બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
pharma
ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા પર ટેરિફની જાહેરાત કરી. 1 ઓક્ટોબરથી ફાર્મા પર 100% ટેરિફની જાહેરાત કરી. USથી બહાર ઉત્પાદિત દવાઓ પર 100% ટેરિફ છે. બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્મા ઉત્પાદનો પર 100% ટેરિફ છે. USમાં મેન્યુફેક્ચરિંગ પર કોઈ ટેરિફ નહીં. USમાં પ્લાન્ટ શરૂ થાય તો પણ કોઈ ટેરિફ નહીં.
Bharat Forge, Ramkrishna Forgings, Sona BLW
હેવી ટ્રકની આયાત પર 25% ટેરિફ છે. US ટ્રક ઉત્પાદકોના હિતમા આયાતી ટ્રક પર ટેરિફ છે. કોઈ મોટી અસર નહીં કારણ કે નિકાસ મોટાભાગે ઓટો કમ્પોનન્ટ્સ અને પાર્ટ્સ છે, ટ્રક નહીં.
Carysil, Stovecraft
કિચન કેબિનેટ, બાથરૂમ વેનિટી પર 50% ટેરિફ છે. અપહોલ્સ્ટેડ ફર્નિચર પર 30% ટેરિફ છે.
It Stocks
Q4માં ન્યૂ બુકિંગ 6% વધી $21.3 Bn છે. Q4માં Gen AI બુકિંગ $1.8 Bn છે. પૂરા વર્ષમાં Gen AI બુકિંગ $5.9 Bn છે. આવક ગ્રોથ 7% વધી $17.6 Bn છે. ઓપરેટિંગ માર્જિન 2.7% ઘટી 11.6% છે. એડજસ્ટેડ EPS 9% વધીને $3.03 છે. કંપની પાસે ફ્રી કેશ ફ્લો $3.8 Bn છે.
Maruti Suzuki
આ તહેવાર સિઝનમાં સોમવારથી ગુરૂવાર સુધી મજબૂત ડિમાન્ડ છે. રિટેલ સેલ્સ ગુરૂવાર સુધી 80,000 યુનિટ્સ પાર કરવાની અપેક્ષા છે. દૈનિક પૂછપરછ 40-45 હજારથી વધીને 80 હજાર થઈ. સરેરાશ દૈનિક 18,000 યુનિટનું બુકિંગ છે. 4 દિવસમાં બધા મોડેલોમાં બુકિંગમાં 35% નો વધારો થયો.
Polycab
પ્રમોટરે બ્લૉક ડીલ દ્વારા 1.5% હિસ્સો વેચ્યો. ₹7458 પ્રતિશેરના ભાવ પર ₹1740 કરોડની બ્લૉક ડીલ થઈ હતી. JP Morgan Fund ICVC ₹1107 કરોડમાં 1% હિસ્સો ખરીદ્યો. મૉર્ગન સ્ટેનલી એશિયાએ ₹219 કરોડમાં 2.9 લાખ શેર્સ ખરીદ્યા. HDFC લાઈફ, SocGen, કોટક લાઈફએ હિસ્સો ખરીદ્યો.
Tata Motors
JLR પર $2.44 બિલિયનનો સાયબર હુમલો. વૈશ્વિક ઉત્પાદન, વેચાણ અને લોજિસ્ટિક્સ ખોરવાઈ છે. સાઈબર એટેક માટે હેકિંગ ગ્રુપ `સ્કેટર્ડ લેપ્સસ$ હન્ટર્સ`જવાબદાર છે. કોર સિસ્ટમમાં ધીરે-ધીરે રિકવરી થઈ રહી છે.
TVS Motor
ઈટલીની એન્જિન એન્જિનિયરિંગ S.p.A.નું ₹518 Crમાં અધિગ્રહણ કર્યું. બોલોગ્નામાં ગ્લોબલ સેન્ટર ઓફ એક્સેલન્સના ડેવલપમેન્ટ માટે અધિગ્રહણ કર્યું. અધિગ્રહણથી પ્રીમિયમ અને ઇલેક્ટ્રિક મોટરસાઇકલમાં ઈનોવેશનને પ્રોત્સાહન મળશે.
Vodafone & JSW Steel
SCમાં આજે વોડાફોન આઈડિયાની AGR રિકેલ્યુલેશન અરજી પર સુનાવણી. ભૂષણ પાવર એન્ડ સ્ટીલ રિઝોલ્યુશન પ્લાનની પડકાર સામે અરજી પર નિર્ણય શક્ય.
RITES
કંપનીને $18 મિલિયનનો ઓર્ડર મળ્યો. દક્ષિણ આફ્રિકાના ટેલિસ લોજિસ્ટિક્સ પાસેથી ઓર્ડર મળ્યો. રિફર્બિશ ડીઝલ લોકોમોટિવ્સની સપ્લાય અને કમિશનીંગ માટે ઓર્ડર મળ્યો.
Ceigall India
કંપનીને GMADA પાસેથી ₹509 Crનો LoA મળ્યો. GMADA એટલે કે Greater Mohali Area Development Authority. રોડ કન્ટ્ર્કશનના પ્રોજેક્ટ માટે કંપનીને LoA મળ્યો.
BHEL
DIPAM એ BHEL અને REC પાવર વચ્ચેના JV પ્રસ્તાવને નકારી કાઢ્યો. DIPAM એટલે કે Department of Investment and Public Asset Management.
Supreme Petrochem
મહારાષ્ટ્રના નાગોથાણે ખાતે પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું. 70,000 TPA ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ થયો.
GAIL
જામનગર-લોણી LPG પાઇપલાઇનનું ક્ષમતા વિસ્તરણ કરશે. 3.25 થી 6.5 MMTPA સુધી પાઇપલાઇનને વિસ્તૃત કરશે. 1,107 કિમી લાંબી પાઇપલાઇન નાખશે. કંપની ₹53.5 બિલિયનનું રોકાણ કરશે. UP ખાતે નવા 20 TPD CBG પ્લાન્ટ માટે પણ રોકાણ મંજૂરી.
NTPC
રાજસ્થાનના નોખ સોલાર પ્રોજેક્ટના પ્લોટ 167 MWનું કમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું.
Zydus Lifesciences
₹35.9 Crની ડિમાન્ડ નોટીસ પર કાર્યવાહી પૂર્ણ થઈ. 35.9 Crની ડિમાન્ડ છોડી દેવામાં આવી. 2008-2017 માટે વ્યાજ અને દંડ સાથે `3.35 Crની માંગની પુષ્ટિ કરવામાં આવી હતી.
JSW Energy
સબ્સિડરી JSWRELએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી. JSWREL એટલે કે JSW રિન્યુ એનર્જી ફાઇવ લિમિટેડ. બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પર APTEL ઓર્ડર સામે અપિલ દાખલ કરી.
Exide Industries
સબ્સિડરી એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડમાં ₹80 Crનું રોકણ કર્યું. બેંગલુરુ લિ-આયન સેલ પ્લાન્ટ માટે રોકાણ કર્યું.
Nuvoco Vistas
કંપનીને ₹112.48 કરોડની કારણ બતાવો નોટીસ મળી. રાયપુરના Joint Commissioner (Prev), CGS અને સેન્ટ્રલ એક્સાઇઝ પાસેથી નોટીસ મળી. FY20–FY25ના સમયગાળા માટે કારણ બતાવો નોટિસ મળી.
SoftTech Engineers
કંપનીને ₹17.16 કરોડનો AAI ઓર્ડર મળ્યો. BIM-આધારિત મોનિટરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.