Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અપડેટેડ 09:56:59 AM Nov 24, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Indigo

22 ડિસેમ્બરથી સેન્સેક્સમાં IndiGoની એન્ટ્રી થશે. સેન્સેક્સમાં એન્ટ્રી મેળવનારી પહેલી એવિએશન કંપની બનશે. ટાટા મોટર્સ PV સેન્સેક્સમાંથી બહાર થશે.


Tata Power

ડ્રુક ગ્રીન પાવર કોર્પ સાથે JV કર્યા. ભૂતાનમાં 1125 MW Dorjilung હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે JV કર્યા. JVમાં ટાટા પાવરનો 40% અને DGPCનો 60% હિસ્સો રહેશે. પ્રોજેક્ટની વેલ્યુ ₹13100 કરોડ છે.

Tata Chemicals

ક્ષમતા વિસ્તાર માટે કેપેક્સને મંજૂરી મળી. મીઠાપુરમાં ₹135 કરોડ કેપેક્સથી સોડા એશ ક્ષમતા વધશે. 2 વર્ષમાં મીઠાપુર પ્લાન્ટની ક્ષમતા 350 ktpa થશે. Silicaના ક્ષમતા વિસ્તાર પર `775 Crનો કેપેક્સ ખર્ચ થશે. Cuddalore પ્લાન્ટની Silica ક્ષમતા 50 ktpa વધશે. Cuddalore પ્લાન્ટમાં ક્ષમતા વિસ્તાર 27 મહિનામાં પૂરો થશે.

Natco Pharma

US FDA પાસેથી મનાલી API યુનિટને 7 અવલોકનો મળ્યા. કંપનીએ કહ્યું સમયસર બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે.

Lupin

US FDA પાસેથી ગોવા યુનિટને 7 અવલોકનો મળ્યા. અવલોકનો સાથે ફોર્મ 483 ઈશ્યુ કરાયા. US FDA દ્વારા 10 થી 21 નવેમ્બર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Shilpa Medicare

US FDA દ્વારા તેલંગાણાના જડચેરલા યુનિટ IVને 8 અવલોકનો મળ્યા. યુનિટ IV ખાતે 10-દિવસનું નિરીક્ષણ પૂર્ણ થયું. US FDA દ્વારા 11 થી 21 નવેમ્બર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Axis Bank

કંપનીએ ₹5000 કરોડ એકત્ર કર્યા. પ્રાઈવેટ પ્લેસમેન્ટના આધારે Series-9 હેઠળ વિવિધ વિકલ્પ દ્વારા ફંડ એકત્ર કર્યું. ₹2000 Crની બેઝ સાઈઝ અને ₹3000 Crનો ગ્રીન શૂ ઓપ્શન શામેલ રહેશે. ઓવરસબ્સ્ક્રિપ્શનને નિયંત્રણમાં રાખવા માટે બેઝ સાઈઝ અને ગ્રીન શૂ ઓપ્શન સામેલ છે.

HUDCO

IDFC ફાઉન્ડેશન સાથે MoU કર્યા. શહેરી વિસ્તારની ક્ષમતા વિકાસને મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે.

RVNL

નોર્થન રેલવેના ₹181 કરોડના પ્રોજેક્ટ માટે L1 બિડર તરીકે જાહેર કર્યા. લખનઉ ડિવિઝનના UTR–MWP લાઈનને અપગ્રેડ કરશે. આગામી 2 વર્ષમાં UTR–MWP લાઈન પ્રોજેક્ટ પૂરો કરશે.

Adani Enterprises

JV કંપની AdaniConneX એ ટ્રેડ કેસલ ટેક પાર્કમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કરશે. ₹231.34 કરોડમાં પૂરા હિસ્સાનું અધિગ્રહણ કરશે. કચ્છ કોપર સાથે કરાર કર્યા. વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદક કોડેલ્કો સાથે સંશોધન કરાર કર્યા.

Lemon Tree Hotels

ભોપાલમાં 50 રૂમની નવી પ્રોપર્ટી ખરીદવા માટે કરાર કર્યા. સબ્સિડરી કાર્નેશન હોટેલ્સ બ્રાન્ડ હેઠળ કાર્યરત રહેશે. કરારથી મધ્યપ્રદેશમાં હાજરી મજબૂત બનશે.

HG Infra Engineering

₹1415 Crના થાણે મેટ્રો પ્રોજેક્ટ માટે L1 બિડર તરીકે જાહેર કરશે. કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ સાથે બિડર તરીકે જાહેર કરશે. JVમાં HG ઈન્ફોનો 40% અને કલ્પતરુ પ્રોજેક્ટ્સનો 60% હિસ્સો રહેશે. 20.5 km એલિવેટેડ વાયડક્ટ ડેપો એપ્રોચ અને ખાસ સ્પાન ડિઝાઇન અને ડેવલપમેન્ટ કરશે.

TCS

US અપીલ કોર્ટે ટ્રેડ સિક્રેટ્સ કેસમાં DXC સામે $194 મિલિયનના દંડનો આદેશ યથાવત્ રાખ્યો.

M&M

MBTICMમાં 43% હિસ્સાનું અધિગ્રહણ ₹66.33 કરોડમાં કર્યું. MBTICM એટલે કે મહિન્દ્રા BT ઇન્વેસ્ટમેન્ટ કંપની (મોરિશિયસ) લિમિટેડ છે.

NBCC

કંપનીને કુલ ₹1718.6 મિલિયનનો ઓર્ડર મળ્યો. ₹450.9 મિલિયનનો વર્ક ઓર્ડર પણ સામેલ કર્યા છે.

NTPC Green Energy

સબ્સિડરી આયાના રિન્યુએબલ પાવરને ઓર્ડર મળ્યો. REMC લિમિટેડ દ્વારા ઓર્ડર મળ્યો. E-રિવર્સ નીલામીમાં 140 મેગાવોટ રાઉન્ડ-ધ-ક્લોક રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો. ₹4.35 પ્રતિ યુનિટના ટેરિફ પર ખરીદ્યું.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 24, 2025 9:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.