Closing Bell – બજેટની નિરાશાથી બજાર ઉભર્યુ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,000 ની ઉપર | Moneycontrol Gujarati
Get App

Closing Bell – બજેટની નિરાશાથી બજાર ઉભર્યુ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,000 ની ઉપર

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, ટીએમપીવી, અદાણી પોર્ટ્સ, બીઈએલ, ટાટા કંઝ્યુમર્સ, હિંડાલ્કો, રિલાયન્સ અને એમએન્ડએમ 2.71-7.42 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, એક્સિસ બેંક, મેક્સ હેલ્થકેર, ઈન્ફોસિસ, સિપ્લા, ટીસીએસ અને ટાઈટન 0.59-3.17 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 03:52:14 PM Feb 02, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 48 પૈસા ઉછળીને 91.51 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 91.99 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર બજેટની નિરાશાથી ઉભર્યું છે. આજે નિફ્ટી 25000 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 81666 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,108.10 સુધી ઉછળી તો સેન્સેક્સ 81,732.25 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 48 પૈસા ઉછળીને 91.51 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 91.99 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.96 ટકા વધીને 57,667.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.64 ટકા વધારાની સાથે 16,523.35 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 943.52 અંક એટલે કે 1.17% ની મજબૂતીની સાથે 81,666.46 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 262.95 અંક એટલે કે 1.06% ની વધારાની સાથે 25,088.40 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.07-2.13 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.21 ટકા વધીને 39,132.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, ટીએમપીવી, અદાણી પોર્ટ્સ, બીઈએલ, ટાટા કંઝ્યુમર્સ, હિંડાલ્કો, રિલાયન્સ અને એમએન્ડએમ 2.71-7.42 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, એક્સિસ બેંક, મેક્સ હેલ્થકેર, ઈન્ફોસિસ, સિપ્લા, ટીસીએસ અને ટાઈટન 0.59-3.17 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં પ્રિમિયર એનર્જી, યુપીએલ, હિતાચી એનર્જી, એચપીસીએલ, નાલ્કો, ભારત ફોર્જ, જીએમઆર એરપોર્ટ્સ અને આઈટીસી હોટલ્સ 4.29-6.63 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પીબી ફિનટેક, ભારત ડાયનામિક્સ, ઑયલ ઈન્ડિયા, ટાટા કૉમ્યુનિકેશન, કોચિન શિપયાર્ડ અને હુડકો 2.26-4.52 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં યુનાઈટેડ ફૂડ્ઝ, શારદા કૉર્પ, બજાજ કંઝ્યુમર, શિલચાર ટેક્નોલોજી, ગારવેર હાઈટેક અને દી ડેવલપમેન્ટ 9.13-15.54 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં યુનિફોસ એન્ટરપ્રાઈઝ, અલાઈડ ડિજિટલ, વેલસ્પન સ્પેશલ, એસબીસી એક્સપોર્ટ્સ, માસ્ટર ટ્રસ્ટ અને ઓસવાલ એગ્રો 6.98-10.27 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 02, 2026 3:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.