Closing Bell - માર્કેટમાં તેજી; નિફ્ટી ફરી 25,800 ની ઉપર, સેન્સેક્સમાં 1,500 પોઈન્ટનો ઉછાળો | Moneycontrol Gujarati
Get App

Closing Bell - માર્કેટમાં તેજી; નિફ્ટી ફરી 25,800 ની ઉપર, સેન્સેક્સમાં 1,500 પોઈન્ટનો ઉછાળો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એચયુએલ, ટાટા કંઝ્યુમર, એચડીએફસી લાઈફ, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડિગો, ટ્રેન્ટ, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક 3.44-6.08 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, મેક્સ હેલ્થકેર, હિંડાલ્કો, જેએસડબ્લ્યૂ સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ અને ભારતી એરટેલ 0.52-2.27 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 03:59:27 PM Nov 25, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 68 પૈસા ઉછળીને 92.23 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 92.91 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25800 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 83,938 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,951.65 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,498.21 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 68 પૈસા ઉછળીને 92.23 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 92.91 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.30 ટકા વધીને 24,042.13 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.44 ટકા ઘટાડાની સાથે 19,229.35 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1502.29 અંક એટલે કે 1.82% ની મજબૂતીની સાથે 83,938.28 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 469.6 અંક એટલે કે 1.85% ની વધારાની સાથે 25,819.25 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.02-3.79 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.79 ટકા વધીને 63,703.25 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મીડિયા, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એચયુએલ, ટાટા કંઝ્યુમર, એચડીએફસી લાઈફ, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડિગો, ટ્રેન્ટ, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક 3.44-6.08 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, મેક્સ હેલ્થકેર, હિંડાલ્કો, જેએસડબ્લ્યૂ સ્ટીલ, શ્રીરામ ફાઈનાન્સ અને ભારતી એરટેલ 0.52-2.27 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ઝિ એન્ટરટેન, હિંદ પેટ્રોલિયમ, ઓરબિંદો ફાર્મા, પીબી ફિનટેક અને બેન્ક ઑફ ઈન્ડિયા 2.49-10.00 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં મધરસન સુમી, જિંદાલ સ્ટીલ, ઑયલ ઈન્ડિયા, ક્રિસિલ અને રાજેશ એક્સપોર્ટ્સ 3.29-10.51 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં હિકલ, એવરેસ્ટ કેન્ટો, જૈન ઈરિગેશન, મેડપલ્સ હેલ્થ અને નેટવર્ક 18 7.03-11.27 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં પનામા પેટ્રો, ઈન્ડો કાઉન્ટ, ભાગીરધ કેમિકલ્સ, ઈન્ડોકો રેમડીઝ અને એવાયએમ સિનટેક્સ 6.82-8.05 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2026 3:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.