ડિફેંસ શેરોમાં આવ્યો ઉછાળો, નિષ્ણાંતોથી જાણીએ શું હજુ છે તેમાં ખરીદારીની તક | Moneycontrol Gujarati
Get App

ડિફેંસ શેરોમાં આવ્યો ઉછાળો, નિષ્ણાંતોથી જાણીએ શું હજુ છે તેમાં ખરીદારીની તક

Defence stocks: સ્વદેશીકરણની દિશામાં સરકારના પ્રયાસો અને સંરક્ષણ ઉત્પાદનોની નિકાસમાં વૃદ્ધિની અપેક્ષાએ સંરક્ષણ શેરોમાં વધારો કરવામાં સૌથી વધુ ફાળો આપ્યો છે. ભારતીય સંરક્ષણ બજેટ 72.9 બિલિયન ડૉલર (603101.7 કરોડ રૂપિયા) છે. ડિફેંસ પર થવા વાળા ખર્ચના નજરિયાથી ભારત વિશ્વ સ્તર પર ત્રીજો સૌથી મોટો દેશ છે. આવી સ્થિતિમાં દેશમાં ડિફેંસ કંપનીઓના ગ્રોથ માટે ઘણી વધારે સંભાવનાઓ છે.

અપડેટેડ 02:32:04 PM Aug 08, 2023 પર
Story continues below Advertisement
ડિફેન્સ શેરોમાં ઘણી તેજી છે. આ ઝડપ પણ યોગ્ય છે. ડિફેંસ સેક્ટરના વૈલ્યૂએશન તુલનાત્મક રીતે મોંઘા થઈ ગયા છે. પરંતુ આગળ તેમાં વિકાસની ભારી સંભાવનાઓ જોતા વૈલ્યૂએશન ઉચિત લાગી રહ્યા છે.

Defense stocks: ડિફેંસ શેરોમાં હાલના દિવસોમાં જોરદાર તેજી જોવાને મળી છે. તેને લઈને રોકાણકારો ઘણા ઉત્સાહિત છે. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ, ઝેન ટેક્નોલૉજીસ, ભારત ડાયનેમિક્સ લિમિટેડ (બીડીએલ), હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ), અને તનેજા એરોસ્પેસ એન્ડ એવિએશન જેવી કંપનીઓ લડાકૂ વિમાનોની રીતે ઊંચી ઉડ઼ાન ભર રહી છે. અત્યારથી 2-3 વર્ષ પહેલા સુધી, ડિફેંસ સેક્ટરની ઈક્વિટી માર્કેટમાં ખુબ ઓછી ભાગીદારી હતી. ઓમનીસાઈંસ કેપિટલના ઈવીપી અને પોર્ટફોલિયો મેનેજર એશ્વિની શમીના મુજબ આ સ્થિતિ હવે બદલાઈ ગઈ છે.

જો કે, ડિફેંસ સેક્ટર હજુ પણ આયાત પર વધારે નિર્ભર છે. ડિફેંસ સેક્ટરમાં એટલી તેજીનું કારણ શું છે? તેના પર નજર કરતા સ્વદેશીકરણની દિશામાં સરકારના પ્રયાસો અને સંરક્ષણ ઉત્પાદનોની નિકાસમાં વૃદ્ધિની અપેક્ષાએ સંરક્ષણ શેરોમાં વધારો કરવામાં સૌથી વધુ ફાળો આપ્યો છે. ભારતીય સંરક્ષણ બજેટ 72.9 બિલિયન ડૉલર (603101.7 કરોડ રૂપિયા) છે. ડિફેંસ પર થવા વાળા ખર્ચના નજરિયાથી ભારત વિશ્વ સ્તર પર ત્રીજો સૌથી મોટો દેશ છે. આવી સ્થિતિમાં દેશમાં ડિફેંસ કંપનીઓના ગ્રોથ માટે ઘણી વધારે સંભાવનાઓ છે.

ભારત તેની રક્ષા જરૂરિયાતો માટે આયાત પર ખૂબ નિર્ભર કરે છે. દેશમાં રક્ષા જરૂરિયાતોના 60 ટકા હિસ્સો આયાત કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટમાં ડિફેંસ પર 45 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી રક્ષા મંત્રાલયને કુલ 5.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી કરવમાં આવી છે, જે કુલ બજેટના 13 ટકા છે.


છેલ્લા વર્ષોના દરમ્યાન ભારતીય ડિફેંસ કંપનીઓની ઑર્ડર બુકમાં જોરદાર વધારો થયો છે. આ સમયમાં ડિફેંસ શેરોમાં પણ જોરદાર વધારો થયો છે. એવામાં શુ અત્યાર સુધી ઘણા ભાગી ચુકેલા ડિફેંસ સ્ટૉક હજુ પણ ખરીદવાને લાયક છે, અને જેની પાસે તે છે શું તેણે તેમાં બની રહેવું જોઈએ તે પોતાનામાં ઘણો મહત્વનો સવાલ છે?

તમામ બજાર જાણકારોનું કહેવુ છે કે ડિફેંસ શેરોમાં ખરીદારીની હોડ આ શેરોને ઓવરબૉટ ઝોનમાં પહોંચાડી દીધા છે. એવામાં તેમાં કરેક્શન આવી શકે છે. બજારનો એક મોટો વર્ગ સંમત છે કે ડિફેંસ શેરોમાં અમુક અંશે અતિશય ઉત્સાહ છે. રક્ષા ક્ષેત્રમાં સ્વદેશીકરણ પર સરકારના મજબૂત ધ્યાનને કારણે આ ઉત્સાહ સર્જાયો છે.

ઓમનીસાઈંસ કેપિટલના ઈવીપી અને પોર્ટફોલિયો મેનેજર એશ્વિનિ શમીએ કહ્યુ કે આ સેક્ટરની છેલ્લા રેલીઓ ડિફેંસ સ્ટૉક્સના સસ્તામાં ઉપલબ્ધ થવા, ઑર્ડર બુકની સાથે મજબૂત ગ્રોથ આઉટલુકના લીધેથી આવી હતી.

Suzuki Motor Gujarat માં 100% ભાગીદારી ખરીદવાનો પ્રસ્તાવને મારૂતિ સુઝુકીના બોર્ડની મંજૂરી

 

ફિસ્ડોમના નીરવ કરકેરાની સલાહ

બીજી તરફ ફિસ્ડમના નીરવ કરકેરાનું કહેવું છે કે ડિફેન્સ શેરોમાં ઘણી તેજી છે. આ ઝડપ પણ યોગ્ય છે. ડિફેંસ સેક્ટરના વૈલ્યૂએશન તુલનાત્મક રીતે મોંઘા થઈ ગયા છે. પરંતુ આગળ તેમાં વિકાસની ભારી સંભાવનાઓ જોતા વૈલ્યૂએશન ઉચિત લાગી રહ્યા છે.

ઓમનીસાઈંસ કેપિટલના એશ્વિની શમીની સલાહ

અશ્વિની શમી પણ માને છે કે મજબૂત બુક-ટુ-બિલ રેશિયો અને ચાલુ સ્વદેશીકરણના પ્રયાસોને કારણે સંરક્ષણ ક્ષેત્રમાં આગળ વધવાની વિશાળ સંભાવના છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો છેલ્લા એક કે બે વર્ષ પહેલાના ભારે ડિસ્કાઉન્ટેડ ભાવો સાથે આજના ભાવની સરખામણી કરવામાં આવે તો સંરક્ષણ શેરો તેમના વાજબી મૂલ્યાંકનની નજીક છે. આવી સ્થિતિમાં હજુ પણ તેમનામાં વધુ વૃદ્ધિની આશા છે.

શેર ખાનની ડીવીપી ખદીજા મંત્રીની સલાહ

શેર ખાનની ડીવીપી ખદીજા મંત્રીનું કહેવુ છે કે ડિફેંસ કંપનીઓના ઑર્ડર બુક અને ગ્રોથ આઉટલુકને જોતા તેના વૈલ્યૂએશન મોંઘા નથી દેખાય રહ્યા. આગળ આવનારા વર્ષોમાં ડિફેંસ કંપનીઓની કમાણી અને નફો બન્નેમાં સારો વધારો જોવાને મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એચએએલ, બીઈએલ, બીડીએલ અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ જેવી સંરક્ષણ કંપનીઓએ જંગી ઓર્ડર મેળવ્યા છે. જેના કારણે આ કંપનીઓની ઓર્ડર બુક ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. આ સિવાય ઓપરેટિંગ લિવરેજના કારણે મોટાભાગની કંપનીઓના માર્જિનમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઈનવેસેટ પીએમએસના અનિરૂદ્ઘ ગર્ગની સલાહ

થોડો અલગ દૃષ્ટિકોણ લેતા, ઇન્વેસેટ પીએમએસના અનિરુધ ગર્ગ માને છે કે સંરક્ષણની ગતિશીલ પ્રકૃતિ અને ઉભરતી નવી તકોને જોતાં, સેક્ટરનો બુક-ટુ-બિલ રેશિયો તેની લાંબા ટર્ન સંભવિતતાને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરી શકશે નહીં. જોકે, તેમનું માનવું છે કે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને આધુનિકીકરણ પર ખૂબ ધ્યાન આપી રહી છે. આવી સ્થિતિમાં સંરક્ષણ ક્ષેત્ર વધુ જોરશોરથી વિકાસ માટે તૈયાર છે.

અનિરુદ્ધ ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે ડિફેંસ સેક્ટરમાં અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ થઈ છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક ક્ષેત્ર બજાર ચક્રમાં સમય અને ભાવ કરેક્શનમાંથી પસાર થાય છે. તેમનું માનવું છે કે સેક્ટર રોટેશન એ બજારની સામાન્ય ઘટના છે. સંરક્ષણ વર્તમાન બુલ રનનો સૌથી મોટો લાભાર્થી અને નેતા છે.

પ્રભુદાસ લીલાધરના અમિત અનવાનીની સલાહ

પ્રભુદાસ લીલાધરના અમિત અનવાનીનું કહેવુ છે કે ડિફેંસ સેક્ટરમાં પહેલાથી જ ખુબ વધુ રી-રેટિંગ થઈ ગઈ છે. ત્રણ સેનાઓમાં તમામ જુના ઉપકરણોના બદલવાની જરૂર છે જેનાથી આગળ ડિફેંસ સેક્ટરને મોટો ફાયદો થશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 08, 2023 2:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.