Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અપોલો ટાયર્સમાં મોટી બ્લૉક ડીલ થઈ હતી. વોરબર્ગ પિંકસની શાખા એમેરાલ્ડ સેજ ઇન્વેસ્ટમેન્ટએ 2.70 Cr શેર્સ ₹435/Shના ભાવ પર વેચ્યા.

અપડેટેડ 10:32:09 AM Aug 28, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

LENSKART

LENSKARTમાં ₹1313 Crની મોટી બ્લૉક ડીલ શક્ય. Alphawave બ્લૉક ડીલ દ્વારા હિસ્સો વેચશે. બ્લૉક ડીલ દ્વારા 1.2% હિસ્સો વેચશે. બ્લૉક ડીલ માટે ₹630/Sh ફ્લોર પ્રાઈસ શક્ય છે. CMPથી 1.7% પર ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. બ્લૉક ડીલ બાદ 45 દિવસનો લોન-ઈન શક્ય.


GE SHIPPING

બોર્ડે શેર બાયબેકને મંજૂરી આપી. ₹1530/Shના ભાવ પર બાયબેકને મંજૂરી આપી. 58.82 Lk ઈક્વિટી શેર્સના બાયબેકને મંજૂરી આપી. કંપની શેર બાયબેક પર ₹900 Cr સુધી ખર્ચ કરશે.

TATA POWER 

સબ્સિડરી TPRELએ બીકાનેરમાં સોલર પ્રોજેક્ટ શરૂ કર્યો. ટાટા સ્ટીલ માટે 72.5 MW કૅપ્ટિવ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યો. ટાટા સ્ટીલ માટે ડીકાર્બોનાઇઝેશન, સસ્ટેનેબિલિટીને સપોર્ટ મળશે. પ્રોજેક્ટથી વાર્ષિક 166 MU ગ્રીન એનર્જી ઉત્પાદનની અપેક્ષા છે. પ્રોજેક્ટ પછી TPRELની રિન્યુએબલ યુટિલિટી ક્ષમતા 12.3 GW છે.

TEJAS NETWORK

TCS પાસેથી ₹1537 Crનો ઓર્ડર મળ્યો. BSNL 4G મોબાઈલ નેટવર્ક સાઇટ્સ માટે ઇક્વિપમેન્ટ, એક્સેસરીઝ અને ઇન્સ્ટોલેશન મટીરિયલ્સ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો. રેડિયો એક્સેસ નેટવર્ક ટૂલ્સના સપ્લાઈ માટે ઓર્ડર મળ્યો.

Dr Agarwal's Health

આંખની હોસ્પિટલે ચેન્નાઈમાં વિશ્વનું પહેલું સેન્ટર શરૂ કર્યું. પહેલું પિનહોલ પ્યુપિલોપ્લાસ્ટી (PPP) સેન્ટર શરૂ કર્યું. રેટિના/કોર્નિયા સંબંધિત જટિલ સમસ્યાઓ અને એવી સ્થિતિ જેમાં સામાન્ય ચશ્મા કે IOL લેન્સ કામ નથી કરતા, તેની સારવાર માટે કામ કરશે.

NBCC

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પાસેથી ઓર્ડર મળ્યો. SCERT, ઓડિશા અને કેનેરા બેન્ક પાસેથી પણ ઓર્ડર મળ્યો. કંપનીને ₹134 કરોડના મલ્ટિપલ ઓર્ડર્સ મળ્યા.

Texmaco Rail

જર્મનીની કંપની (BVV)Bochumer Verein Verkehrstechnik સાથે કરાર કર્યા. રેલવે વ્હીલ્સ, વ્હીલ સેટ્સ અને એક્સલ માટે કરાર કર્યા.

RPP Infra

તામિલનાડુ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ₹205.89 Crનો ઓર્ડર રદ્દ કર્યો. કંપનીને ફેબ્રુઆરી 2026માં ઓર્ડર મળ્યો હતો.

Adani Power

અદાણી પાવરએ JV કંપની અદાણી ConneX સાથે JV સાથે શેર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યા. ચંદેનવલે ઇન્ફ્રા પાર્કનો 100% હિસ્સો અદાણી ConneX ને વેચશે. ₹535.69 Crમાં 100% હિસ્સો અદાણી ConneX ને વેચશે. અદાણી પાવરની ડેટા સેન્ટર સબ્સિડરી કંપની છે ચંદેનવલે ઇન્ફ્રા પાર્ક છે. અદાણી એન્ટરપ્રાઈસિસ અને EdgeConneX ની JV કંપની છે અદાણી ConneX.

Kotak Mah Investments

સિદ્ધાર્થ ગંડોત્રાએ કંપનીના CFO તરીકે રાજીનામું આપ્યું. 31 ઓગસ્ટે સિદ્ધાર્થ ગંડોત્રાનો CFO પદ તરીકે કાર્યકાળ પૂરો થશે. હિરેન વોરાનીની કંપનીના CFO તરીકે નિયુક્તિ કરી. 1 સપ્ટેમ્બરથી CFO પદ સંભાળશે હિરેન વોરાની.

Wipro

વિપ્રોએ ગુગલ ક્લાઉડ સાથે સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશિપનો વિસ્તાર કર્યો. Gemini અને એજન્ટિક AI માટે સ્કેલ અપ કરવાની તૈયારી છે.

Ather Energy & Hero MotoCorp

એથર એનર્જીમાં હીરો મોટો કોર્પ હિસ્સો વધારશે. એથર એનર્જીમાં વધારાનું ₹1758 Cr રોકાણ કરશે. હાલના શેરધારકો પાસેથી એથર એનર્જીના શેર્સ ખરીદશે. એથર એનર્જીમાં હીરો મોટો કોર્પનો હિસ્સો 29.88% છે. ડીલ બાદ હિસ્સા વધી 32.8% થશે.

Star Cement

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે 22 ઓગસ્ટથી રાજ્ય સરકારને કોઈ સેસ ચૂકવવાની જરૂર નથી. કંપનીએ FY26માં ₹35.5 Cr મિનરલ સેસ ચુકવ્યું છે. FY27માં હાલ સુધી ₹10.5 Cr ચુકવ્યા. MMDR એક્ટ માં થયેલા સુધારા બાદ રાહત મળી. MMDR: Mines and Minerals Development and Regulation. મિનરલ રાઇટ્સ પર રાજ્ય સરકારો દ્વારા લાગુ કરાતા વધારાના લેવી/ટેક્સ પર નિયંત્રણ મુકાયું.

Union Bank

S&P એ US $ સીનિયર અનસિક્યોર્ડ નોટ્સ માટે રેટિંગ BBB કર્યા.

Mahindra Lifespace

4 એસોસિએટ કંપનીઓમાં રહેલો હિસ્સો ₹80 Crમાં વેચ્યો. ફંડનો ઉપયોગ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને નવા રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ્સ માટે કરશે.

LIC

બજાજ ફાઇનાન્સના ₹5,000 કરોડના NCD ઇશ્યૂમાં સબ્સ્ક્રાઇબ કર્યા.

LIC Housing Fin

NCLT ઓર્ડર માત્ર સુભાષ ચંદ્રા સામેની પર્સનલ ગેરંટર ઈન્સોલ્વન્સી કાર્યવાહી પૂરતી મર્યાદિત. borrower એન્ટિટીઝને અસર નહીં. સિક્યોર્ડ અને પ્લેજ્ડ એસેટ્સ પર પોતાના તમામ અધિકારો જાળવી રાખ્યા છે. લોન એકાઉન્ટ્સ પર રિકવરી અને એન્ફોર્સમેન્ટ કાર્યવાહી ચાલુ રાખશે.

Apollo Tyres

અપોલો ટાયર્સમાં મોટી બ્લૉક ડીલ થઈ હતી. વોરબર્ગ પિંકસની શાખા એમેરાલ્ડ સેજ ઇન્વેસ્ટમેન્ટએ 2.70 Cr શેર્સ ₹435/Shના ભાવ પર વેચ્યા.

DCB Bank

ઓમાન ઇન્ડિયા જોઈન્ટ વેન્ચર ફંડે 37 લાખ શેર્સ વેચ્યા. ₹217.01/Shના ભાવ પર 37 Lk શેર્સ વેચ્યા.

Happiest Minds Tech

પોલ્યુનિન ઇમર્જિંગ માર્કેટ્સ સ્મોલ કેપ ફંડે 8.30 લાખ શેર્સ ખરીદ્યા. ₹429.92 પ્રતિશેરના ભાવ પર શેર્સ ખરીદ્યા.

Aye Finance

આય ફાઇનાન્સમાં ગઈકાલે મોટી બ્લૉક ડીલ થઈ હતી. આલ્ફા વેવ ઇન્ડિયા I LPએ 1.92 Cr શેર્સ ₹168/Shના ભાવ પર વેચ્યા.

Foseco India

ફોસેકો ઇન્ડિયામાં ગઈકાલે મોટી બ્લૉક ડીલ થઈ હતી. મોર્ગન ટેરાસેન BV અને મોર્ગનાઇટ ક્રુસિબલેએ 11.51 Lk શેર્સ વેચ્યા. ₹5897 Crમાં 11.51 Lk શેર્સ વેચ્યા.

ICICI Prudential AMC

ICICI પ્રુડેન્શિયલ AMCમાં મોટી બ્લૉક ડીલ થઈ હતી. પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ્સે ₹3065/Shના ભાવ પર 98.85 લાખ શેર્સ વેચ્યા. ખરીદદારનું નામ હજુ સામે આવ્યું નથી.

નિફ્ટી 24,100 ઉપર ખુલ્યો, સેન્સેક્સ 166 પોઈન્ટ વધ્યો; લેન્સકાર્ટ, એથર એનર્જી ફોકસમાં

MoneyControl News

MoneyControl News

First Published: Aug 28, 2026 10:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.