Dr. Reddys Share: નોમુરા બાદ સિટીનો પણ પોઝિટિવ અભિપ્રાય, શેરમાં 1.5%નો ઉછાળો
સિટીએ ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝનું રેટિંગ વધારીને ‘BUY’ કર્યું છે અને શેર પર 90 દિવસ માટે પોઝિટીવ કેટાલિસ્ટ વોચ શરૂ કર્યું છે. બ્રોકરેજને FY27માં નોર્થ અમેરિકા રેવન્યુમાં રિકવરીની આશા છે. Abatacept અને Semaglutideના લોન્ચથી કંપનીને ફાયદો થવાની શક્યતા છે અને $350-400 મિલિયનના વધારાના રેવન્યુનો અંદાજ છે. આ પહેલાં Nomuraએ પણ શેર પર ‘BUY’ રેટિંગ સાથે ₹1,740નો ટાર્ગેટ આપ્યો હતો.
Dr. Reddy’sના શેરમાં તેજી! Citiએ રેટિંગ અપગ્રેડ કરીને ‘BUY’ કર્યું, જ્યારે Nomuraએ ₹1,740નો ટાર્ગેટ આપ્યો છે.
Dr. Reddy's Share Price: સિટીએ ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ પર બુલિશ રિપોર્ટ જાહેર કરી છે. બ્રોકરેજે કંપનીના શેરનું રેટિંગ અપગ્રેડ કરવાની સાથે ટાર્ગેટ પણ વધાર્યો છે. આ સમાચાર બાદ આજે શેરમાં સારી તેજી જોવા મળી રહી છે. હાલમાં શેર ₹17.90 અથવા 1.47%ના વધારા સાથે લગભગ ₹1,240ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
આજે શેરે ₹1,252.80ની ઈન્ટ્રાડે હાઈ અને ₹1,229ની લો સપાટી બનાવી છે. શેરનો 52 વીક હાઈ ₹1,414.90 અને 52 વીક લો ₹1,101 છે. સારા વોલ્યુમ સાથે શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. હાલમાં તેનો ટ્રેડિંગ વોલ્યુમ 38,01,440 શેર છે, જ્યારે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ₹1,03,608 કરોડ છે.
ડૉ.રેડ્ડીઝ પર સિટી બુલિશ
સિટીએ ડૉ.રે઼ડ્ડીઝની રેટિંગ વધારીને 'BUY' કરી છે અને શેર પર 90 દિવસ માટે પોઝિટીવ કેટાલિસ્ટ વોચ શરૂ કર્યું છે. બ્રોકરેજનું માનવું છે કે gRevlimid પેટન્ટ સમાપ્ત થયા બાદ પણ કંપનીમાં ગ્રોથ રિકવરીની સારી શક્યતાઓ છે.
સિટીને FY27માં નોર્થ અમેરિકા રેવન્યુમાં રિકવરીની અપેક્ષા છે. ઉપરાંત, FY27-29E દરમિયાન અમેરિકામાં Abataceptના લોન્ચથી કંપનીને ફાયદો થઈ શકે છે. કેનેડામાં Semaglutideના લોન્ચથી પણ કંપનીને લાભ મળવાની શક્યતા છે. Citiના અનુમાન મુજબ આ બંને વૃદ્ધિના અવસરોથી કંપનીને $350-400 મિલિયનનું વધારાનું રેવન્યુ મળી શકે છે.
બ્રોકરેજને ભારત, ઇમર્જિંગ માર્કેટ્સ અને યુરોપમાં પણ મજબૂત ગ્રોથની આશા છે. નોન-US માર્કેટ્સમાં કંપનીનું એક્ઝિક્યુશન સારું રહ્યું છે. સાથે જ, માર્જિનમાં સુધારો થતાં આગામી સમયમાં કંપનીની અર્નિંગ્સ વિઝિબિલિટી પણ સુધરી શકે છે.
શેર પર નોમુરા પણ બુલિશ
આ પહેલાં નોમુરાએ પણ ડૉ.રેડ્ડીઝ પર રિપોર્ટ જાહેર કરી હતી. બ્રોકરેજે શેર પર 'BUY' રેટિંગ જાળવી રાખીને ₹1,740નો ટાર્ગેટ આપ્યો છે. નોમુરાનું કહેવું છે કે ડૉ.રેડ્ડીઝના બાયોલોજિક્સ બિઝનેસ માટે બે મહત્વના માઈલસ્ટોન આવવાના છે. પ્રથમ, કંપનીના બાયોલોજિક્સ પ્લાન્ટ માટે USFDAની મંજૂરી/EIR છે, જેની ટૂંક સમયમાં અપેક્ષા છે. બીજો મહત્વનો માઈલસ્ટોન બાયોસિમિલર Abatacept (ઇન્ટ્રાવેનસ) માટે 18 ડિસેમ્બર 2026ની એક્શન ડેટ છે. કંપની મેનેજમેન્ટને સારા પરિણામની આશા છે.
મેન્યુફેક્ચરિંગ ફેસિલીટી પર નોમુરાનું શું કહેવું છે?
મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અંગે નોમુરાએ જણાવ્યું કે યુએસએફડીએએ જૂન 2026માં જૂના અને નવા બંને બ્લોકનું નિરીક્ષણ કર્યું હતું. જૂના બ્લોકના નિરીક્ષણમાં અગાઉની ખામીઓમાં સુધારા લાગુ કરવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું, જ્યારે Abatacept માટેના નવા બ્લોકનું પ્રથમ વખત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
બ્રોકરેજના જણાવ્યા મુજબ 90 દિવસનો સમયગાળો 23 સપ્ટેમ્બર 2026એ પૂરો થયો છે, તેથી હવે ટૂંક સમયમાં રેગ્યુલેટરી રિસ્પોન્સની અપેક્ષા છે. મેનેજમેન્ટને બાકી રહેલા ઓબ્ઝર્વેશન દૂર કરીને સાઇટ ક્લિયરન્સ મળવાની આશા છે.
નોમુરાએ વધુમાં જણાવ્યું કે આ જ સાઇટ પરથી ઓગસ્ટ 2026માં રિતુક્સીમબને મંજૂરી મળી હતી. આ પરથી સંકેત મળે છે કે એજન્સીને આ સાઇટ અંગે કોઈ ગંભીર ચિંતા ન હોવાની શક્યતા છે.
નોમુરા મધ્યમથી લાંબા ગાળામાં બાયોસિમિલર્સને લઈને પોઝિટિવ છે. બાયોલોજિક્સની એક્સક્લુઝિવિટી પૂરી થવી અને રેગ્યુલેટરી પ્રક્રિયા સરળ બનવાથી કંપનીઓ માટે મોટા અવસર ઊભા થઈ રહ્યા છે. જોકે, બાયોસિમિલર સેગમેન્ટમાં સ્પર્ધા વધવાની અપેક્ષા છે, પરંતુ નોમુરાના મતે આ સ્પર્ધા સ્મોલ-મોલિક્યુલ જેનરિક્સની સરખામણીએ ઓછી રહી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.