Closing Bell – નિફ્ટી 25,700 નજીક, સેન્સેક્સ 335 પોઈન્ટ વધ્યો; ઓટો, આઈટી, મેટલમાં વધારો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નિફ્ટી 25,700 નજીક, સેન્સેક્સ 335 પોઈન્ટ વધ્યો; ઓટો, આઈટી, મેટલમાં વધારો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ડિગો, બીઈએલ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક, એચડીએફસી લાઈફ, ઈટરનલ અને બજાજ ઑટો 1.46-3.55 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઓએનજીસી, ટીએમપીવી, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, મેક્સ હેલ્થ અને અપોલો હોસ્પિટલ 0.13-7.00 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 03:46:51 PM Nov 11, 2025 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 13 પૈસા વધીને 88.56 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 88.69 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25700 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 57634 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,715.80 સુધી ઉછળી તો સેન્સેક્સ 83,936.47 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 13 પૈસા વધીને 88.56 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 88.69 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકા વધીને 60,427.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.21 ટકા ઘટાડાની સાથે 18,101.40 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 335.97 અંક એટલે કે 0.40% ની મજબૂતીની સાથે 83871.32 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 120.60 અંક એટલે કે 0.47% ની વધારાની સાથે 25,694.95 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.34-1.20 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.35 ટકા વધીને 58,138.15 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ડિગો, બીઈએલ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક, એચડીએફસી લાઈફ, ઈટરનલ અને બજાજ ઑટો 1.46-3.55 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઓએનજીસી, ટીએમપીવી, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, મેક્સ હેલ્થ અને અપોલો હોસ્પિટલ 0.13-7.00 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ભારત ફોર્જ, બીએચઈએલ, નાલ્કો, એઆઈએ એન્જીનિયરિંગ, એજિસ વોપક, પરસિસ્ટન્ટ અને હિતાચી એનર્જી 2.71-5.64 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં વર્હ્લપૂલ, એમક્યોર ફાર્મા, રેમ્કો સિમેન્ટ્સ, ઓલા ઈલેક્ટ્રિક, સેન્ટ્રલ બેંક પીએન્ડજી અને એયુ સ્મોલ ફાઈનાન્સ 2.97-4.13 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં યાત્રા ઓનલાઈન, પોલી મેડિક્યોર, એપેક્સ ફ્રોઝન, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ, વીટીએમ અને અતુલ ઓટો 9.41-13.82 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ફિશર મેડિકલ, એચએલઈ ગ્લાસકોટ, તમિલનાડુ પેટ્રો, સુબ્રોસ, પેસલો ડિજિટલ, ઈન્ડો રામા સિન્ટેક્સ, કેમલિન ફાઈન અને ટ્રાન્સફોર્મર્સ 9.99-14.61 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

Tata Motors PV ના શેર તૂટ્યા, સ્ટૉક માર્કેટમાં કૉમર્શિયલ બિઝનેસની લિસ્ટિંગની પહેલા આવી વેચવાલી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2025 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.