Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ગિફ્ટ નિફ્ટીમાં નિફ્ટીની થશે ડેલી એક્સપાયરી. NSE IXએ 0DTE પર નવું સર્કુલર જાહેર કર્યું. 13 ઓક્ટોબરથી થશે ડેલી એક્સપાયરી. સોમવારથી શુક્રવાર સુધી રોજ થશે એક્સપાયરી. ગિફ્ટ નિફ્ટીમાં ટિક સાઈઝ $0.5 છે.

અપડેટેડ 09:52:26 AM Sep 30, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Man Industries

મેન ઈન્ડસ્ટ્રીઝને લાગ્યો ઝટકો. કંપનીના બે ટોચના અધિકારીઓ સામે SEBIની કાર્યવાહી. કંપનીના ચેરમેન, MD પર માર્કેટમાં બિઝનેસ પર પ્રતિબંધ મૂક્યો. ચેરમેન રમેશ મનસુખાની અને MD નિખિલ મનસુખાની પર પ્રતિબંધ મૂક્યો. ફંડ ડાયવર્ઝન માટે `25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. 2015થી 2021 વચ્ચે ફંડની ખોટી જાણકારી આપી. કંપનીએ પોતાની સાચી નાણાકીય સ્થિતિ છુપાવી હતી.


ONGC, OIL India, OMCs

બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો આવ્યો. ઈરાક સપ્લાઈ ફરી શરૂ થવાને કારણે બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો આવ્યો. ગઈકાલે 4% ઘટી ક્રૂડ $67ની નજીક છે. 1 દિવસમાં બ્રેન્ટ ક્રૂડ લગભગ $2/બેરલથી વધુ તૂટ્યો.

Uno Minda

2027થી ઈલેક્ટ્રીક કાર, બસ, ટ્રકને AVAS લેસ કરવું પડશે. AVAS એટલે કે એકોસ્ટિક વ્હીકલ એલર્ટિંગ સિસ્ટમ્સ. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે નોટીફિકેશન જાહેર કર્યું.

UPL + CAPLIN POINT

સરકારી સૂત્રો દ્વારા ભારત અને બ્રાઝિલના ટ્રેડ સચિવોની બિઝનેસ વેગ આપવાના હેતુથી બેઠક યોજશે. ભારત 7 ઓક્ટોબરે બ્રાઝિલ સાથે ઔપચારિક ટ્રેડ મોનિટરિંગ મિકેનિઝમ બેઠક યોજશે.

Tata Motors

મૂડીઝએ JLRને BA1 રેટિંગ આપ્યા. સાઈબર અટેકને કારણે આઉટલુક નેગેટિવ કર્યા. મૂડીઝના મતે જરૂર પડે ત્યારે કંપની JLRને નાણાકીય મદદ આપી શકે છે. મૂડીઝ દ્વારા કંપનીના BA1 ક્રેડિટ રેટિંગની પુષ્ટિ કરવામાં આવી.

TATA STEEL

નેધરલેન્ડ સરકાર સાથે કરાર કર્યા. Decarbonisation, હેલ્થ પ્રોજેક્ટના ઈન્ટીગ્રેશન માટે કરાર કર્યા.

TilakNagar Ind

રમેશ S દામાણી ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને 2.5 લાખ શેર ફાળવ્યા. અબાક્કુસ ડાઇવર્સિફાઇડ આલ્ફા ફંડ અને અબાક્કુસ ગ્રોથ ફંડ II ને 8.6 લાખ શેર ફાળવ્યા. બાક્કુસ ડાઇવર્સિફાઇડ આલ્ફા ફંડ II ને પણ 7.3 લાખ શેર ફાળવ્યા.

Jewlery stocks

જ્વેલર્સ માટે લોન શરતો સરળ કરી. લોન સ્વિચિંગની જરૂરિયાતો હળવી કરવામાં આવી. ફ્લોટિંગ રેટથી ફિક્સ રેટ પર સ્વિચ કરવાની છૂટ આપવામાં આવી. નોન-એક્સપોર્ટર્સ માટે ગોલ્ડ લોનની જરૂરિયાતો પણ સરળ કરી. લોનની ચુકવણીનો સમયગાળો 180 દિવસથી વધારીને 270 દિવસ કરવામાં આવ્યો. ગોલ્ડ લોન પર નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે.

Blue Dart

1 જાન્યુઆરી 2026થી સરેરાશ શિપમેન્ટ પ્રાઈસ વધારશે કંપની. 1 જાન્યુઆરી 2026થી 9-12%ની રેન્જમાં પ્રાઈસ વધારશે. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 સુધી ઓનબોર્ડ થયેલા નવા ગ્રાહકો પર લાગૂ નહીં.

Godrej Agrovet

SEBI પાસેથી કંપનીને વોર્નિંગ મળી. એસ્ટેક લાઇફસાયન્સિસને લગતા એક્વિઝિશન નિયમોના ઉલંધ્ધન મામલે વોર્નિંગ મળી. એક્વિઝિશન માટે ડિસ્ક્લોઝરમાં વિલંબના કુલ ચાર કિસ્સા જોવા મળ્યા.

RailTel

વિશાખાપટ્ટનમ પોર્ટ ઓથોરિટી પાસેથી ₹37.5 કરોડનો ઓર્ડર મેળ્યો. વિડીયો એનાલિટિક્સ અને IoT દ્વારા સ્માર્ટ વિડીયો સર્વેલન્સ માટે ઓર્ડર મળ્યો.

BEL

કંપનીને 16 સપ્ટેમ્બરથી હાલ સુધીમાં ₹1092 Crનો ઓર્ડર મળ્યો.

DCX Systems

કંપનીને કુલ ₹49.89 કરોડનો પર્ચેઝ ઓર્ડર મળ્યો. ઇલેક્ટ્રોનિક મોડ્યુલ એસેમ્બલી માટે ₹30.32 કરોડનો ઓર્ડર મળ્યો. ઈઝરાયલ કંપની ELTA સિસ્ટમ્સ લિમિટેડ પાસેથી ઓર્ડર મળ્યો. કેબલ અને વાયર હાર્નેસ એસેમ્બલી માટે ₹19.57 Crનો ઓર્ડર મળ્યો. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પાસેથી ઓર્ડર મળ્યો.

Globus spirits

વિશ્વની પ્રહેલી પ્રીમિયમ વોડકા 'TERAI India Craft Vodka’નું અનાવરણ કર્યું. રાજસ્થાનમાં 750 મિલી બોટલની કિંમત ₹2245 છે. બ્રાન્ડ ટૂંક સમયમાં દિલ્હી, ગુડગાંવ, ગોવા અને મુંબઈમાં વિસ્તરણ કરશે.

Thomas Cook

સબ્સિડરી કંપનીએ સ્ટર્લિંગ હોલીડે રિસોર્ટ્સે સ્ટર્લિંગ રામપથ અયોધ્યા હોટલ લોન્ચ કરી. કંપની 67મી પ્રોપર્ટી અને 11મું આધ્યાત્મિક સ્થળ છે. સમગ્ર ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પર્યટન મંત્રાલય સાથે કરાર કર્યા.

M&M

સબ્સિડરી sampo Rosenlew (સેમ્પો રોઝનલ્યુ)નો સંપૂર્ણ હિસ્સો ₹52 કરોડમાં Teraને વેચશે. FY25 માટે sampo Rosenlewની આવક ₹370.98 કરોડ હતી. જે કુલ આવકના ટર્નઓવરમાં 0.23% યોગદાન આપે છે.

Avenue supermarts

નવી દિલ્હી ખાતે મોતી નગરમાં એપિકાહ મોલ અને બિઝનેસ સેન્ટર ખાતે એક નવો સ્ટોર ખોલ્યો. કંપનીની કુલ સ્ટોર્સની સંખ્યા 431 છે.

IRFC

MAHAGENCO પાસેથી ₹10560 Cr માટે કરાર કર્યા. MAHAGENCO એટલે કે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની. મહારાષ્ટ્રમાં કોરાડી થર્મલ વિસ્તરણ પ્રોજેક્ટ માટે કરાર કર્યા. HPGCL સાથે ₹5929 Crના ટર્મ લોન એગ્રીમેન્ટ માટે કરાર કર્યા. HPGCL એટલે કે હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડ. 800 MW યમુનાનગર પ્રોજેક્ટ માટે કરાર કર્યા.

BSE+NUVAMA

ગિફ્ટ નિફ્ટીમાં નિફ્ટીની થશે ડેલી એક્સપાયરી. NSE IXએ 0DTE પર નવું સર્કુલર જાહેર કર્યું. 13 ઓક્ટોબરથી થશે ડેલી એક્સપાયરી. સોમવારથી શુક્રવાર સુધી રોજ થશે એક્સપાયરી. ગિફ્ટ નિફ્ટીમાં ટિક સાઈઝ $0.5 છે.

Allcargo gati

એક્સપ્રેસ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસ માટે જનરલ પ્રાઈસ સરેરાશ 10.2% વધાર્યા. નવા પ્રાઈસ 1 જાન્યુઆરી 2026થી અમલમાં મુકાશે.

PN Gadgil

કંપનીએ નાગપુરમાં શોપ ઈન શોપ લોન્ચ કરી. કંપનીની લાઇટસ્ટાઇલ બ્રાન્ડ લાઈટ વેઈટ જ્વેલરી માટે જાણીતી છે. લોન્ચની ઉજવણી કરવા મેકિંગ ચાર્જ પર 50% ડિસ્કાઉન્ટની ઓફર છે.

Stanley lifestyle

શ્રીલંકાની કંપની Singer PLC સાથે એક્સક્લુઝિવ કરાર કર્યા. શ્રીલંકામાં 'Sofas & More'ના ડિસ્ટ્રીબ્યુટ SLL પ્રોડક્ટના વિસ્તરણ અને માર્કેટિંગ માટે કરાર કર્યા.

Brand concepts

રિલાયન્સ બ્રાન્ડ્સ સાથે એક્સક્યુઝિવ લાયસન્સ કરાર કર્યા. ભારતમાં સુપરડ્રાય ટ્રાવેલ ગિયર અને હેન્ડબેગ્સનો વિસ્તાર કરવા માટે કરાર કર્યા.

INFO EDGE

Zwayam ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડમાં ₹12 કરોડનું રોકાણ કરશે. ઈન્ફો એજની સબ્સિડરી કંપની છે Zwayam ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 30, 2025 9:52 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.