આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 26200 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 85632 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 26,246.65 સુધી ઉછળી તો સેન્સેક્સ 85,801.70 સુધી પહોંચ્યો હતો.
આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 26200 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 85632 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 26,246.65 સુધી ઉછળી તો સેન્સેક્સ 85,801.70 સુધી પહોંચ્યો હતો.
ભારતીય રૂપિયો 12 પૈસા તૂટીને 88.70 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 88.58 ના સ્તર પર બંધ થયો હતો.
સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.06 ટકા વધીને 60,988.05 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.05 ટકા ઘટાડાની સાથે 18,067.00 પર બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 446.21 અંક એટલે કે 0.52% ની મજબૂતીની સાથે 85,632.68 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 139.50 અંક એટલે કે 0.54% ની વધારાની સાથે 26,192.15 ના સ્તર પર બંધ થયા છે.
આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.01-0.58 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.21 ટકા વધીને 59,340.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, જિયો ફાઈનાન્સ, એચડીએફસી બેંક અને એસબીઆઈ લાઈફ 1.26-3.31 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, એચસીએલ ટેક, ટાઈટન, એચયુએલ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, સન ફાર્મા અને કોટક મહિન્દ્રા બેંક 0.38-1.16 ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં એમએમ ફાઈનાન્શિયલ, હિટાચી એનર્જી, ગ્લેનમાર્ક, એઆઈએ એન્જીનિયરિંગ, ગ્લેન્ડ, ટાટા કોમ્યુનિકેશન, 360 વન વામ અને મેક્સ ફાઈનાન્શિયલ 1.83-4.89 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં સન ટીવી નેટવર્ક, બાયોકૉન, એલટી ટેક્નોલોજી, પંજાબ એન્ડ સિંધ, કંસાઈ નેરોલેક, યુકો બેંક, ડિલહેવરી અને ઓરબિંદો ફાર્મા 2.14-4.39 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં એસ્ટેક લાઈફ, ડ્રેડગિંગ કોર્પ, એજીઆઈ ઈન્ફ્રા, હલદ્યાન ગ્લાસ, 5પૈસા કેપિટલ અને મેરાથોન રિયલ્ટી 6.12-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં મગેલેનિક, સાઉથ ઈન્ડિયન બેંક, સ્કિવન્ટ સાયનિટીફીક, રૂપા, ગુરૂદા કંસ્ટ્રક્શન, ગેબ્રરિઅલ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ફ્રા 4.99-20.00 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.