Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સે CPPIBમાં ₹1500 Crના રોકાણનો પહેલો તબક્કો પૂરો કર્યો. CPPIB એટલે કે કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ છે. હોસ્પિટાલિટી સબ્સિડિરી પ્રેસ્ટિજ હોસ્પિટાલિટી વેન્ચર્સમાં પૂર્ણ કર્યો.

અપડેટેડ 10:25:11 AM Oct 16, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

JIO FINANCIAL

સપ્ટેમ્બર 2026ની ત્રિમાસિકમાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે ₹340.44 કરોડનો કન્સોલિડેટેડ નફો નોંધાવ્યો હતો. વાર્ષિક ધોરણે કંપનીની કુલ આવક (ડિવિડન્ડ સિવાય) 132% વધીને ₹1,699 કરોડ થઈ હતી. જ્યારે પ્રી-પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ (ડિવિડન્ડ સિવાય) 85% વધીને ₹574 કરોડ અને એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 154% ઉછળીને ₹37,320 કરોડ પર પહોંચ્યું હતું.


Tech Mahindra

સપ્ટેમ્બર 2026ની ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ટેક મહિન્દ્રાનો કન્સોલિડેટેડ નફો 32.7% વધીને ₹1,585.6 કરોડ થયો હતો, જ્યારે કંપનીની આવક 15.6% ઉછળીને ₹16,180.2 કરોડ પર પહોંચી હતી. ડૉલરના સંદર્ભમાં કંપનીની આવક આ સમયગાળા દરમિયાન 6.7% વધીને $169.3 કરોડ થઈ હતી. આ ઉપરાંત, કંપનીના બોર્ડે શેરદીઠ ₹15ના ડિવિડન્ડ અને 1:1ના રેશિયોમાં બોનસ શેર એટલે કે દરેક એક શેર સામે એક બોનસ શેર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Wipro

સપ્ટેમ્બર 2026ની ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે વિપ્રોનો કન્સોલિડેટેડ નફો 1.4% ઘટીને ₹3,200.6 કરોડ રહ્યો હતો. જોકે, કંપનીની કન્સોલિડેટેડ આવક 9.06% વધીને ₹24,752.7 કરોડ પર પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની IT સર્વિસિસની આવક 8.95% વધીને ₹24,667 કરોડ થઈ હતી, જ્યારે ડૉલરના સંદર્ભમાં IT સર્વિસિસની આવક 0.3% વધીને 261.15 કરોડ ડૉલર થઈ હતી. જોકે, IT સર્વિસિસનું EBIT માર્જિન 20 બેસિસ પોઈન્ટ ઘટીને 16.5% રહ્યું હતું. ડિસેમ્બર ત્રિમાસિક માટે કંપનીએ અંદાજ વ્યક્ત કર્યો છે કે IT સર્વિસિસની આવક 257.1 કરોડથી 262.5 કરોડ ડૉલરની વચ્ચે રહી શકે છે.

Persistent System

સપ્ટેમ્બર 2026ની ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સનો કન્સોલિડેટેડ નફો 25.4% ઘટીને ₹351.5 કરોડ રહ્યો હતો, જ્યારે કંપનીની આવક 30.3% ઉછળીને ₹4,663.9 કરોડ પર પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીનો EBIT 19.5% વધીને ₹697.7 કરોડ થયો હતો, જોકે EBIT માર્જિન 130 બેસિસ પોઈન્ટ ઘટીને 15% પર આવી ગયું હતું.

Angel One

સપ્ટેમ્બર 2026ની ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે એન્જલ વનનો કન્સોલિડેટેડ નફો 58.2% વધીને ₹335 કરોડ થયો હતો, જ્યારે કંપનીની આવક 18.7% ઉછળીને ₹1,427 કરોડ પર પહોંચી હતી.

Mankind Pharma

બેલ્જિયન બાયોટેક કંપની Armed Cell Therapeuticsનું અધિગ્રહણ કરશે. 70% હિસ્સો ₹511.18 કરોડમાં અધિગ્રહણ કરશે. કંપનીનો નેક્સ્ટ-જનરેશન CAR-T કેન્સર થેરાપીમાં પ્રવેશ થશે.

Solar Industries

સોલર એક્સપ્લોકેમએ શિવશક્તિ ઇન્ડસ્ટ્રિયલ એક્સપ્લોઝિવ્સમાં ₹115.02 Crમાં અધિગ્રહણ કરશે. સબ્સિડરી કંપની છે સોલર એક્સપ્લોકેમ લિમિટેડ. શિવશક્તિ ઇન્ડસ્ટ્રિયલ માઈનિંગ અને ઈન્ડસ્ટ્રિયલ ઉપયોગ માટે એક્સપ્લોઝિવ્સના ઉત્પાદન, હોલસેલ, સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશનમાં કાર્યરત છે.

Maruti Suzuki

ITATનો 8 FYs માટે આદેશ તરફેણમાં આપ્યો. પોઝિટિવ ટેક્સ ઈમ્પેક્ટ આશરે ₹13,000 કરોડ, જેમાં વ્યાજનો સમાવેશ થાય છે. કંપનીની કન્ટિન્જન્ટ લાયબિલિટી આશરે ₹6,300 કરોડ ઘટશે.

Prestige Estates

પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સે CPPIBમાં ₹1500 Crના રોકાણનો પહેલો તબક્કો પૂરો કર્યો. CPPIB એટલે કે કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ છે. હોસ્પિટાલિટી સબ્સિડિરી પ્રેસ્ટિજ હોસ્પિટાલિટી વેન્ચર્સમાં પૂર્ણ કર્યો.

IRCTC

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યા. ડિજિટલ, થર્ડ-પાર્ટી ફૂડ સેફ્ટી અને હાઈજીન ઓડિટ માટે કરાર કર્યા. ઓડિટ FSSAI રેગ્યુલેશન્સ અને આંતરરાષ્ટ્રીય કલિનરી માપદંડોના પાલન પર થશે. ઈન્સ્પેક્ટર્સ મોબાઈલ એપ વાપરશે. જેમાં જીઓ-ટેગિંગ, ટાઈમ-સ્ટેમ્પિંગ અને ફોટોગ્રાફિક પુરાવા ફરજિયાત છે.

આ શેરો પર પણ રહેશે નજર

આજે આ કંપનીઓનાં પરિણામો જાહેર થશે: પંજાબ નેશનલ બેંક, એલટીએમ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ, ડીએલએફ, ફેડરલ બેંક, જિંદલ સૉ, ઓબેરોય રિયલ્ટી, શોપર્સ સ્ટોપ, તેજસ નેટવર્ક્સ, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક અને અર્બન કંપની.

આવતીકાલે, 17 ઑક્ટોબરે આ કંપનીઓનાં પરિણામો જાહેર થશે: એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આઈડીબીઆઈ બેંક, યસ બેંક, સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક, બજાજ હેલ્થકેર, ઇન્ડિયા સિમેન્ટ્સ, લે ટ્રાવેન્યૂઝ ટેક્નોલોજી (ઇક્સિગો), ક્રોસ અને રોઝરી બાયોટેક.

નિફ્ટી 23,000 ની નીચે ખૂલ્યો, સેન્સેક્સમાં 187 પોઈન્ટનો લપસ્યો; ટેક મહિન્દ્રા ૩% વધ્યો, યસ બેંકમાં ઘટાડો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2026 10:25 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.