Closing Bell – નિફ્ટી 24,150 ની ઉપર, સેન્સેક્સ 331 પોઈન્ટ વધ્યો; આઈટી, મેટલ ચમક્યા, એફએમસીજીમાં ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નિફ્ટી 24,150 ની ઉપર, સેન્સેક્સ 331 પોઈન્ટ વધ્યો; આઈટી, મેટલ ચમક્યા, એફએમસીજીમાં ઘટાડો

આજે ફાર્મા, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.06-3.51 ટકાનો વધારો જોવા મળી છે. જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

અપડેટેડ 04:29:48 PM Aug 28, 2026 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.02 ટકા વધીને 57,496.30 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 24150 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 77264 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 24,188.30 સુધી ઉછળી તો સેન્સેક્સ 77,357.97 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા વધીને 64,069.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.20 ટકા વધારાની સાથે 20,080.00 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 330.92 અંક એટલે કે 0.43% ની મજબૂતીની સાથે 77264.51 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 84.80 અંક એટલે કે 0.35% ની વધારાની સાથે 24,175.65 ના સ્તર પર બંધ થયા છે.


આજે ફાર્મા, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.06-3.51 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.02 ટકા વધીને 57,496.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો અને બજાજ ઑટો 1.62-4.16 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, શ્રીરામ ફાઈનાન્સ, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એશિયન પેંટ્સ 0.85-1.4 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં કોફોર્જ, ટાટા ટેક, સેલ, એપીએલ અપોલો અને પર્સિસ્ટન્ટ 3.62- 5.89 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં વર્હ્લપૂલ, ભારત ડાયનામિક્સ, પેટીએમ, જુબિલન્ટ ફૂડ્ઝ, સીજી કંઝયુમર અને કેયન્સ ટેક 1.97- 4.1 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં વંડર ઈલેક્ટ્રોનિક્સ, જયકેય એન્ટરપ્રાઈઝ, ઈન્ડો થાય સિક્યોરિટી, આરપીપી ઈન્ફ્રા પ્રોજેક્ટ, ધાનુશ્રી વેંચર્સ, દી ડેવલ્પોમેન્ટ 4.46-20 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં માસ્ટેક, પ્રિસિઝન વાયરસ, ઈકીઓ ટેક, ઓરિએન્ટલ ઓરમેટ, જે જી કેમિકલ્સ 12.88-20.00 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 28, 2026 3:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.