Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ડિસેમ્બર ક્વાર્ટરમાં, વાર્ષિક ધોરણે, ઇન્ડિયન બેંકનો કુલ વ્યવસાય 13.4% વધીને ₹14.30 લાખ કરોડ થયો, કુલ થાપણો 12.5% ​​વધીને ₹7.90 લાખ કરોડ થઈ અને ગ્રોસ એડવાન્સ 14.5% વધીને ₹6.40 લાખ કરોડ થઈ.

અપડેટેડ 10:01:04 AM Jan 02, 2026 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Maruti Suzuki

કંપનીનું 42 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ હોલસેલ વેચાણ. વર્ષ દર વર્ષના આધાર પર ડિસેમ્બર મહિનામાં કુલ વેચાણ 32% વધીને 2.17 લાખ યુનિટ્સ પાર છે. એક્સપોર્ટમાં પણ વધારો, કુલ 9,900થી વધુ યુનિટ્સ એક્સપોર્ટ છે. રિટેલ સેલ્સ ઓલ ટાઈન હાઈ પર,લગભગ 2.86 લાખ યુનિટ્સ નોંધાયા. પેન્ડિંગ બુકિંગ્સ 1.75 લાખ યુનિટ્સ પર મજબૂત છે. ડીલર્સ પાસે માત્ર 3 દિવસની ઈન્વેન્ટ્રી છે.


Hyundai Motor

ડિસેમ્બરમાં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 6.6% વધીને 58,702 યુનિટ થયું. સ્થાનિક વેચાણ 42,416 યુનિટ રહ્યું, જ્યારે નિકાસ 26.5% વધીને 16,286 યુનિટ થઈ.

Hero Moto

TVS Motor

ડિસેમ્બરમાં ટીવીએસ મોટર કંપનીનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 50% વધીને 4.81 લાખ યુનિટ થયું છે. ટુ-વ્હીલરનું વેચાણ 48% વધીને 4.61 લાખ યુનિટ થયું છે, ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 77% વધીને 35,605 યુનિટ થયું છે, અને થ્રી-વ્હીલરનું વેચાણ 110% વધીને 20,318 યુનિટ થયું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેચાણ 40% વધીને 1.46 લાખ યુનિટ થયું છે.

DEVYANI INTL/SAPPHIRE FOODS

સફાયર ફૂડ્સ-દેવયાની ઇન્ટરનેશનલના મર્જરને મંજૂરી મળી. શેર સ્વેપ દ્વારા થશે મર્જર. સફાયરના 100 શેર પર દેવયાનીના 177 શેર મળશે. મર્જર બાદ KFC, પિઝ્ઝા હટ માટે એક ફ્રેંચાઈઝી બનશે. કારોબારને મજબૂત બનાવવા મર્જર થશે. રેગ્યુલેટર અને શેરહોલ્ડર્સ પાસેથી મંજૂરી હજૂ બાકી છે.

Punjab & Sind

વાર્ષિક ધોરણે, ડિસેમ્બર ક્વાર્ટરમાં પંજાબ એન્ડ સિંધ બેંકનો કુલ વ્યવસાય 11.84% વધીને ₹2.49 લાખ કરોડ થયો, થાપણો 9.27% વધીને ₹1.39 લાખ કરોડ થઈ અને ગ્રોસ એડવાન્સિસ 15.25% વધીને ₹1.10 લાખ કરોડ થયા.

South Indian Bank

ડિસેમ્બર ક્વાર્ટરમાં, વાર્ષિક ધોરણે, સાઉથ ઇન્ડિયન બેંકનું ગ્રોસ એડવાન્સ 11.27% વધીને ₹96,765 કરોડ થયું, કુલ થાપણો 12.17% વધીને ₹1.18 લાખ કરોડ થઈ, CASA (ચાલુ ખાતા બચત ખાતા) 14.65% વધીને ₹37,640 કરોડ થઈ અને CASA રેશિયો 31.15% થી વધીને 31.84% થયો.

Indian Bank

ડિસેમ્બર ક્વાર્ટરમાં, વાર્ષિક ધોરણે, ઇન્ડિયન બેંકનો કુલ વ્યવસાય 13.4% વધીને ₹14.30 લાખ કરોડ થયો, કુલ થાપણો 12.5% ​​વધીને ₹7.90 લાખ કરોડ થઈ અને ગ્રોસ એડવાન્સ 14.5% વધીને ₹6.40 લાખ કરોડ થઈ.

MOIL

કંપનીએ તમામ ફેરો ગ્રેડ્સના ભાવમાં 3%નો વધારો કર્યો. 44%+ અને 44%થી ઓછા ગ્રેડ્સના ભાવમાં વધારો કર્યો. 30%ના SMGR અને ફાઈન્સ ગ્રેડ્સના ભાવમાં 5% વધારો થયો. 25%ના SMGR ગ્રેડ્સના ભાવમાં 5% ઘટાડો કર્યો. 20%ના SMGR ગ્રેડ્સના ભાવમાં 10% ઘટાડો કર્યો. મેટલ મંડી ફાઈન્સ ગ્રેડમાં ભાવમાં 10%નો વધારો કર્યો. UKF532, DBF575, MSF592 ના ભાવમાં 10% વધારો કર્યો.

Vodafone Idea

કંપનીને ₹638Crની GST નોટિસ મળી. કંપની પેનલ્ટી ઓર્ડર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.

Ola Electric

Roadster X ઇલેક્ટ્રિક મોટરસાયકલ લૉન્ચ કર્યુ. જેનાથી કંપનીના EV 2 વ્હીલર પોર્ટફોલિયોનું વિસ્તરણ થશે.

Aurobindo Pharma

ખંડેલવાલ લેબોરેટરીઝના નોન-ઓન્કોલોજી પ્રિસ્ક્રિપ્શન ફોર્મ્યુલેશન બિઝનેસના અધિગ્રહણ માટે મંજૂરી. ₹325 Cr માટે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ દ્વારા ડીલ કરવામાં આવશે.

Olectra Greentech

ગ્રીનફિલ્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદનનું ફેઝ-1નું કમર્શિયલ કામ શરૂ કર્યુ. હૈદરાબાદના પ્લાન્ટમાં કમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યુ.

Time Technoplast

2 લીટર હાઇ-પ્રેશર સિલિન્ડર્સના ઉત્પાદન, સપ્લાઈ માટે મંજૂરી મળી. PESO એટલે કે Petroleum and Explosive Safety Organisation. સ્પેશલાઇઝ્ડ સિલિન્ડર પ્રોડક્ટ્સનું વિસ્તરણ થશે.

RailTel

કંપનીને આસામ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી પાસેથી LoA મળ્યો. કુલ ₹56 કરોડના ઓર્ડર માટે LoA મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2026 10:01 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.