બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ICICI AMC
CNBC-TV18 દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રો અનુસાર, પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ્સ ICICI પ્રુડેન્શિયલ AMC માં 2% હિસ્સો ₹3,121 કરોડમાં વેચવાની યોજના ધરાવે છે. આ પગલું લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે છે. જૂન 2026 સુધીમાં, પ્રમોટર્સ કંપનીમાં 87.6% હિસ્સો ધરાવે છે, જેમાં પ્રુડેન્શિયલ કોર્પોરેશન 34.59% હિસ્સો ધરાવે છે.
AYE FINANCE
CNBC-TV18 દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રો અનુસાર, આલ્ફા વેવ ઇન્ડિયા I LP બ્લોક ડીલ દ્વારા Aye Finance માં તેનો સંપૂર્ણ 7.8% હિસ્સો વેચી શકે છે. આ ₹320.4 કરોડના સોદા માટે ફ્લોર પ્રાઈસ ₹167 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
FOSECO INDIA
CNBC-TV18 દ્વારા સૂત્રોને ટાંકીને મળેલી માહિતી અનુસાર, મોર્ગનાઈટ ક્રુસિબલ અને મોર્ગન ટેરાસેન BV ફોસેકો ઈન્ડિયામાં તેમનો સંપૂર્ણ 15.27% હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચી શકે છે. ₹664.4 કરોડના આ સોદા માટે ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર ₹5,773.63 નક્કી કરવામાં આવી છે.
Hindustan Copper
OFSને રોકાણકારોએ શાનદાર રિસ્પોન્સ મળ્યો. ગઈ કાલે રિટેલ હિસ્સો 7.9 ગણો OFS ભરાયો. મંગળવારે નોન-રિટેલ હિસ્સો 3.4 ગણો ભરાયો હતો.
BEL
કંપનીને 10 ઓગસ્ટ પછી વધુ ₹730Crના વધારાના નવા ઓર્ડર મળ્યા. આ ઓર્ડરમાં મુખ્યત્વે રાડારની સુરક્ષા માટેના રક્ષણાત્મક સાધનો સમાવેશ થાય છે. મિલિટરી કમ્યુનિકેશન પ્રોડક્ટ્સ, સોનાર સિસ્ટમ્સ અને અન્ય સાધનોના સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે. કંપનીની મજબૂત ઓર્ડર બુક ભવિષ્યની નાણાકીય ગ્રોથ દર્શાવે છે.
GK Energy
ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર PV સિસ્ટમ ના કમિશનિંગ અને O&M માટે LoE મળ્યો. સરકારી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની Discom પાસેથી LoE મળ્યો. ₹454.5 કરોડના કોન્ટ્રાક્ટ માટે LoE મળ્યો. O&M એટલે કે Operations And Maintenance. કમિશનિંગ પછી 5 વર્ષ માટે ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સ પણ કંપની કરશે.
IRB Infra
બોર્ડની IRB InvIT ફંડમાં ₹351Cr સુધી વધારાના રોકાણને મંજૂરી આપી. રોકાણ હેઠળ કંપની IRB InvITના ₹5.4Cr સુધીના યુનિટ્સની ખરીદી કરશે. આ ખરીદીની કિંમત ₹65 પ્રતિ યુનિટ નક્કી કર્યા છે. આ ફંડનો ઉદ્દેશ્ય IRB InvIT ફંડના બે પ્રોજેક્ટ SPVsના અધિગ્રહન માટે કરાશે.
Bombay Burmah
સુપ્રીમ કોર્ટ પાસેથી કંપનીને મોટી રાહત મળી. ₹4655 Crના લીઝ-રેન્ટ ક્લેમ મામલે રાહત મળી. તામિલનાડુ સરકાર, વન વિભાગ અને કંપની વચ્ચે લીઝ-રેન્ટ વસૂલવા માટેનો મામલો છે. તામિલનાડુના સિંગમપટ્ટી ખાતેના ચાના બગીચાઓની લીઝ-રેન્ટ વસૂલાત અને લીઝની શરતો સાથે સંબંધિત મમલો છે.
Star Cement
વર્ષના આધાર પર Q1માં સિમેન્ટ સેલ્સ વોલ્યુમ 7% વધ્યુ. વર્ષના આધાર પર realisations 1.2% વધ્યુ. ડીઝલના ઊંચા ભાવથી માર્જિન પર અસર છે.
Time Technoplast
TPL Plastech સાથે સૈદ્ધાંતિક મર્જરને મંજૂરી મળી. એબુલિયન્ટ પેકેજિંગ અધિગ્રહણ કરવાનો નિર્ણય રદ કર્યો. ટાઇમ ઇન્ટરકોન્ટિનેન્ટલમાં 65% હિસ્સા માટે ₹50 કરોડ સુધીનું રોકાણ કરશે.
Tata Power
સિંગાપોર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટ તરફથી કંપનીને ફટકો લાગ્યો. આર્બિટ્રેશન કેસમાં કોર્ટનો ચુકાદો ક્લેરોસ કેપિટલ પાર્ટનર્સની તરફેણમાં છે. કંપની 28 દિવસની અંદર કોર્ટના નિર્ણય સામે અપીલ કરી શકે. ટાટા મોટર્સે ક્લેરોસની તરફેણમાં $490.3 મિલિયનના આર્બિટ્રેશન એવોર્ડને પડકાર્યો હતો. કંપની અને ક્લેરોસ પાર્ટનર્સે 2013માં રશિયામાં કોલ માઈન માટે બોલી લગાવી હતી.
Fino Payment Bank
RBI પાસેથી બેન્કને વચગાળાના CEO કેતન મર્ચન્ટનો કાર્યકાળ 3 મહિના લંબાવવા મંજૂરી. આ નવો કાર્યકાળ 27 ઓગસ્ટ 2026 થી લાગુ થશે. ફેબ્રુઆરી 2026માં પૂર્વ MD & CEO ઋષિ ગુપ્તાના રાજીનામા બાદ CFO કેતન મર્ચન્ટને જવાબદારી સોંપાઈ હતી. આ અગાઉ RBI એ 27 મે 2026 થી 3 મહિના માટે તેમના કાર્યકાળને પહેલા લંબાવ્યો હતો.
Vedanta
વેદાંત ગ્રુપ કંપનીઓમાં હિસ્સાના વેચાણ અંગે મીડિયાની અટકળોને નકારી કાઢી છે. મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું હાલમાં વેદાંત લિમિટેડ અથવા વેદાંત એલ્યુમિનિયમમાં હિસ્સો વેચવાની કોઈ યોજના નથી. કંપની 5 લિસ્ટેડ એન્ટિટીઝમાં ડીમર્જર પ્રક્રિયા ઝડપથી પૂરી કરીને વેલ્યુ અનલોકિંગ કરવા પર મક્કમ છે. કંપનીનું ગ્રોથ માટે કેપેક્સ પાઈપલાઈન, દેવું ઘટાડવું અને શેરધારકોને સતત રિટર્ન આપવા પર ફોકસ રહેશે.
Max Healthcare
મુંબઈના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ પાસેથી ₹165.7 Crનો ટેક્સ ડિમાન્ડ ઓર્ડર મળ્યો. ₹110.5 કરોડના દંડ પણ સામેલ છે.
NITCO
'ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા' સાથે JV કર્યા. અલીબાગમાં 40 એકરના પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે JV કર્યા. 5 વર્ષમાં કંપનીને ₹4500 Cr આવકની અપેક્ષા છે.
Lemon Tree Hotels
વડોદરામાં 94 રૂમની નવી હોટેલ શરૂ કરી. બ્રાન્ડ અમ્બ્રેલા હેઠળ હોટેલ શરૂ કરી.
Titagarh Rail
ટિટાગઢ રેલ સિસ્ટમ્સએ સિમેન્સ સાથે MoU કર્યા. ગ્લોબલ મેટ્રો પ્રોજેક્ટ્સ માટે નોન-બાઈન્ડિંગ MoU કર્યા. આ એગ્રીમેન્ટનું ફોકસ ગ્લોબલ મેટ્રો રોલિંગ સ્ટોક પ્રોજેક્ટ્સની શોધખોળ કરવા પર છે. ડીલનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી વધારવાનો છે. ડીલ 25 ઓગસ્ટ, 2026ના રોજ સાઈન થઈ, જેમાં કોઈ નાણાકીય શરતો જાહેર કરવામાં આવી નથી.
DMart
અમેરિકન ફંડ્સ Ins સિરીઝ GGI ફંડએ 67.6 Lk શેર્સ વેચ્યા. ₹2537.13 Cr માટે 1.04% હિસ્સો વેચ્યો. BSE પર સરેરાશ ₹3750.58/Sh ના ભાવે શેર્સ વેચ્યા. ખરીદદારોની કોઈ જાણકારી નથી.
Rubicon
Rubiconમાં ગઈ કાલે મોટી બ્લૉક ડીલ થઈ હતી. જનરલ એટલાન્ટિક સિંગાપોરએ 1.3 Cr શેર્સ વેચ્યા હતા. ₹2160 Cr માટે 7.9% હિસ્સો વેચ્યો હતો.
Physicswallah
Physicswallahમાં ગઈ કાલે મોટી બ્લૉક ડીલ થઈ હતી. લાઇટસ્પીડ ઓપોર્ચ્યુનિટી ફંડએ 4.7 Cr શેર્સ વેચ્યા હતા. ₹550 Cr માટે 1.6% હિસ્સો વેચ્યો હતો.
Welspun Corp
વેલસ્પન કોર્પમાં ગઈકાલે મોટી બ્લૉક ડીલ થઈ હતી. વેલસ્પન ઇન્વેસ્ટ એન્ડ કમર્શિયલ અને વિપુલ માથુરએ 63 Lk શેર્સ વેચ્યા હતા. ₹1433 Cr માટે 2.4% હિસ્સો વેચ્યો હતો.
Juniper Green Energy
જૂન 2026 ક્વાર્ટરમાં, જ્યુનિપર ગ્રીન એનર્જીનો એકીકૃત નફો વાર્ષિક ધોરણે 54.2% વધીને ₹33.5 કરોડ થયો, જ્યારે આવક 81.2% વધીને ₹291.2 કરોડ થઈ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.