Closing Bell – બજારમાં સતત ત્રીજા દિવસે તેજી; સેન્સેક્સ 208 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,900 ની ઉપર | Moneycontrol Gujarati
Get App

Closing Bell – બજારમાં સતત ત્રીજા દિવસે તેજી; સેન્સેક્સ 208 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,900 ની ઉપર

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈટરનલ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એમએન્ડએમ, બજાજ ઑટો, ટેક મહિન્દ્રા, પાવર ગ્રિડ અને એલએન્ડટી 1.32-5.19 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ, ડૉ.રેડ્ડીઝ, શ્રીરામ ફાઈનાન્સ, ભારતી એરટેલ અને ટાટા કંઝ્યુમર 1.22-2.03 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 03:47:29 PM Feb 10, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 18 પૈસા ઉછળીને 90.58 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 90.76 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25900 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 84,273 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 84,482.95 સુધી ઉછળી તો સેન્સેક્સ 25,989.45 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 18 પૈસા ઉછળીને 90.58 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 90.76 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકા વધીને 60,735.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકા વધારાની સાથે 17,451.20 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 208.17 અંક એટલે કે 0.25% ની મજબૂતીની સાથે 84,273.92 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 67.85 અંક એટલે કે 0.26% ની વધારાની સાથે 25,935.15 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.03-2.40 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.07 ટકા ઘટીને 60,626.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા, પીએસયુ બેન્ક અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈટરનલ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એમએન્ડએમ, બજાજ ઑટો, ટેક મહિન્દ્રા, પાવર ગ્રિડ અને એલએન્ડટી 1.32-5.19 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ, ડૉ.રેડ્ડીઝ, શ્રીરામ ફાઈનાન્સ, ભારતી એરટેલ અને ટાટા કંઝ્યુમર 1.22-2.03 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં સન ટીવી નેટવર્ક, ટાટા કોમ્યુનિકેશન, યુનાઈટેડ બ્રુઅરીઝ, 3એમ ઈન્ડિયા, લિંડે ઈન્ડિયા, ગ્લેક્સોસ્મિથ અને ન્યૂ ઈન્ડિયા એસ્યોર 3.89-7.67 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઓરબિંદો ફાર્મા, હેક્ઝાવેર ટેક, ભારતી હેક્ઝાકોમ, વર્હ્લપૂલ, એમક્યોર ફાર્મા અને એનએચપીસી 2.45-5.78 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં લ્યુમેક્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈએસજીઈસી હેવી એન્જીનિયરિંગ, સાઈનપોસ્ટ ઈન્ડિયા, ટીસીપીએલ પેકિંગ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને ટેક્સન ટેક 13.02-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પર્લ ગ્લોબલ, જુબિલન્ટ એગ્રી, કિરી ઈન્ડસ્ટ્રીઝ, ગોકળદાસ એક્સપોર્ટ અને વેલસ્પન સ્પેશલ 7.34-10.54 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 10, 2026 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.