Trading Plan : ક્રૂડ ઓઇલ અને બોન્ડ યીલ્ડે બગાડ્યો માર્કેટનો મૂડ, જાણો નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે આવતીકાલની રણનીતિ | Moneycontrol Gujarati
Get App

Trading Plan : ક્રૂડ ઓઇલ અને બોન્ડ યીલ્ડે બગાડ્યો માર્કેટનો મૂડ, જાણો નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે આવતીકાલની રણનીતિ

શેરબજારમાં ગ્લોબલ સંકેતો, વધતું ક્રૂડ ઓઇલ અને બોન્ડ યીલ્ડના કારણે ઈન્ડેક્સ પર દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 23600 અને બેન્ક નિફ્ટી 56800 ની સપાટી આસપાસ છે. જાણો આવતીકાલ માટે માર્કેટ એક્સપર્ટની ટ્રેડિંગ રણનીતિ.

અપડેટેડ 03:29:34 PM Sep 08, 2026 પર
Story continues below Advertisement
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 100 ડોલરની નજીક ટ્રેડ કરી રહ્યું છે, જેની સીધી અસર ભારતીય માર્કેટ પર પડી રહી છે.અત્યારે NBFCs, પ્રાઇવેટ બેન્કો, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ માર્કેટ અને સિમેન્ટ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે.

Trading Plan : શેરબજારમાં અત્યારે ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટના નબળા સંકેતો, વધતું ક્રૂડ ઓઇલ અને બોન્ડ યીલ્ડે બજારનો સેન્ટિમેન્ટ બગાડી નાખ્યો છે. આ પરિબળો બજાર માટે અત્યારે સૌથી મોટા 'ખલનાયક' સાબિત થયા છે, જેના કારણે નિફ્ટી 150 પોઈન્ટ જેટલો તૂટ્યો છે. હવે માર્કેટ સામે સૌથી મોટો પડકાર 23600 ના લેવલને બચાવવાનો છે. બીજી તરફ, બેન્ક નિફ્ટીએ પણ 56800 નું અગત્યનું લેવલ તોડી નાખ્યું છે.

માર્કેટ ઇન્ડેક્સ નબળો, પણ શેરોમાં હજુ દમખમ

CNBC આવાજના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલના જણાવ્યા અનુસાર, બજાર ખરાબ ચોક્કસ છે, પરંતુ તે માત્ર ઇન્ડેક્સ લેવલ પૂરતું જ સીમિત છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં હજુ પણ શાનદાર આઉટપરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. પસંદગીના શેરોમાં બહુ ખરાબી નથી અને ADVANCE/DECLINE  રેશિયો પણ એકંદરે સારો છે. સૌથી સારી વાત એ છે કે અત્યારે માર્કેટમાં 'ઝીરો' શેરો કરતા 'હીરો' શેરોની સંખ્યા વધારે છે.

કયા સેક્ટરમાં વેચવાલી અને ક્યાં ખરીદી?

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 100 ડોલરની નજીક ટ્રેડ કરી રહ્યું છે, જેની સીધી અસર ભારતીય માર્કેટ પર પડી રહી છે.અત્યારે NBFCs, પ્રાઇવેટ બેન્કો, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ માર્કેટ અને સિમેન્ટ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. ત્રણેય મુખ્ય ઇન્ડેક્સમાં લગભગ 1 ટકા જેટલી નબળાઈ છે. આ નબળા માહોલમાં પણ ડિફેન્સ, ફાર્મા, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં રોકાણકારોની સારી ખરીદી આવી રહી છે. GVT&D હજુ પણ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટનો સૌથી મોટો ગેઇનર બન્યો છે, જ્યારે LAURUS અને DIVI’S LABS એ આજે નવી ઊંચી સપાટી બનાવી છે.


બજારની આગળની ચાલ: હવે શું કરવું?

અત્યારે બજાર સંપૂર્ણપણે મંદીવાળાઓના કબજામાં છે અને તેઓ કોઈપણ ભોગે પોતાનો કંટ્રોલ છોડવા તૈયાર નથી. બજારમાં થોડી પણ રેલી આવે તો તરત જ ઉપરના મથાળેથી વેચવાલી શરૂ થઈ જાય છે. એક્સપાયરી પહેલા એક શોર્ટ કવરિંગ આવવાની આશા છે, પરંતુ મોટી તેજી માટે કોઈ ખાસ ટ્રિગર દેખાતા નથી. હવે મોટો સવાલ એ છે કે શું તેજીવાળાઓ એક્સપાયરી પર 23600 નું લેવલ બચાવી શકશે કે પછી બજાર 23500 તોડવા માટે પણ તૈયાર છે?

નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે અગત્યના લેવલ

ટ્રેડિંગ કરતા પહેલા નીચે આપેલા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ખાસ ધ્યાનમાં રાખવા

નિફ્ટી : નીચેની તરફ 23550 થી 23600 ની વચ્ચે મજબૂત સપોર્ટ છે, જ્યારે ઉપરની તરફ 23750 થી 23800 પર રેઝિસ્ટન્સ છે.

બેન્ક નિફ્ટી : નીચે 56500 ના સ્તર પર મોટો સપોર્ટ છે અને ઉપર 57000 થી 57300 વચ્ચે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે.

પ્રી-CAS રણનીતિ

માર્કેટ એક્સપર્ટના મતે બજાર ઘણું નબળું છે અને એક્સપાયરી એકદમ નજીક છે. તેથી એકવાર માટે બપોરે 3:15 વાગ્યા સુધીમાં તમારી પોઝિશન ક્લિયર કરી લેવી સારી રહેશે. ત્યારબાદ 3:30 થી 3:40 ના સમયગાળામાં બજારની દિશા જોઈને આગળનો નવો નિર્ણય લેવો વધુ હિતાવહ છે.

ડિસ્ક્લેમર:- Moneycontrol.com પર વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત મંતવ્યો છે. આ મંતવ્યો કે ભલામણો માટે વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. મનીકંટ્રોલ તેના યુઝર્સને આગ્રહ કરે છે કે કોઈપણ પ્રકારનો રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.

આ પણ વાંચો-લિસ્ટિંગ બાદ શિપરૉકેટનું પહેલું શાનદાર રિઝલ્ટ: નબળા માર્કેટમાં પણ શેર બન્યો રૉકેટ, 6%નો જબરદસ્ત ઉછાળો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 08, 2026 3:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.