Closing Bell - સેન્સેક્સ 33 અંક તૂટ્યો, નિફ્ટી 19400 ની આસપાસ બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 33 અંક તૂટ્યો, નિફ્ટી 19400 ની આસપાસ બંધ

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.35-1.82 ટકા સુધી ખરીદારીનું વલણ જોવામાં આવ્યુ.

અપડેટેડ 03:46:42 PM Jul 05, 2023 પર
Story continues below Advertisement
અંતમાં નિફ્ટી 19400 ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 65446 પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 19400 ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 65446 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 33 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 10 અંક મજબૂત છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વધીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.68 ટકા ઉછળીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.71 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.62 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 33.01 અંક એટલે કે 0.05 ટકાના ઘટાડાની સાથે 65446.04 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 9.50 અંક એટલે કે 0.05 ટકા વધીને 19398.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.35-1.82 ટકા સુધી ખરીદારીનું વલણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.33 ટકાના ઘટાડાની સાથે 45,151.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં એચડીએફસી બેન્ક, એચડીએસફી, આઈશર મોટર્સ, યુપીએલ, ટાટા કંઝ્યુમર, બજાજ ફિનસર્વ, હિંડાલ્કો, અપોલો હોસ્પિટલ અને વિપ્રો 0.53-2.99 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બજાજ ઑટો, ડિવિઝ લેબ, એચડીએફસી લાઈફ, મારૂતિ સુઝુકી, હિરો મોટોકૉર્પ અને ટેક મહિન્દ્રા 2.48-5.94 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એબી કેપિટલ, દિપક નાઈટરાઈટ, નેટકો ફાર્મા, બાયોકૉન અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ 1.51-2.35 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં બીએચઈએલ, મધરસન, કોલગેટ, એસજેવીએન અને હિંદપેટ્રો 3.87-7.05 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં સ્ટ્રાઈડ્સ ફાર્મા, પીટીસી ઈન્ડસ્ટ્રીઝ, જય ભારત, ફોર્સ મોટર્સ અને ટીજીવી સાર્ક 3.79-6.9 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં જિનિયસ પાવર, એચપીએલ ઈલેક્ટ્રિક, ઈમુદ્રા, 5પૈસા કેપિટલ અને સનફ્લેગ આઈરન 11.88-20.00 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 05, 2023 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.