બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Reliance Industries
સરકારે વિન્ડફોલ ગેઇન્સ ટેક્સનું રિવિઝન જાહેર કર્યું. સરકારે પેટ્રોલ એક્સપોર્ટ પર વિંડફોલ ટેક્સ 0 થી વધારીને ₹1.5/લિટર કર્યો. ડિઝલ અને ATF એક્સપોર્ટ પર 50 પૈસા વિંડફોલ ટેક્સ ઘટાડ્યો. ડિઝલ પર એક્સોપર્ટ ટેક્સ 50 પૈસા ઘટી ₹25/લિટર છે. ATF પર એક્સોપર્ટ ટેક્સ 50 પૈસા ઘટી ₹19/લિટર છે. સબ્સિડરી RCPLની આઈસ્ક્રીમ માર્કેટમાં એન્ટ્રી. RCPL એટલે કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ. કંપનીએ આઈસ્ક્રીમ બ્રાન્ડ Bombay Creamery લોન્ચ કરી. આઈસ્ક્રીમની કિંમત ₹10 થી શરૂ થશે.
coal india
ઓગસ્ટ બિઝનેસ અપડેટ ડેટા જોઈએ તો CILના e-Auction વેચાણમાં 82.76 Lk Tn કોલની ફાળવણી. મહિના દર મહિનાના આધારે ફાળવણી જથ્થા 1.4% ઘટ્યો. નોટિફિકેશન પ્રાઈસની સરખામણીએ 59% પ્રીમિયમ રહ્યો. પ્રાઈસ રિયલાઈઝેશન પ્રીમિયમ 41% વધી 59% છે. પ્રાઈસ રિયલાઈઝેશન પ્રીમિયમમાં 1800 bpsનો ઉછાળો છે. એપ્રિલ-ઓગસ્ટ FY27ના 46% એવરેજથી વધુ છે. e-Auction પ્રાઈસ પ્રીમિયમમાં ઉછાળાથી હાઈ-માર્જિન e-Auction આવકનો સપોર્ટ મળ્યો.
nmdc
મહિના દર મહિનાના આધારે કુલ ઉત્પાદન 3.37 mtથી 21%થી વધી 4.07 mt છે. વર્ષના આધાર પર કુલ સેલ્સ 3.39 mtથી 5.6%થી વધી 3.58 mt છે.
wipro
ABBએ વિપ્રો સાથે કરાર વધાર્યા. ગ્લોબલ ડિજિટલ વર્કપ્લેસ સર્વિસીસ માટે કરાર લંબાવવામાં આવ્યો. ડીલ હેઠળ વર્કપ્લેસ સપોર્ટને AI-આધારિત મોડેલમાં રૂપાંતરિત કરવામાં આવશે. ABBના ગ્લોબલ ઓપરેશન્સને સપોર્ટ મળશે.
landt finance
IRDAI પાસેથી સર્ટિફિકેટ મળ્યું. કંપનીને IRDAI પાસેથી CoR સર્ટિફિકેટ મળ્યું. CoR- Perpetual Certificate of Registration છે. કોર્પોરેટ એજન્ટ તરીકે કાર્ય કરવા IRDAI પાસેથી CoR સર્ટિફિકેટ મળ્યું. કંપની હવે તેના રિટેલ લોન ગ્રાહકોને ઈન્શ્યોરન્સ પ્રોડક્ટનું વેચાણ કરી શકશે. કંપની લાઇફ, હેલ્થ અને જનરલ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટનું વેચાણ કરી શકશે.
gland pharma
US FDA પાસેથી વિશાખાપટ્ટનમના API યુનિટને ક્લીન ચિટ મળી. ક્લીન ચિટ સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 24 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.
adani green
ગુજરાતના ખાવડા ખાતે 139 MW સોલર પ્રોજેક્ટનું ઓપરેશન શરૂ કર્યું. કંપનીની કુલ ઓપરેશનલ રિન્યુએબલ ક્ષમતા વધી 20,280.8 MW.
sun pharma
સન ફાર્માની વિરૂદ્ધ US કોર્ટે સાઇફર ફાર્માસ્યુટિકલ્સના પક્ષમાં ચુકાદો આપ્યો. સન ફાર્માની USની સબ્સિડરી કંપની છે સાઇફર ફાર્માસ્યુટિકલ્સ. કાનૂની વિવાદમાં ન્યુ યોર્કની ફેડરલ કોર્ટે સન ફાર્માની પિટિશન ફગાવીને સાઇફરના પક્ષમાં ચુકાદો આપ્યો. સન ફાર્માએ સાઇફરને CAD $4.24 મિલિયનનું વળતર ચૂકવવું પડશે. કેનેડામાં Absorica LDના નેટ સેલ્સ પર 15% રોયલ્ટી આપવી પડશે. લીગલ ફી અને વ્યાજ ચૂકવવાનું રહેશે.
mphasis
જાપાનની કંપની TechnoPro સાથે કરાર કર્યા. AI-Led એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા માટે કરાર કર્યા. Blackstoneની ખાનગી માલિકીની કંપની છે TechnoPro.
epl
બ્લેકસ્ટોન ગ્રુપ એન્ટિટી એપ્સીલોન બિડકો PTEએ 8.44 Cr શેર્સ વેચ્યા. ₹240.50/Shના ભાવ 8.44 Cr શેર્સ વેચ્યા. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડએ 1.43 Cr શેર્સ ખરીદ્યા. અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, પબ્લિક સેક્ટર પેન્શન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે શેર્સ ખરીદ્યા. ICICI Prudential MF, Edelweiss MF, બંધન MF, AB સનલાઇફ ઇન્શ્યોરન્સ, 360 One એ શેર્સ ખરીદ્યા.
happiest mind technologies
BNP પરિબાસે ₹367.23 પ્રતિશેરના ભાવે 10.19 લાખ શેર્સ વેચ્યા.
hatsun agro
પબ્લિક શેરહોલ્ડર રવિ કીર્તિ શાહે 8.25 Lk શેર્સ ₹1192/Shના ભાવ પર વેચ્યા. કંપનીના ભૂતપૂર્વ MD ચંદ્રમોગન R. G. એ હિસ્સો ખરીદ્યો.
ashiana housing
ઓગસ્ટમાં 1.67 Lk sqft એરિયા બુક થયો. જેની વેલ્યુ ₹165.93 કરોડ છે. ઓગસ્ટમાં જયપુર પ્રોજેક્ટ માટે બુકિંગ નહીં, કોઈ મોટા લોન્ચ નહીં, તેથી મહિનો નરમ રહ્યો.
ujjivan small finance
RBIએ Carol Furtadoને 3 મહિના માટે વચગાળાના CEO તરીકે મંજૂરી આપી. 1 સપ્ટેમ્બર, 2026થી 3 મહિના માટે વચગાળાના CEO તરીકે નિયુક્તિ કરી. Carol Furtado પાસે 30 વર્ષથી વધુનો બેન્કિંગ અનુભવ છે. ઉજ્જીવન સેટઅપના મૂળ સ્થાપક ટીમનો હિસ્સો રહ્યા છે. Carol Furtado એ અગાઉ ચીફ બિઝનેસ ઓફિસર (CBO) તરીકે કાર્ય કર્યું છે.
Sical
સેન્ટ્રલ કોલફિલ્ડ્સ પાસેથી ₹534.73 Crનો LoA મળ્યો. કોલ ઈન્ડિયા લિમિટેડની સબ્સિડરી કંપની છે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ. કંપનીને 5-વર્ષના કોન્ટ્રાક્ટ માટે LoA મળ્યો. OB રિમૂવલ અને કોલ એક્સટ્રેક્શન માટે LoA મળ્યો.
Welspun corp
વેલસ્પન કોર્પ લિમિટેડ અને પર્મા-પાઈપ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સએ MoU કર્યા. જોર્ડનમાં ઈન્ટિગ્રેટેડ પાઈપ મેન્યુફેક્ચરિંગ અને એડવાન્સ્ડ કોટિંગ યુનિટ શરૂ કરવા માટે MoU કર્યા. બન્ને કંપનીઓ જોર્ડનમાં એક ઈન્ટિગ્રેટેડ પાઈપ મેન્યુફેક્ચરિંગ અને કોટિંગ પ્લેટફોર્મ શરૂ કરશે. કિંગડમમાં અને આસપાસના રિજનલ માર્કેટ્સમાં મોટા વોટર, ઓઈલ અને ગેસ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સર્વ કરવા સક્ષમ રહેશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.