Closing Bell – 3 દિવસની તેજી પછી બજારોમાં ઘટાડો; નિફ્ટી 25,350 ની નીચે, સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – 3 દિવસની તેજી પછી બજારોમાં ઘટાડો; નિફ્ટી 25,350 ની નીચે, સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટ્યો

દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને પાવર ગ્રિડ 1.75-5.98 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં નેસ્લે ઈન્ડિયા, ટાટા કંઝ્યુમર, અપોલો હોસ્પિટલ, એમએન્ડએમ, આઈટીસી, ટાઈટન, બીઈએલ અને આઈશર મોટર્સ 1.03-3.46 ટકા સુધી વધીને બંધ થયા છે.

અપડેટેડ 04:13:59 PM Jan 30, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 4 પૈસા તૂટીને 91.99 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 91.95 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 25350 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 82,269 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 296 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 98 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો 4 પૈસા તૂટીને 91.99 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 91.95 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ શેરોમાં તૂટીને અને સ્મૉલકેપ શેરોમાં ઉછળીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.09 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.19 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.25 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 296.59 અંક એટલે કે 0.36 ટકાના ઘટાડાની સાથે 82,269.78 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 98.25 અંક એટલે કે 0.39 ટકા તૂટીને 25,320.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ 0.53-1.90 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.58 ટકાના ઘટાડાની સાથે 59,610.45 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને પાવર ગ્રિડ 1.75-5.98 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં નેસ્લે ઈન્ડિયા, ટાટા કંઝ્યુમર, અપોલો હોસ્પિટલ, એમએન્ડએમ, આઈટીસી, ટાઈટન, બીઈએલ અને આઈશર મોટર્સ 1.03-3.46 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં નાલ્કો, મુથૂટ ફાઈનાન્સ, હુડકો, એનએમડીસી, સેલ, પેટીએમ, લોયડ મેટલ્સ અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ 2.51-10.72 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં રિલેક્સો ફૂટવેર, જિલેટ ઈન્ડિયા, બ્લૂ સ્ટાર, આરતી ઈન્ડસ્ટ્રીઝ, સ્ટાર હેલ્થ અને દીપક નાઈટરાઈટ 4.05-6.09 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં સાઉથ ઈન્ડિયન બેંક, હિંદ કોપર, ડેક્કન ગોલ્ડ, ઈનસેક્ટિસાઈડસ, ગ્રેફાઈટ ઈન્ડિયા અને મટ્રિમનીડૉટકૉમ 7.91-14.91 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ભારત બિજલી, રેયમંડ લાઈફ, એમટીએનએલ, ઈકોસ ઈન્ડિયા મોબી, કાવેરી સિડ્સ અને તનેજા એરોસ્પેસ 9.66-12.13 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2026 3:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.