બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Urban Company
અર્બન કંપનીએ ₹2500 Crનો QIP લોન્ચ કર્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ ₹161.03 પ્રતિશેરના નક્કી કર્યો. CMPથી 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. અંતિમ ઈશ્યૂ પ્રાઈસ બુક રનિંગ લીડ મેનેજર સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવશે.
Biocon
US FDA દ્વારા Pebrilzo ઈન્જેક્શન માટે મંજૂરી મળી. Perjetaનું બાયોસિમિલર ઈન્જેક્શન છે Pebrilzo. પ્રિસ્ક્રિપ્શન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેસન્ટની સારવાર માટે ઈન્જેક્શનનો ઉપયોગ થશે.
Senco Gold
વર્ષ દર વર્ષના આધાર પર 1 થી 11 નવેમ્બર દરમિયાન ધનતેરસમાં સેલ્સ 26% વધી ₹2,426 Cr છે. રિટેલ આવક ગ્રોથ 25%, સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 17% છે. ડાયમંડ જ્વેલરીની આવકમાં 26%નો ઉછાળો, વોલ્યુમ ગ્રોથ 18% છે. ગત વર્ષના 35%ની સરખામણીમાં કુલ નવા ગ્રાહકોનો હિસ્સો 37.3% છે. તહેવારોના સમયગાળા દરમિયાન 10 શોરૂમ ખોલ્યા,વધુ 3-4 શોરૂમ ઉમેરાવાની અપેક્ષા છે. H1FY27ની આવક ₹5000 Crને પાર, TTM સેલ્સ ₹10,000 Crને પાર છે. સેલ્સ મિક્સમાં ડાયમંડનો ફાળો ગત વર્ષના 9.4% થી વધીને 9.6% થયો. FY27 દરમિયાન કુલ 27 થી 28 નવા શોરૂમ ઉમેરવાનો કંપનીનો લક્ષ્યાંક છે.
Vedanta
Twin Starના વિડિયોકોનના રિઝોલ્યુશન પ્લાન અંગે SCના નિર્ણય અંગે કંપનીની સ્પષ્ટતા આવી. SCના નિર્ણય સાથે લિસ્ટેડ કંપની વેદાંતાને કોઈ લેવાદેવા નથી. Twin Star ટેક્નોલોજીસએ વેદાંતાના પ્રમોટર ગ્રુપની એક અલગ કંપની છે. વેદાંતા લિમિટેડ આ કાનૂની કાર્યવાહીમાં પક્ષકાર નથી.
Dixon
Vimal Plast સાથે Movable અસેટ્સ ખરીદવા માટે કરાર કર્યા. કંપની ₹49.75 Crમાં Movable અસેટ્સ ખરીદશે.
Hero Motors
હ્યુલેન્ડ એન્જિનિયરિંગમાં હિસ્સો ખરીદ્યો છે. હ્યુલેન્ડ એન્જિનિયરિંગમાં 90% હિસ્સો 0.60 મિલિયન પાઉન્ટમાં હિસ્સો ખરીદ્યો છે.
Capri Global Capital
ફંડ વધારવા માટે મંજૂરી મળી. ₹4000 Crથી વધુ ફંડ એકત્ર કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી. પોસ્ટલ બેલેટ ઈ-વોટિંગ પ્રક્રિયા દ્વારા ઇક્વિટી શેર, ડેટ સિક્યોરિટીઝ અન્ય વિકલ્પ દ્વારા ફંડ એકત્ર કરશે.
SML Mahindra
રાઈટ્સ ઈશ્યુ દ્વારા ફંડ એકત્ર કરવા બોર્ડ પાસેથી મંજૂરી મળી. 1 ડિસેમ્બરથી ₹1449.65 Crના રાઈટ્સ ઈશ્યુ ખુલશે. ₹3,506 પ્રતિશેરના પ્રાઈસ પર રાઈટ્સ ઈશ્યુને મંજૂરી આપી છે. રેકોર્ડ ડેટ 20 નવેમ્બરના છે.
ARSS Infra
નોર્થન રેલવે પાસેથી ₹131.10 Crનો વર્ક ઓર્ડર મળ્યો. ઉત્તર પ્રદેશમાં બ્રિજ કન્સ્ટ્રક્શન માટે વર્ક ઓર્ડર મળ્યો.
Lemon Tree Hotels
પંજાબના બંગામાં નવી હોટેલ માટે ફ્રેન્ચાઈઝી કરાર કર્યા. આ નવી પ્રોપર્ટીમાં 42 રૂમ રહેશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.