બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Titan
ડિસેમ્બર ક્વાર્ટરમાં, ટાઇટનનો સ્થાનિક વ્યવસાય વાર્ષિક ધોરણે 38%, આંતરરાષ્ટ્રીય વ્યવસાય 79%, ગ્રાહક વ્યવસાય 40%, ઘડિયાળ વ્યવસાય 13%, આંખની સંભાળ વ્યવસાય 16%, ઉભરતા બજારો 14% અને ઘરેણાં વ્યવસાય 41% વધ્યો. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 54 નવા સ્થાનિક અને 2 નવા આંતરરાષ્ટ્રીય સ્ટોર ખોલ્યા, જેનાથી તેના કુલ સ્ટોરની સંખ્યા 3,433 થઈ ગઈ.
Jubilant Food
વર્ષ દર વર્ષના આધાર પર ઓપરેશન્સમાથી આવક 13.4% વધીને ₹2,438 કરોડ થઈ. Domino’s ઈન્ડિયામાં 5% ની ગ્રોથ થઈ. Domino’s ઈન્ડિયાએ 75 નવા સ્ટોર્સ ખોલ્યા. Domino’sના કુલ સ્ટોર્સની સંખ્યા 2,396 થઈ.
Godrej Consumer
ભારતમાં Q3 દરમિયાન માંગ ધીરે-ધીરે વધી. સ્થાનિક માંગમાં આગળ પણ સુધારાની અપેક્ષા છે. ઘટતા ફુગાવા અને નીચા GST દરથી માંગ વધશે. સ્ટેન્ડઅલોન બિઝનેસથી ડબલ ડિજિટ આવક ગ્રોથની અપેક્ષા છે. ડબલ ડિજિટ અન્ડરલાઈન વોલ્યુમ ગ્રોથ રહેવાની અપેક્ષા છે. હોમ કેર સેગમેન્ટમાં ડબલ ડિજિટ વેલ્યુ ગ્રોથની અપેક્ષા છે. મજબૂત માંગ અને અમલીકરણથી હોમ કેરને સપોર્ટ મળ્યો. પર્સનલ કેરમાં મિડ સિંગલ ડિજિટ ગ્રોથનું અનુમાન છે. સાબુમાં રિકવરી આવતા પર્સનલ કેરમાં મિડ સિંગલ ડિજિટ ગ્રોથનું અનુમાન છે. સ્ટેન્ડઅલોન EBITDA માર્જિન સામાન્ય રહેવાની અપેક્ષા છે. ઓછા ઇનપુટ ખર્ચ અને સારા ઓપરેટિંગ લીવરેજનો સપોર્ટ મળ્યો. ઇન્ડોનેશિયામાં ભાવ દબાણનો પડકાર, FY27થી રિકવરીની અપેક્ષા છે. GAUM ક્ષેત્રમાં મજબૂત પ્રદર્શન યથાવત્ છે. FY26 ગાઈડન્સમાં GAUM ક્ષેત્રમાં ડબલ ડિજિટ ગ્રોથ શક્ય છે. કંસો આધાર પર આવક ગ્રોથ અને EBITDA ગ્રોથ ડબલ ડિજટમાં રહેવાના અનુમાન છે.
Lodha Developers
પ્રી સેલ્સ ₹4,510 કરોડથી 25% વધીને ₹5,620 કરોડ થઈ. કલેક્શન ₹4,290 કરોડથી ઘટીને ₹3,560 કરોડ થયું.
Kalyan Jewellers
વર્ષ દર વર્ષના આધાર પર Q3માં ભારતીય બિઝનેસ આવક ગ્રોથ 42% છે. વર્ષ દર વર્ષના આધાર પર Q3માં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 27% છે. વર્ષ દર વર્ષના આધાર પર Q3માં આંતરરાષ્ટ્રીય બિઝનેસ આવક ગ્રોથ 36% છે. વર્ષ દર વર્ષના આધાર પર Q3માં ડિજિટલ ફર્સ્ટ જ્વેલરી પ્લેટફોર્મ Candere (કેન્ડેર)ની આવક ગ્રોથ 147% છે. Q3 દરમિયાન ભારતમાં કલ્યાણના 21 શોરૂમ લોન્ચ કર્યા. Q3 દરમિયાન ભારતમાં Candereના 14 શોરૂમ લોન્ચ કર્યા. 31 ડિસેમ્બર સુધી કંપનીની કુલ શોરૂમ સંખ્યા 469 છે.
Senco Gold
FY26માં 25%થી વધુ આવક ગ્રોથની અપેક્ષા છે. જ્વેલરી સેગમેન્ટમાં 18-20% ગ્રોથનો લક્ષ્ય છે. Q2માં 6.5% અને Q1માં 28% જ્વેલરી ગ્રોથ રહ્યો. FY26ના પહેલા 9 મહીનામાં ટોપલાઈન ગ્રોથ 31% રહ્યો. 9MFY26માં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 21% છે.
Steel Companies
CCIની તપાસમાં 35 સ્ટીલ કંપનીઓ પર કાર્ટેલાઈઝેશનનો પ્રાથમિક આરોપ છે. હાલ કોઈ અંતિમ નિર્ણય કે દંડ જાહેર થયો નથી. CCIએ તમામ સંબંધિત કંપનીઓ પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું. અંતિમ ઓર્ડર પહેલા હિયરિંગ પ્રક્રિયા થશે. નિયમ ઉલ્લંઘન સાબિત થાય તો ટર્નઓવરના 10% સુધી પેનલ્ટી શક્ય છે.
Devyani International
મર્જર બાદ એક સામાન્ય ટેકનોલોજી સ્ટેક અમલમાં મૂકવામાં આવશે. જેના કારણે ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો થશે. KFCના ટેકનોલોજી સિસ્ટમ્સને દેવ્યાનીના પ્લેટફોર્મ પર ટ્રાન્ઝિશન કરવામાં આવશે. KFC માટે માર્કેટિંગ અને ઇનોવેશન Yum દ્વારા જ સંભાળવામાં આવશે. ફ્લોર પ્રાઈસ ₹280 નક્કી કરી. ડીલ સાઇન થયા બાદ 13થી 18 મહિનામાં પૂરી થવાની અપેક્ષા છે. મર્જર માટે Yumને ₹320 કરોડનું વન-ટાઈમ પેમેન્ટ કરવામાં આવશે.
Mahindra & Mahindra
₹13.89 લાખની શરૂઆતની કિંમત સાથે કંપનીએ ૩XO EV લોન્ચ કરી.
Biocon
બાયોકોન બાયોલોજિક્સ 3 નવા ઓન્કોલોજી બાયોસિમિલર્સ લોન્ચ કરશે. સબ્સિડરી USના હેલ્થકેર કોન્ફરન્સમાં બાયોસિમિલર્સ રજૂ કરશે.
Yes Bank
રિટેલ ડીમેટ બિઝનેસ Yes સિક્યોરિટીઝ (India)ને ટ્રાન્સફર કરવા માટે NSDLની મંજૂરી મળી.
IRB Infra
કંપનીને NHAI પાસેથી LoA મળ્યો. ઓડિશામાં ટોલ રોડ પ્રોજેક્ટ માટે કંપનીને LoA મળ્યો. કંપની કુલ ₹3,087 કરોડની બિડ કન્સેશન ફી ચૂકવશે.
Pidilite Industries
સબ્સિડરીએ Pepperfryમાં તેનો સંપૂર્ણ હિસ્સો 100% TCC કોન્સેપ્ટને ટ્રાન્સફર કર્યો. શેર-સ્વેપ ટ્રાન્ઝેક્શન દ્વારા હિસ્સો ટ્રાન્સફર કર્યો.
Ceigall India
સંપૂર્ણ માલિકીની સબ્સિડરી કંપની સીગલ ગ્રીન એનર્જી MPની સ્થાપના કરી. સબ્સિડરી મધ્યપ્રદેશમાં 130 MWનો સોલર PV પ્રોજેક્ટ્સ ડેવલપ કરશે.
AVG Logistics
કંપનીએ હિમાચલ પ્રદેશના ઉના સ્થિત તાહલીવાલમાં જમીનનું અધિગ્રહણ કર્યુ. વેરહાઉસ અને એન્સિલરી ફેસિલિટી માટે કંપનીએ અધિગ્રહણ કર્યુ.
ACME Solar Holdings
સબ્સિડરીને GEDA પાસેથી કમિશનિંગ સર્ટિફિેકેટ મળ્યું. GEDA એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. ગુજરાતમાં 100 MW વિંડ પ્રોજેક્ટમાંથી 12 MW કાર્યરત થયું.
Fino Payments Bank
નવી કોર બેન્કિંગ સિસ્ટમના અમલીકરણની જાહેરાત કરી. 8 થી 10 જાન્યુઆરી સુધી ફાઈનાન્શિયલ કોર બેન્કિંગ સિસ્ટમમાં માઈગ્રેટ કરશે.
Trident
MyTrident.comના અધિગ્રહણ માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી.
HG Infra Engineering
કંપનીને ₹1.55 બિલિયનની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.