Closing Bell: નિફ્ટી 18800 ની ઊપર, સેન્સેક્સ 159 અંક ઉછળીને બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 18800 ની ઊપર, સેન્સેક્સ 159 અંક ઉછળીને બંધ

આજના કારોબારમાં નિફ્ટીએ 18,839.70 સુધી ઉછળી તો સેન્સેક્સ 63,440.19 સુધી પહોંચ્યો હતો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી.

અપડેટેડ 03:45:55 PM Jun 20, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.21 ટકા વધીને 39,132.60 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18800 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 63327.70 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,839.70 સુધી ઉછળી તો સેન્સેક્સ 63,440.19 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.47 ટકા વધીને 28,442.44 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.40 ટકા વધારાની સાથે 32,497.76 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 159.40 અંક એટલે કે 0.25% ની મજબૂતીની સાથે 63327.70 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 61.20 અંક એટલે કે 0.33% ની વધારાની સાથે 18816.70 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.19-4.16 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.21 ટકા વધીને 39,132.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, એચસીએલ ટેક, પાવર ગ્રિડ, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ, બજાજ ઑટો, ટેક મહિન્દ્રા અને એનટીપીસી 1.16-3.07 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, એમએન્ડએમ, બીપીસીએલ, ડિવિઝ લેબ્સ અને ઈન્ડસઈન્ડ બેન્ક 0.38-1.80 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, આરઈસી, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 3.54-6.02 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઝીએન્ટરટેનમેન્ટ, કંટેનર કૉર્પ, મોતીલાલ ઓસવાલ, મેક્સ હેલ્થકેર અને ટોરેન્ટ પાવર 2.24-6.18 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં સુબ્રોસ, ડીડેવપ્લાસ્ટીક, ઈન્ડિયા નિપોન, ડિશમેન કાર્બોજ અને કેપીઆઈગ્રીન 13.38-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં આઈએસએલ, ટિમકેન, આઈઆઈએફએલ ફાઈનાન્સ, આરચેન કેમિકલ્સ અને કેપેસાઈટ ઈન્ફ્રા 4.33-16.65 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 20, 2023 3:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.