Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

મોતીલાલ ઓસવાલ PEએ અધિગ્રહણ માટે એક્સક્લુઝિવ કરાર કર્યા. ₹2200-2400 Crના Sensa કોર અધિગ્રહણ માટે કરાર કર્યા. જેમાં પ્રમોટર્સ 89% હિસ્સો ધરાવે છે.

અપડેટેડ 10:02:50 AM Oct 03, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Sammaan Capital

સમ્માન કેપિટલમાં 43.5% હિસ્સો ખરીદશે IHC (International Holding Co). પ્રેફરેન્શિયલ ઈશ્યુ દ્વારા ₹8850 Crમાં હિસ્સો ખરીદશે. અબુ ધાબી સ્થિત કંપની એક આંતરરાષ્ટ્રીય હોલ્ડિંગ કંપની છે IHC. રોકાણ બાદ IHC કંપનીના નવા પ્રમોટર બનશે. ₹139/Shના ભાવ પર 64 Cr શેર્સ ઈશ્યુ કરશે. 33 Cr પ્રેફરેન્શિયલ, 31 Cr વોરન્ટ ઈશ્યુ કરશે. CMPથી 17% ડિસ્કાઉન્ટ પર શેર ઈશ્યુ કરશે. ડીલ બાદ 26% માટે ઓપન ઓફર આપી. શેખ તહનૂન બિન ઝાયેદ અલ નાહ્યાનની માલિકીની કંપની છે IHC એ. UAEના NSA છે શેખ તહનૂન બિન ઝાયેદ અલ નાહ્યાન.


TVS MOTOR

વર્ષ દર વર્ષના આધાર પર કુલ વેચાણ 12%વધીને 5.4 lk યુનિટ રહ્યું. વર્ષ દર વર્ષના આધાર પર કુલ એક્સપોર્ટ્સ 10% વધીને 1.22 lk યુનિટ રહ્યુ. વર્ષના આધાર પર મોટરસાયકલ વેચાણ 8.9% વધીને 2.49 lk યુનિટ રહ્યુ. વર્ષના આધાર પર E-સ્કુટર વેચાણ 8.2% વધીને 31,266 યુનિટ રહ્યુ. કંપનીએ Q2FY26 ત્રિમાસિક વેચાણ લક્ષ્ય હાંસલ કર્યું. કંપનીએ 15Lk યુનિટનો માઈલસ્ટોન પાર કર્યો. કંપની દ્વારા આ અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક વેચાણ છે.

CSB Bank

વર્ષના આધાર પર Q2FY26માં કુલ ડિપોઝિટ 25% વધી ₹39,651 કરોડ રહ્યા. વર્ષના આધાર પર એડવાન્સ 29% વધી ₹34,730 Cr રહ્યા. કુલ લોન ₹26,871 Crથી વધી ₹34730 કરોડ રહ્યા. ગોલ્ડ સામે લોન ₹12005 કરોડથી વધી ₹16457 કરોડ રહ્યા. ટર્મ લોન ₹24170 Crથી વધી ₹31257 Cr રહ્યા.

Indian Bank

વર્ષ ના આધાર પર કુલ ડિપોઝિટ 12% વધી ₹7.76 Lk Cr રહ્યા. ગ્રોસ એડવાન્સ 12.9% વધી ₹6.25 Lk Cr રહ્યા. રિટેલ, એગ્રીકલ્ચર અને MSME (RAM) પોર્ટફોલિયોમાં મજબૂત ગ્રોથને કારણે બિઝનેસ વધ્યો. વર્ષના આધાર પર કુલ બિઝનેસ 12.4% વધીને ₹13.98 લાખ કરોડ રહ્યા.

COAL INDIA

વર્ષના આધાર પર પ્રોવિઝનલ પ્રોડક્શન 3.9% ઘટીને 4.89 કરોડ ટન રહ્યા. વર્ષના આધાર પર પ્રોવિઝનલ ઓફટેક 1.1% ઘટીને 5.35 કરોડ ટન રહ્યા.

Vmart

વર્ષના આધાર પર ઓપરેશનથી કુલ આવક ₹661 Crથી 22% વધી ₹807 Cr રહ્યા. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 11% વધ્યો. ક્વાર્ટર દરમિયાન 25 નવા સ્ટોર ખોલ્યા અને 2 સ્ટોર બંધ કર્યા. FY26માં 60-65 નવા સ્ટોર વધારાની અપેક્ષા છે.

JSW STEEL

મૂડીઝએ JSW સ્ટીલ માટે આઉટલુક પોઝિટીવ કર્યું. રેટિંગ Ba1 રાખ્યું.

United Spirits

HCએ પાણીના ચાર્જમાં ₹443 કરોડની માંગણીઓને ફગાવી દીધી. WRDને પાણી ચાર્જ વિભાજનનું પુનર્મૂલ્યાંકન કરવાનો આદેશ આપ્યો. WRD એટલે કે મહારાષ્ટ્રના જળ સંસાધન વિભાગ કોર્ટે કહ્યું કંપનીના સમગ્ર પાણીના વપરાશ માટે કાચા માલના ઊંચા દરે ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

Adani Green

ગુજરાતના ખાવડા ખાતે સબ્સિડરીએ 50 MWનો સોલર પાવર પ્રોજેક્સ શરૂ કર્યો. 31.2 મેગાવોટનો વિંડ પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો. AGELની કુલ ઓપરેશન રિન્યુએબલ ઉત્પાદન ક્ષમતા વધીને 16,679.80 MW થઈ. AGEL એટલે કે અદાણી ગ્રીન એનર્જી.

SKF India Limited

NCLT એ SKF ઇન્ડિયાના વિભાજનને મંજૂરી આપી. SKF ઈન્ડિયાએ ઈન્ડસ્ટ્રીયલ બિઝનેસનું એક નવી એન્ટિટી SKF ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલમાં વિભાજન પૂર્ણ કર્યું. શેરધારકોને SKF ઇન્ડિયાના દરેક શેર માટે 1 SKF ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિટી શેર પ્રાપ્ત થશે. કંપની તેના ઓટોમોટિવ બિઝનેસ પર ફોકસ કરશે.

LEMON TREE HOTELS

નવી મુંબઈમાં 67 રૂમની નવી હોટલ શરૂ કરી. તિરૂપતિમાં લેમન ટ્રી પ્રીમિયર ખોલ્યું. આંધ્ર પ્રદેશમાં કંપનીની છઠ્ઠી મિલકત છે, જેમાં 111 રૂમ અને પ્રીમિયમ સુવિધાઓ છે. કંપનીએ ઉત્તરાખંડમાં નવી મિલકત માટે કરાર કર્યા.

PTC Industries

UKની સબ્સિડરી ટ્રેક પ્રિસિઝન સોલ્યુશન્સે કૂલબ્રુક સાથે મલ્ટિ-મિલિયન-પાઉન્ડના કરાર કર્યા. ક્લીન-ટેક રોટોડાયનેમિક હીટર માટેના કમ્પોનેટ્સ માટે કરાર કર્યા.

BLS Intl

સબ્સિડરી BLS UK હોટલે UKની ટ્રેફેડિયન હોટેલ (એબરડોવે)ના 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. ₹78 Crમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. અધિગ્રહણથી કંપનીના હોસ્પિટાલિટી પોર્ટફોલિયોનું વિસ્તરણ થયું. અધિગ્રહણથી ટ્રેફેડિયન હોટેલ કંપનીની પ્રત્યક્ષ અને પરોક્ષ સબ્સિડરી કંપની બની.

Waaree Energies

બોર્ડે ક્લીન એનર્જી બિઝનેસમાં મોટા પ્રમાણમાં ક્ષમતા વિસ્તારને મંજૂરી આપી. લિથિયમ આયન સ્ટોરેજ કેપેસિટીને 20 GWh સુધી વધારશે. કંપની ક્ષમતા વિસ્તાર માટે `80 બિલિયન રોકાણનો પ્રસ્તાવ મુક્યો. બેટરી સ્ટોરેજ સિસ્ટમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની ક્ષમતા 3.5 GWhથી વધારી 20 GWh કરશે. 1.25 બિલિયનના રોકાણ સાથે ઇલેક્ટ્રોલાઇઝર ક્ષમતા 1000 MW સુધી વધારશે. 500 મિલિયનના રોકાણ સાથે ઈન્વર્ટરની ક્ષમતાને 4 ગીગાવોટ સુધી વધારવા.

Motilal Oswal

મોતીલાલ ઓસવાલ PEએ અધિગ્રહણ માટે એક્સક્લુઝિવ કરાર કર્યા. ₹2200-2400 Crના Sensa કોર અધિગ્રહણ માટે કરાર કર્યા. જેમાં પ્રમોટર્સ 89% હિસ્સો ધરાવે છે.

Niva Bupa

કંપનીએ ₹1241 Crનો GST ડિમાન્ડ કેસ જીત્યો. એડિશનલ કમિશનરે કાર્યવાહી બંધ કરી.

PVR

વર્ચ્યુઅલ પ્રિંટ ફી વસૂલવા બદલ મલ્ટિપ્લેક્સ ચેઇન PVR Inox પર તપાસ કરવાનો આદેશ આપ્યો. CCIએ તપાસનો આદેશ આપ્યો. જ્યારે સિનેમા હોલ સંપૂર્ણપણે ડિજિટલ પ્રોજેક્શન તરફ વળ્યા છે.

Goodluck India

ગુડલક ડિફેન્સ એન્ડ એરોસ્પેસને ઈન્ડસ્ટ્રીયલ લાઈસન્સ મળ્યું. સબ્સિડરીને શેલનું ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવા માટે લાઈસન્સ મળ્યું. Q3 સુધીમાં ટ્રાયલ પ્રોડક્શન શરૂ કરવાની યોજના.

Utkarsh SFB

બોર્ડ પાસેથી ₹950 Crના ઇક્વિટી શેરના રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી. શેરધારકો માટે ઇક્વિટી શેરના રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 03, 2025 10:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.