરટેઈનમેન્ટ-સુભાષ ચંદ્રા IBC કેસની સુનાવણી માટે 5 જજોની બેન્ચનું ગઠન કર્યું. આજે સવારે 10.15 વાગે NCLTની બેન્ચ સુભાષ ચંદ્રા IBC કેસની સુનાવણી કરશે.
KIRI INDUSTRIES
બોર્ડે 60.8 લાખ વોરન્ટ્સ ઈશ્યુ માટે મંજૂરી. પ્રોમોટર્સને પ્રેફરન્શિયલ બેસિસ પર ₹475/Shના ભાવ પર વોરંટ ઈશ્યુને મંજૂરી. કંપની ₹289 કરોડ એકત્ર કરશે. CMPથી 10.75% ડિસ્કાઉન્ટ પર પ્રાઈસ છે.
BRIGADE ENTERPRISES
કંપનીએ કોઈમ્બતુરના માર્કેટમાં એન્ટ્રી કરી. 5.4 એકર જમીન માટે જોઇન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યા. ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹600 કરોડ છે.
Ncc
ઓગસ્ટ મહિના દરમિયાન કંપનીને ₹430 Crના 3 નવા ઓર્ડર મળ્યા. આ ઓર્ડર કંપનીના બિલ્ડિંગ્સ વિભાગને લગતા રહ્યા.
TIME TECHNOPLAST
PSU કંપની પાસેથી ₹87.53 Crનો ઓર્ડર મળ્યો. Type IV કમ્પોઝિટ CNG મોબાઈલ સ્ટોરેજ કેસકેડ્સના સપ્લાય માટે ₹87.53 કરોડનો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર PSUના હાલના CNG અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં ડિપ્લોયમેન્ટ માટે છે.
NLC India
સબ્સિડરી NLC ઈન્ડિયા રિન્યુએબલએ OREDA સાથે 51:49 JVનું ગઠન કર્યું. OREDA એટલે કે ઓડિશા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે JVનું ગઠન કર્યું. JV પહેલા તબક્કામાં 1,000 MW ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સની સ્થાપના, ઓપરેશન અને મેન્ટેનન્સ કરશે. વિંડ, હાઈબ્રિડ સિસ્ટમ્સ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ, પમ્પ્ડ હાઈડ્રો સ્ટોરેજ, ગ્રીન હાઈડ્રોજન અને ભવિષ્યમાં ઉભરતી કોઈપણ નવી RE ટેકનોલોજી શોધશે.
Tribhovandas Bhimji Zaveri
GRT જ્વેલર્સ TBZમાં 74.12% હિસ્સાનું અધિગ્રહણ કરશે. TBZમાં ₹1034 Crમાં હિસ્સો ખરીદશે GRT જ્વેલર્સ છે. ₹209/Shના ભાવ પર હિસ્સો ખરીદશે. SPAનું અમલીકરણ યોગ્ય રેગ્યુલેટરી મંજૂરીઓ અને કસ્ટમરી ક્લોઝિંગ કન્ડિશન્સને આધીન રહેશે. GRT SEBI રેગ્યુલેશન્સ મુજબ બાકીના 26% પબ્લિક શેરહોલ્ડિંગ માટે મેન્ડેટરી ઓપન ઓફર પણ લોન્ચ કરશે. આ ટ્રાન્ઝેક્શન GRTને TBZનું સોલ કંટ્રોલ આપશે. જેમાં નોમિની ડિરેક્ટર્સ નિયુક્ત કરવાનો અધિકાર પણ સામેલ છે.
E2E Networks
ભારત સ્થિત એક સોવરેન AI કંપની સાથે એક બાઈન્ડિંગ ટર્મ શીટ પર કરાર કર્યો. NVIDIA Blackwell ક્લાઉડ GPUs અને allied સર્વિસીસ પૂરી પાડવા માટે કરાર કર્યો. કંપનીને કુલ ₹1000 Crનો ઓર્ડર મળ્યો. આ કોન્ટ્રાક્ટ જૂન 2029 સુધી માન્ય રહેશે. કંપનીના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ઓર્ડર છે. E2E નેટવર્ક્સ ભારતની એકમાત્ર લિસ્ટેડ GPU ક્લાઉડ કંપની છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.