આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25300 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 82693 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,346.50 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,741.95 સુધી પહોંચ્યો હતો.
આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25300 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 82693 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,346.50 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,741.95 સુધી પહોંચ્યો હતો.
ભારતીય રૂપિયો 25 પૈસા તૂટીને 87.80 ના સ્તર પર બંધ થયો. જ્યારે મંગળવારે ભારતીય રૂપિયો 88.05 ના સ્તર પર બંધ થયો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.08 ટકા વધીને 58,848.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.68 ટકા વધારાની સાથે 18,423.20 પર બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 313.02 અંક એટલે કે 0.38% ની મજબૂતીની સાથે 82,693.71 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 91.15 અંક એટલે કે 0.36% ની વધારાની સાથે 25,330.25 ના સ્તર પર બંધ થયા છે.
આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.08-2.61 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.63 ટકા વધીને 55,493.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા કંઝ્યુમર, એસબીઆઈ, બીઈએલ, કોટક મહિન્દ્રા બેંક, મારૂતિ સુઝુકી, શ્રીરામ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ 0.93-3.99 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એચડીએફસી લાઈફ, બજાજ ફિનસર્વ, ટાઈટન, એસબીઆઈ લાઈફ, હિંડાલ્કો, આઈટીસી અને ટાટા સ્ટીલ 0.59-1.08 ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં કેપીઆઈટી ટેક, બેંક ઑફ મહારાષ્ટ્ર, આદિત્ય બિરલા ફેશન, કલ્યાણ જ્વેલર્સ, દીપક નાઈટરાઈટ, રેમ્કો સિમેન્ટ્સ અને સેન્ટ્રલ બેંક 2.36-3.89 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ગ્લેનમાર્ક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઈનાન્શિયલ, એનએચપીસી, ગ્લેન્ડ, એબી કેપિટલ, બાયોકૉન અને મુથૂટ ફાઈનાન્સ 1.42-1.91 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં આઈઆરએમ એનર્જી, પ્લેટિનિયમ ટ્રેડ, સિંધુ ટ્રેડ, ધાની સર્વિસિઝ, અને સાહિલચાર ટેક્નોલોજી 9.54-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કેઆઈઓસીએલ, ડ્રિમફોલ્ક્સ, વન મોબિક્વિક, પોપ્યુલર વ્હિકલ, એફઆઈઈએમ ઈન્ડસ્ટ્રીઝ અને ગ્રીનલેમ ઈન્ડસ્ટ્રીઝ 3.45-5.47 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.