બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
GST Council Key Decisions
GST કાઉન્સિલની બેઠકમાં રેટ રેશનલાઈઝેશનને મંજૂરી મળી. GST કાઉન્સિલની 56મીં બેઠકમાં મંજૂરી મળી. GST રિફોર્મ્સ હેઠળ દેશમાં હવે 2 સ્લેબ રહેશે. રિફોર્મ્સ હેઠળ 5% અને 18% GSTના 2 સ્લેબ રહેશે. 22 સપ્ટેમ્બરથી GST રિફોર્મ્સ હેઠળ નિર્ણય લાગૂ થશે. દિવાળી પહેલા લોકોને GST ઘટાડાની ભેટ મળી.
ITC, Godfrey, Varun Beverages
સિગારેટ, તમાકુ પ્રોડક્ટ અને પાન મસાલા પર 40% GST લાગશે. ટ્રાન્ઝેક્શન વેલ્યુને બદલે રિટેલ કિંમત પર GST લાગશે. સિન ગુડ્સ અને સુપર લક્ઝરી ગુડ્સ પર 40% સ્પેશિયલ GST લાગશે.
insurance
તમામ પર્સનલ લાઈફ ઈન્શ્યોરન્સ પર GST નાબૂદ કર્યા. ઈન્શ્યોરન્સને અફોર્ડેબલ બનાવવા GST નાબૂદ કર્યું. પર્સનલ લાઈફ ઈન્શ્યોરન્સ, ફ્લોર પોલિસિસ, સિનિયર સિટીઝનની પોલિસી માટે પ્રીમિયમ.
Cement Sector, Auto, White Goods
સિમેન્ટ પર GST 28%થી ઘટાડીને 18% રહ્યા. બસો, ટ્રકો અને એમ્બ્યુલન્સ પર GST 28% થી ઘટાડીને 18% રહ્યા. 3-વ્હીલર પર પણ GST ઘટાડીને 18% કર્યું. 1200 CCથી વધુની પેટ્રોલ કાર પર 40% GST લાગશે. 1500 CCથી વધુ ડીઝલ કાર પર 40% GST લાગશે. 40% સ્લેબમાં આવતી વસ્તુઓ પર કોઈ વધારાની ડ્યુટી નહીં લાગે. ઈલેક્ટ્રીક વ્હીકલ પર 5% GST યથાવત્ રહેશે. મિડ સાઈઝ અને લક્ઝરી કાર પર 40% નો ખાસ GST લાગશે.
FMCG
GST 18%થી ઘટાડીને 5% કર્યો. નમકીન, ભુજિયા, ચટણી, પાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચોકલેટ, કોફી, પ્રિઝર્વ્ડ મીટ, બટર, ઘીનો જીએસટી 5 ટકા કર્યો. 5% સ્લેબ માંથી UHT મિલ્ક, પનીર, તમામ પ્રકારની ભારતીય બ્રેડ 0% સ્લેબમાં શિફ્ટ થયા. 12%,18% સ્લેબથી હેર ઓઈલ, ટોઇલેટ સાબુ/બાર, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટેબલવેર અને કિચનવેર આઈટમ્સ, નૂડલ્સ, પાસ્તા, ફૂડસ્ટક, રોટલી, સાયકલ, ધણી દવોઓ, મેડિકલ ઈક્વિપમેન્ટ, એગ્રીકલ્ચર ઈક્વિપમેન્ટ 5% સ્લેબમાં શિફ્ટ થયા.
METAL STOCKS
ક્રિટિકલ મિનરલ પોલિસીને મંજૂરી. ક્રિટિકલ મિનરલ રિસાયક્લિંગ માટે ઈન્સેન્ટિવ સ્કીમને મંજૂરી મળી. ક્રિટિકલ મિનરલ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા માટે સ્કીમ છે. શરૂઆતમાં સ્કીમ હેઠળ ₹1500 કરોડ આપવામાં આવશે. મિનિરલ રિસાયક્લિંગ માટે 5 વર્ષની ઈન્સેન્ટિવ સ્કીમ છે. કેબિનેટની બેઠકમાં અંતિમ નિર્ણય લીધો. કોપર, લિથિયમ, નિકલ, કોબાલ્ટ અને રેર અર્થ મિનરલ માટે સ્કીમ છે. FY26-31 સુધીમાં `8000 Crનું રોકાણની અપેક્ષા, 70,000 નોકરીઓની અપેક્ષા છે. NMDC, Hindustan Copper, NALCO, Vedanta, Hindustan Zinc, MOIL, Coal India, GMDC ફોકસમાં છે.
Aptus Value Housing
Aptus Value Housingમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. કંપનીમાં ₹2,600 કરોડની બ્લૉક ડીલ શક્ય છે. Westbridge બ્લૉક ડીલ દ્વારા 16.46% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ દ્વારા ફ્લોર પ્રાઈસ ₹316 પ્રતિશેર શક્ય છે. CMPથી 5% ડિસ્કાઉન્ટ પર ડીલ શક્ય છે.
Swiggy
પ્લેટફોર્મ ફી વધારને ₹15 કરી. 3 સપ્તાહમાં ત્રીજી વાર પ્લેટફોર્મ ફી વધારી.
BHEL
MB પાવર પાસેથી ₹2600 કરોડનો ઓર્ડર મળ્યો. મધ્ય પ્રદેશમાં 800 MW પાવર પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો. કંપની બોયલર અને ટર્બાઈન જનરેટર સપ્લાઈ કરશે.
Poly Medicure
યુરોપિયન કાર્ડિયોલોજી કન્ઝ્યુમેબલ્સ કંપની પેન્ડ્રેકેરનું અધિગ્રહણ કર્યું. અધિગ્રહણ માટે ડીલની કુલ વેલ્યુ 1.4 કરોડ યૂરો.
Force Motors
ઓગસ્ટ બિઝનેસ અપડેટ વર્ષ દર વર્ષના આધારે કુલ સેલ્સ 2,299 યુનિટથી 4.52% વધી 2403 યુનિટ રહ્યું.
Prestige Estates
હૈદરાબાદની સબ્સિડરી કંપનીને ₹161 કરોડની GST નોટિસ મળી.
Varun Beverages
જેગર રિન્યુએબલ્સમાં 26% હિસ્સાનું અધિગ્રહણ કરશે. રાજસ્થાનમાં કંપની કેપ્ટિવ સોલર પાવર સપ્લાઈ કરશે.
IIFL Finance
પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ₹300 કરોડ perpetual debt issue કરવા મંજૂરી મળી.
Can Fin Homes
બોર્ડ પાસેથી મંજૂરી મળી. પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ₹10,000 કરોડના NCDsને ઈશ્યુ કરવા મંજૂરી મળી.
SAIL
બોર્ડ પાસેથી મંજૂરી મળી. બોર્ડ પાસેથી MoAમાં વિસ્તાર માટે મંજૂરી મળી. MoA એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ બિઝનેસ પણ સામેલ થયા.
Campus Activewear
સિડકુલ પંતનગરમાં જમીન અને બિલ્ડિંગ્સ ₹74.75 કરોડમાં ખરીદી કરી. FY28 સુધી વધારીની 72 લાખ પેયર્સ ક્ષમતા ઉમેરવા માટે ₹230 કરોડના મૂડીખર્ચની યોજના કરી.
GHV Infra Projects
GHV ઈન્ડિયા પાસેથી ₹120 કરોડનો સબ-કોન્ટ્રેક્ટ મળ્યો. ઝારખંડમાં સાઉથ ઈસ્ટર્ન રેલ્વે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે ઓર્ડર મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.