Daily Voice: ભારતમાં સ્ટીલ કંપનીઓ માટે માહોલ સારો, 3 સેક્ટર્સના નાના-મધ્યમ શેર લાગી રહ્યા સારા | Moneycontrol Gujarati
Get App

Daily Voice: ભારતમાં સ્ટીલ કંપનીઓ માટે માહોલ સારો, 3 સેક્ટર્સના નાના-મધ્યમ શેર લાગી રહ્યા સારા

Daily Voice: સોનમે કહ્યું કે બજાર કેવી રીતે આગળ વધશે તે વિવિધ પરિબળો પર આધારિત છે. તેમાં વૈશ્વિક અને સ્થાનિક આર્થિક સ્થિતિ, કેન્દ્રીય બેંકો તરફથી નીતિગત ફેરફારો, કોર્પોરેટ પ્રદર્શન અને રોકાણકારોની ભાવનાનો સમાવેશ થાય છે. ભારતમાં સ્ટીલ કંપનીઓ માટે હાલમાં વાતાવરણ આશાસ્પદ લાગે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઝડપી શહેરીકરણ અને લોજિસ્ટિક્સ પાર્ક પર સરકારનું ધ્યાન સ્ટીલની માંગને વેગ આપે છે.

અપડેટેડ 01:56:57 PM Jul 04, 2023 પર
Story continues below Advertisement
સોમને કહ્યુ કે આર્ટિફિશિયલ ઈંટેલિંજેંસ (એઆઈ) થીમ નિશ્ચિત રૂપથી ગતિ પકડી રહી છે અને આ ટ્રેંડ લાંબા સમય સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

Daily Voice: મનીકંટ્રોલ સાથેની એક મુલાકાતમાં, રાઈટ રિસર્ચના સ્થાપક, સોનમ શ્રીવાસ્તવે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેક્નોલોજી ઉદ્યોગમાં વર્તમાન પરિસ્થિતિ તકો અને પડકારો બંને રજૂ કરે છે. આવી સ્થિતિમાં, રોકાણકારોએ કંપનીઓના ફંડામેન્ટલ્સ, બજારની વ્યાપક સ્થિતિ અને બગડતા વૈશ્વિક આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને ટેક શેરો પર સાવચેતીભર્યો અભિગમ જાળવવો જોઈએ. તેમનું માનવું છે કે નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટર પછી ટેક શેરોમાં થોડો ઉછાળો આવી શકે છે. તેનું મુખ્ય કારણ વૈશ્વિક અર્થતંત્રમાં સંભવિત તેજી હશે. પરંતુ ટેક સ્ટોક્સ પર સટ્ટાબાજી કરતી વખતે, આપણે આગળ સંભવિત પડકારોને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

ખર્ચથી જોડાયેલા કેટલાક શેરો અને કેટલાક ટેક શેરોના વૈલ્યૂએશન મોંઘા

ક્વાંટિટેટિવ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટના 11 વર્ષોથી વધારે અનુભવ રાખવા વાળા સોનમનું કહેવુ છે કે કેપેક્સ સાઈકિલમાં આવી રહી તેજીને જોતા આ સમય મૈન્યૂફેક્ચરિંગ, બેન્કિંગ, ઈન્ફ્રા અને તેનાથી જોડાયેલા સેક્ટરોના મિડકેપ અને સ્મૉલકેપ સ્ટૉક ઘણા સારા દેખાય રહ્યા છે. જ્યારે ખર્ચથી જોડાયેલા કેટલાક શેરો અને કેટલાક ટેક શેરોના વૈલ્યૂએશન ઘણા વધતા જોવામાં આવી રહ્યા છે.


શું ઈક્વિટી બજાર હવે ઓવરબૉટ લાગી રહ્યા છે? શું તમને આવનારા મહીનામાં ઈક્વિટી બજારોમાં કોઈ મોટુ કરેક્શનની ઉમ્મીદ છે? આ અંગે સોનમે કહ્યું કે બજાર કેવી રીતે આગળ વધશે તે વિવિધ પરિબળો પર આધારિત છે. તેમાં વૈશ્વિક અને સ્થાનિક આર્થિક સ્થિતિ, કેન્દ્રીય બેંકો તરફથી નીતિગત ફેરફારો, કોર્પોરેટ પ્રદર્શન અને રોકાણકારોની ભાવનાનો સમાવેશ થાય છે.

ભારતમાં સ્ટીલ કંપનીઓ માટે માહોલ સારો

શું ભારતમાં સ્ટીલ કંપનીઓ માટે માહોલ સારો છે? આ સવાલના જવાબમાં સોનમે કહ્યું કે ભારતમાં સ્ટીલ કંપનીઓ માટેનું વાતાવરણ હાલમાં આશાસ્પદ દેખાઈ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઝડપી શહેરીકરણ અને લોજિસ્ટિક્સ પાર્ક પર સરકારના ધ્યાનને કારણે સ્ટીલની માંગ વધી છે. વધુમાં, ભારતના 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના લક્ષ્યમાં સ્ટીલ ઉદ્યોગ મહત્ત્વની ભૂમિકા ભજવશે. નબળા ચોમાસા અને આગામી ચૂંટણીઓ જેવા ટૂંકા ગાળાના સંભવિત હેડવાઇન્ડ હોવા છતાં સ્ટીલ ઉદ્યોગ માટે એકંદરે વલણ હકારાત્મક છે. ચીનમાં તાજેતરમાં રેટ કટની જાહેરાતને કારણે વૈશ્વિક સ્ટીલના ભાવમાં મે મહિનાથી રિકવરી જોવા મળી છે, જે ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે સારી વાત છે. આ સિવાય જો ચીનની પ્રોત્સાહક નીતિને કારણે ઔદ્યોગિક ધાતુની માંગ વધે છે અને ચીનમાં સ્ટીલના ભાવ વધે છે તો ભારતીય સ્ટીલ અને આયર્ન સેક્ટરને પણ આનો ફાયદો મળી શકે છે.

Trade Spotlight| સોમવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ લાવશે મોટા બદલાવ

સમાચારમાં ચાલી રહેલા એઆઈ (artificial intelligence) થીમ પર તમારી શું છે સલાહ? તેના જવાબમાં સોમને કહ્યુ કે આર્ટિફિશિયલ ઈંટેલિંજેંસ (એઆઈ) થીમ નિશ્ચિત રૂપથી ગતિ પકડી રહી છે અને આ ટ્રેંડ લાંબા સમય સુધી ચાલુ રહેવાની સંભાવના છે. એઆઈ ફક્ત એક ટેક્નોલૉજિકલ સ્ટૉરી નથી પરંતુ તે ક્રાંતિકારી બદલાવ છે જે દુનિયાભરમાં તમામ રીતની ઈંડસ્ટ્રીમાં મોટા બદલાવ કરવા માટે તૈયાર છે. હેલ્થ કેરથી લઈને ફાઈનાન્સ, રિટેલ અને તેનાથી પણ આગળ દરેક જગ્યામાં અમે એઆઈની અસર જોવાને મળી રહી.

ભારતીય બજારમાં ખુબ વધારે એઆઈ આધારિત સ્ટૉક નથી. કુલ મળીને એઆઈ થીમ હવે લાંબા સમય સુધી ટકવા વાળી છે. જો કે અમે હજુ તેની પૂરી ક્ષમતાને સમજવા અને તેનું દહન કરવાની શરૂઆતી અવસ્થામાં જ છે. આ ફક્ત ટેક કંપનીઓને જ નહીં, પરંતુ બધા સેક્ટરોના ભાવી વિકાસ અને કાર્યક્ષમતાને પ્રભાવિત કરવા વાળા એક મુખ્ય ઘટક હશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 04, 2023 1:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.