કેપિટલ ગુડ્ઝ સ્ટૉક પર ક્રિસ વુડનો વિશ્વાસ! જેફરીઝના પોર્ટફોલિયોમાં સામેલ થયો શેર | Moneycontrol Gujarati
Get App

કેપિટલ ગુડ્ઝ સ્ટૉક પર ક્રિસ વુડનો વિશ્વાસ! જેફરીઝના પોર્ટફોલિયોમાં સામેલ થયો શેર

જેફરીઝના ક્રિશ વૂડએ પોતાના પોર્ટફોલિયોમાં એબીબીની જગ્યાએ હિતાચી એનર્જી ઈન્ડિયાને સામેલ કરી છે. તેમના મતે ભારતમાં ટ્રાન્સમિશન થીમ પર દાવ લગાવવા માટે હિતાચી એનર્જી ઈન્ડિયા મહત્વની કંપની છે. 2026માં અત્યાર સુધી શેર લગભગ 67% વધ્યો છે. જેફરીઝએ શેર પર ‘Buy’ રેટિંગ સાથે ₹45,790નો ટાર્ગેટ આપ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ 2035 સુધી ભારતમાં ટોટલ ફાઈનલ એનર્જી ડિમાન્ડમાં 50% અને વીજળીની માંગમાં 100% સુધીનો વધારો થઈ શકે છે, જે ટ્રાન્સમિશન અને ગ્રિડ ઈન્વેસ્ટમેન્ટ માટે મહત્વપૂર્ણ બની શકે છે.

અપડેટેડ 03:00:34 PM Sep 25, 2026 પર
Story continues below Advertisement
Chris Woodનો નવો દાવ! જેફરીઝના સ્ટ્રેટેજિસ્ટે ABBની જગ્યાએ હિતાચી એનર્જી ઈન્ડિયાHitachi Energy Indiaને પોર્ટફોલિયોમાં સામેલ કર્યો. 2026માં શેર 67% ચઢ્યો, જ્યારે Jefferiesએ ₹45,790નો ટાર્ગેટ આપ્યો છે. જાણો શું છે Transmission Theme અને કંપની માટેની ગ્રોથ સ્ટોરી.

જેફરીઝના જાણીતા સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ વુડએ પોતાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે એબીબીની જગ્યાએ હિતાચી એનર્જી ઈન્ડિયાને સામેલ કરી છે. પોતાની રિપોર્ટમાં તેમણે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું છે.ક્રિસ વુડના મતે ભારતમાં ટ્રાન્સમિશન થીમ પર દાવ લગાવવા માટે હિતાચી એનર્જી ઈન્ડિયા પ્રથમ પસંદગી બની શકે છે.

25 સપ્ટેમ્બરના ટ્રેડિંગ સેશનમાં હિતાચી એનર્જી ઈન્ડિયાના શેરમાં તેજી જોવા મળી હતી. શેર 0.78% વધીને ₹30,955 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

2026માં 67% ચઢ્યો હિતાચી એનર્જીનો શેર


હિતાચી એનર્જી ઈન્ડિયાના શેરે 2026માં અત્યાર સુધીમાં લગભગ 67%નો ઉછાળો નોંધાવ્યો છે. તાજેતરમાં યોજાયેલી જેફરીઝ ઈન્ડિયા કોન્ફરેન્સ દરમિયાન હિતાચી એનર્જીના મેનેજમેન્ટે કંપનીના બિઝનેસની સંભાવનાઓ અંગે માહિતી આપી હતી.

કંપનીના જણાવ્યા અનુસાર, ભારતમાં 2035 સુધીમાં ટોટલ ફાઈનલ એનર્જી ડિમાન્ડમાં લગભગ 50%નો વધારો થઈ શકે છે. આ જ સમયગાળા દરમિયાન દેશમાં વીજળીની માંગમાં લગભગ 100%નો વધારો થવાની અપેક્ષા છે.

જેફરીઝે આપ્યો ₹45,790નો ટાર્ગેટ

ક્રિશ વુડની રિપોર્ટ અનુસાર, માર્કેટે ભારતમાં ટ્રાન્સમિશન થીમને પહેલેથી જ ઓળખી લીધો છે અને આ જ કારણસર હિતાચી એનર્જી ઈન્ડિયાના શેરમાં આ વર્ષે 67%ની તેજી જોવા મળી છે. આ તેજી બાદ શેરનું 12-મહિનાનું Forward P/E Multiple લગભગ 71 ગણું થઈ ગયું છે.

જેફરીઝે હિતાચી એનર્જી ઈન્ડિયાના શેર પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે અને શેર માટે ₹45,790નો ટ્રાર્ગેટ પ્રાઈઝ આપ્યો છે.

21માંથી 13 એનાલિસ્ટ્સે આપ્યું Buy રેટિંગ

હિતાચી એનર્જી ઈન્ડિયાને કવર કરતા કુલ 21 એનાલિસ્ટ્સમાંથી 13એ Buy રેટિંગ આપ્યું છે. જ્યારે 6 એનાલિસ્ટ્સે Hold અને 2 એનાલિસ્ટ્સે Sell રેટિંગ આપ્યું છે.

હિતાચી એનર્જી ઈન્ડિયા પાવર ટેક્નોલોજી, ગ્રીડ ઓટોમશન અને ગ્રીન એનર્જી ટ્રાન્સિશન સોલ્યુશંસના ક્ષેત્રમાં કામ કરે છે. કંપની મોટા ટ્રાન્સફોર્સમ, ટ્રેક્શન ટ્રાન્સફોરમર્સ અને હાઈ-વોલટેજ ડાયરેક્ટ કરન્ટ (HVDC) સિસ્ટમ પણ બનાવે છે. કંપનીની ભારતમાં 19 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. ભારતીય બજારમાં તેનો મુકાબલો એબીબી ઈન્ડિયા, સિમેન્સ, સીજી પાવર અને જીઈ વર્નોવા જેવી કંપનીઓ સાથે થાય છે.

નબળા બજારમાં પણ શેરનું મજબૂત પ્રદર્શન

હિતાચી એનર્જી ઈન્ડિયાના શેરે આ વર્ષે ભારતીય શેરબજારની સરખામણીમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. 2026માં અત્યાર સુધી શેર લગભગ 67% વધ્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન નિફ્ટીમાં લગભગ 11.86% અને સેન્સેક્સમાં 9.31%નો ઘટાડો નોંધાયો છે.

25 સપ્ટેમ્બરના ટ્રેડિંગ સેશનમાં પણ ભારતીય બજારમાં દબાણ જોવા મળ્યું હતું. બપોરે 1 વાગ્યે નિફ્ટી લગભગ 0.06% એટલે કે 14 પોઇન્ટ ઘટીને 23,047 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ સેન્સેક્સ લગભગ 34 પોઇન્ટ એટલે કે 0.05% વધીને 73,608 પર હતો. બેન્ક નિફ્ટી પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Whirlpool of India Share: પ્રમોટર એક્ઝિટની ચર્ચા વચ્ચે શેર 12% સુધી ઉછળ્યો, કંપનીએ કરી સ્પષ્ટતા

MoneyControl News

MoneyControl News

First Published: Sep 25, 2026 3:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.