Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

સબ્સિડરી RCCPL બિડર તરીકે જાહેર કર્યો. તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં ગુડા-રામપુર લાઈમસ્ટોન અને મેંગેનીઝ બ્લોક માટે બિડ મેળવી. કંપનીએ 3.34 square કિલોમીટરના બ્લોક માટે 57.10%ની સૌથી કિંમતની ઓફર સબમિટ કરીને આ સ્થાન મેળવ્યું.

અપડેટેડ 10:44:40 AM Sep 23, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Maruti Suzuki

નવરાત્રીના પહેલા દિવસે કંપનીએ લગભગ 30,000 કારની ડિલિવરી કરી. 80,000 પૂછપરછ મળી.


Hyundai

નવરાત્રીના પહેલા દિવસે લગભગ 11,000 કારની ડિલિવરી કરી. છેલ્લા 5 વર્ષમાં આ કંપનીનું એક દિવસનું સૌથી વધુ પ્રદર્શન રહ્યું. કંપનીને તહેવારોની માંગ સતત રહેવાની અપેક્ષા.

ALKEM LAB

ભારતમાં Pertuza દવા લોન્ચ કરી. Pertuza પેર્ટુઝુમાબનું બાયોસિમિલર છે. HER2-પોઝિટિવ સ્તન કેન્સરની સારવારમાં દવાનો ઉપયોગ કરશે. GST ઓર્ડર મળ્યો. ₹35.11 Crની માંગ અને ₹3.51 Crની પેનેલ્ટી માટે GST ઓર્ડર મળ્યો. કંપનીની આદેશ વિરૂદ્ધ અપીલ કરશે.

KEC International

કંપનીને ₹3,243Crના નવા ઓર્ડર મળ્યા. પ્રોજેક્ટ્સ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન (T&D) સેગમેન્ટમાં ઓર્ડર મળ્યા. ઓર્ડરમાં UAEમાં 400 kV ટ્રાન્સમિશન લાઇનનો સમાવેશ થાય છે. અમેરિકામાં ટાવર, હાર્ડવેર & પોલ્સની સપ્લાય માટે EPC ઓર્ડર છે.

Dr Reddy

CHMP, યુરોપિયન મેડિસિન એજન્સી પાસેથી પોઝિટીવ અભિપ્રાય મળ્યો. CHMP એટલે કે Committee for Medicinal Products for Human Use. Denosumab Biosimilar AVT03 માટે પોઝિટીવ અભિપ્રાય મળ્યો. આ યુરોપમાં અંતિમ મંજૂરી તરફનું એક પગલું છે. હાડકાના રોગો માટે દવાનો ઉપયોગ થશે.

Birla Corp

સબ્સિડરી RCCPL બિડર તરીકે જાહેર કર્યો. તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં ગુડા-રામપુર લાઈમસ્ટોન અને મેંગેનીઝ બ્લોક માટે બિડ મેળવી. કંપનીએ 3.34 square કિલોમીટરના બ્લોક માટે 57.10%ની સૌથી કિંમતની ઓફર સબમિટ કરીને આ સ્થાન મેળવ્યું.

Brigade Enterprises

સાઉથ બેંગલુરૂમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે કરાર કર્યા. બનાશંકરી ખાતે 7.5 એકરમાં આવેલ પ્રોજેક્ટને ડેવલપ કરશે કંપની. પ્રોજેક્ટ ડેવલપ માટેની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹1200 Cr છે.

RVNL

સૌથી ઓછા બોલી લગાવનાર (L1) તરીકે ઉભરી છે. સાઉથન રેલવે પાસેથી ₹145.35 Crના પ્રોજેક્ટ માટે બોલી જીતી.

Suraj Estate Developers

દાદરમાં શિવાજી પાર્ક ખાતે ‘Suraj Park View 1’ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. પ્રોજેક્ટની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹250 કરોડ છે.

JK Lakshmi Cement

સુરતમાં 1.35 MTPA ની ક્ષમતા સાથે વધારાની ગ્રાઇન્ડીંગ યુનિટ શરૂ કરી. તેમની હાલની ગ્રાઇન્ડીંગ ક્ષમતાને બમણી કરીને 2.7 MTPA કરી. કંપનીને પશ્ચિમ ભારતીય ક્ષેત્રમાં હાજરી વધવાની અપેક્ષા છે. સિરોહીના જયકયપુરમ ખાતે સિમેન્ટ મિલોના અવરોધો દૂર કર્યા.

Glenmark Pharma

26 સપ્ટેમ્બરે કંપનીની બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં FY26 માટે વચગાળાના ડિવિન્ડ માટે વિચાર કરશે. ડિવિડન્ડ 30 સપ્ટેમ્બરે જાહેર કરશે.

JBM Auto

JBM ઈલેક્ટ્રીકએ UAE કંપની Al Habtoor Motors સાથે કરાર કર્યા. JBM ઓટોની સબ્સિડરી કંપની છે JBM ઈલેક્ટ્રીક. UAEમાં ઇલેક્ટ્રિક મોબિલિટી (ઇ-મોબિલિટી) સોલ્યુશન્સનું વિસ્તરણ કરશે કંપની.

RDB Infrastructure & Power

મહારાષ્ટ્રના નાગપુર નજીક સોલર પ્રોજેક્ટ માટે MoU કર્યા. સોલર પાવર પ્રોજેક્ટ 5 સ્થળોએ અમલમાં મૂકવામાં આવશે. કુલ EPC કોન્ટ્રેક્ટ વેલ્યુ ₹225 કરોડ છે.

POWER INDIA

ઓક્ટોબર સિરીઝથી પાવર ઈન્ડિયા વાયદામાં સામેલ થશે.

નિફ્ટી 25,200 ઉપર, સેન્સેક્સ 57 પોઈન્ટ વધ્યો; ઓટો ઇન્ડેક્સ 1% વધ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 23, 2025 10:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.