Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

રોકાણ કરવા મંજૂરી મળી. સબ્સિડરીને ઓડિશા સરકાર પાસેથી રોકાણ કરવા માટે મંજૂરી મળી. સોલર મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ કરવા માટે મંજૂરી મળી. કંપની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ₹4500 કરોડનું રોકાણ કરશે.

અપડેટેડ 10:43:29 AM Nov 14, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Hero Moto

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં હીરો મોટોકોર્પનો સ્ટેન્ડઅલોન નફો વાર્ષિક ધોરણે 15.7% વધીને ₹1,392.8 કરોડ થયો, અને આવક 15.9% વધીને ₹12,126.4 કરોડ થઈ. વધુમાં, બોર્ડે આંધ્રપ્રદેશના તિરુપતિમાં ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર 2.0 સ્થાપવા માટે ₹170 કરોડના વધારાના રોકાણને મંજૂરી આપી.


Tata Motors CV

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સનો નફો ₹498 કરોડથી વધીને ₹867 કરોડ થયો, જે વાર્ષિક ધોરણે વધુ હતો. આ જ સમયગાળા દરમિયાન આવક 6% વધીને ₹18,585 કરોડ પર પહોંચી ગઈ.

PG Electroplast

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 85.7% ઘટીને ₹2.8 કરોડ થયો અને આવક 2.4% ઘટીને ₹655.4 કરોડ થઈ.

Bharat Dynamics

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારત ડાયનેમિક્સનો સ્ટેન્ડઅલોન નફો વાર્ષિક ધોરણે 76.2% વધીને ₹215.9 કરોડ થયો અને આવક 110.6% વધીને ₹1,147 કરોડ થઈ.

Jubilant Foods

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જ્યુબિલન્ટ ફૂડવર્ક્સનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 190.5% વધીને ₹186 કરોડ થયો અને આવક 19.7% વધીને ₹2,340.2 કરોડ થઈ.

Muthoot Finance

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મુથૂટ ફાઇનાન્સનો સ્ટેન્ડઅલોન નફો વાર્ષિક ધોરણે 87.4% વધીને ₹2,345.2 કરોડ થયો અને આવક 58.5% વધીને ₹3,991.7 કરોડ થઈ.

LG Electronics

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાનો નફો વાર્ષિક ધોરણે 27.3% ઘટીને ₹389.4 કરોડ થયો, પરંતુ આવક 1% વધીને ₹6,174 કરોડ થઈ.

Apollo Tyres

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એપોલો ટાયર્સનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 13.2% ઘટીને ₹258 કરોડ થયો હતો, પરંતુ આવક 6.1% વધીને ₹6,831.1 કરોડ થઈ હતી. કંપનીનો અપવાદરૂપ નુકસાન ₹5.2 કરોડથી વધીને ₹180 કરોડ થયો હતો.

Sonata Software

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એપોલો ટાયર્સનો સંયુક્ત નફો વાર્ષિક ધોરણે 12.9% વધીને ₹120.2 કરોડ થયો, જ્યારે આવક 2.3% ઘટીને ₹2,119.3 કરોડ થઈ.

Chemical, Plastics, Textile

કેમિકલ, પ્લાસ્ટિક અને ટેક્સટાઈલ સેક્ટર્સ માટે મોટી રાહત છે. સરકારે કેમિકલ, પોલીમર, ફાઈબર મટીરિયલ સંબંધિત 14 BIS ક્વોલિટી કન્ટ્રોલ પાછો ખેંચ્યો. કંપનીએ કહ્યું ક્વોલિટી કન્ટ્રોલ પાછો ખેંચવાથી કેમિકલ, પ્લાસ્ટિક અને ટેક્સટાઈલ ક્ષેત્રોને રાહત મળશે. પોલિમર અને ફાઇબર ઇન્ટરમીડિએટ્સને આવરી લેવામાં આવ્યા. ટેરેપ્થાલિક એસિડ, ઇથિલિન ગ્લાયકોલ, પોલિએસ્ટર યાર્ન અને ફાઇબરનો સમાવેશ થયો છે. પોલીપ્રોપીલીન, પોલીઇથિલિન, PVC, ABS અને પોલીકાર્બોનેટ જેવા મુખ્ય પ્લાસ્ટિકને આવરી લીધા.

Sagility

મોટી બ્લૉક ડીલ શક્ય. Sagilityમાં આજે ₹3,550 કરોડની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર બ્લૉક ડીલ દ્વારા 16.4% હિસ્સો વેચી શકે છે. બેસ બુક ડીલ 10%, ગ્રીન શૂ ઓપ્શન 6.4% છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹46.4 પ્રતિશેર શક્ય છે. CMPથી 8% ડિસ્કાઉન્ટ પર બ્લૉક ડીલ શક્ય છે.

Zydus Life

Diroximel Fumarate દવા માટે US FDA પાસેથી અંતિમ મંજૂર મળી. 231 મિલિગ્રામની Diroximel Fumarate ડિલેઇડ-રિલીઝ દવા માટે મંજૂરી મળી. મલ્ટીપલ સ્ક્લેરોસિસની સરવાર માટે દવાનો ઉપયોગ કરશે. US FDA દ્વારા અમદાવાદના SEZ1 મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ પૂરી કરી. ઝાયડસની ઓન્કોલોજીના યુનિટનું નિરીક્ષણ બંધ કર્યું. ઝાયડસ લાઈફની સબ્સિડરી કંપની છે ઝાયડસની ઓન્કોલોજી.

Rallis India

પર્યાન એલાયન્સ સાથે કરાર કર્યા. ભારતમાં ફુલપેજ હર્બિસાઇડ ટોલરન્સ રાઈસ ટેકનોલોજી માટે કરાર કર્યા.

Nippon Life India

નિપ્પોન લાઈફ ઈન્ડિયા AIFમાં DWS 40% સુધીના હિસ્સાનું અધિગ્રહણ કરશે. નિપ્પોન લાઇફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની સબ્સિડરી કંપની છે નિપ્પોન લાઈફ ઈન્ડિયા AIF.

NBCC

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરના નિર્માણ માટે ₹340 કરોડનો ઓર્ડર મળ્યો.

CESC

રોકાણ કરવા મંજૂરી મળી. સબ્સિડરીને ઓડિશા સરકાર પાસેથી રોકાણ કરવા માટે મંજૂરી મળી. સોલર મેન્યુફેક્ચરિંગ યૂનિટ શરૂ કરવા માટે મંજૂરી મળી. કંપની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ₹4500 કરોડનું રોકાણ કરશે.

 

MoneyControl News

MoneyControl News

First Published: Nov 14, 2025 10:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.