એક્સપાયરી દબાણની વચ્ચે પસંદગીના સ્ટૉક્સ પર કરો નજર; Dr Reddy’s, HUDCO અને Eris Lifesciences બન્યા ફોક્સમાં | Moneycontrol Gujarati
Get App

એક્સપાયરી દબાણની વચ્ચે પસંદગીના સ્ટૉક્સ પર કરો નજર; Dr Reddy’s, HUDCO અને Eris Lifesciences બન્યા ફોક્સમાં

સનટેક રિયલ્ટી કંપનીના યુનિટને લંડન કોર્ટ ઓફ આર્બિટ્રેશન પાસેથી રાહત મળી. JV પાર્ટનર ગ્રેન્ડ વેલી જનરલ ટ્રેડિંગ LLC સાથેના વિવાદમાં રાહત મળી. વિડ્રો અને આર્બિટ્રેશન પ્રક્રિયાને પાછો ખેંચવાની પુષ્ટિ કરી.

અપડેટેડ 09:18:16 AM Nov 25, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Dr. Reddy’s

AVT03ને યુરોપિયન કમિશનથી મંજૂરી મળી. સબ્સિડિયરીને પ્રોલિયા, Xgeva (એક્સગેવા)ના બાયોસિમિલર AVT03 માટે મંજૂરી મળી. Osteoporosis (ઑસ્ટિયો-પોરોસિસ), કેન્સર દર્દીઓના હાડકાંની સારવારમાં દવાનો ઉપયોગ કરશે.


BEL

BELએ સફ્રાન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ સાથે JV કર્યા. ભારતમાં આધુનિક એર-ટુ-ગ્રાઉન્ડ વેપન્સનું ઉત્પાદન કરવા JV કર્યા. હેમર મિસાઈલના ઉત્પાદન અને સપ્લાઈ માટે JV કર્યા. ફ્રાન્સની કંપની સફ્રાન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ છે.

Ceigall India

મહારાષ્ટ્રમાં ઈન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમિશન માટે LoI મળ્યો. RECPDCL પાસેથી વેલ્ગાંવ સબસ્ટેશન ડેવલપ માટે LoI મળ્યો. RECPDCL એટલે કે REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટેન્સી. 400/220 KV વેલ્ગાંવ સબસ્ટેશન ડેવલપ કરશે કંપની. વેલ્ગાંવ સબસ્ટેશન પ્રોજેક્ટનો ખર્ચ ₹380 કરોડ કરશે. ટેરિફ બેસ્ડ કોમ્પિટીટીવ બાઈન્ડિંગ હેઠળ ઓર્ડર મળ્યો.

HUDCO

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ સાથે MoU કર્યા. અર્બન ડેવલપમેન્ટ પર ફોકસ માટે MoU કર્યા.

Paras Defence

ઇન્ટર-યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર સાથે MoU કર્યા. ભારતમાં કમર્શિયલ-ગ્રેડ MRI મેગ્નેટ સિસ્ટમ્સ ડેવલપ કરવા માટે MoU કર્યા.

Diamond Power

અદાણી એનર્જી પાસેથી ₹276.05 કરોડનો LoI મળ્યો. ખાવડા પ્રોજેક્ટ માટે 7,668 km AL-59 ઝેબ્રા કંડક્ટરના ઉત્પાદન માટે LoI મળ્યો.

Eris Lifesciences

સબ્સિડરી સ્વિસ પેરેન્ટરલ્સમાં 30% હિસ્સાનું અધિગ્રહણ કરશે. ₹423 Crમાં 30% હિસ્સાનું અધિગ્રહણ કરશે. પ્રેફરન્શિયલ શેર ફાળવણી દ્વારા અધિગ્રહણ કરશે. અધિગ્રહણ બાદ સ્વિસ પેરેન્ટેરલ્સ 100% સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની જાશે.

Surya Roshni

એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી ઓર્ડર મળ્યો. Ext 3LPE કોટિંગવાળી સ્પાયરલ પાઇપ્સ સપ્લાય માટે ₹105 Crનો ઓર્ડર મળ્યો.

Apollo Hospitals

પૂણેમાં 400 બેડ્સની નવી હોસ્પિટલ શરૂ કરી.

Sunteck Realty

સનટેક રિયલ્ટી કંપનીના યુનિટને લંડન કોર્ટ ઓફ આર્બિટ્રેશન પાસેથી રાહત મળી. JV પાર્ટનર ગ્રેન્ડ વેલી જનરલ ટ્રેડિંગ LLC સાથેના વિવાદમાં રાહત મળી. વિડ્રો અને આર્બિટ્રેશન પ્રક્રિયાને પાછો ખેંચવાની પુષ્ટિ કરી. કંપનીએ કહ્યું લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદનો ઉકેલ આવ્યો. ગ્રુપને પોતાના બિઝનેસ પર આધારીત ફોકસ પર મદદ મળશે. દુબઈમાં 2.5 એકરમાં હાઈ-એન્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવશે. આ પ્રોજેક્ટ પ્રીમિયમ ડાઉનટાઉન દુબઈ વિસ્તારમાં ડેવલપ કરશે. ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹10,000 કરોડ રહેશે.

AU Small Finance Bank

નરસિંહનલ્લુર વેંકટેશ શ્રીનિવાસનની નોન-એક્ઝિક્યુટિવ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કર્યા.

Speciality Restaurants

કોલ માઇન્સ એસોસિએટેડ ટ્રેડર્સ સાથે કરાર કર્યા. સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સના ડેવલપમેન્ટ માટે કરાર કર્યા.

Cello World

CPIW સાથે કરાર કર્યા. સ્ટેશનરી અને writing instruments માટે સેલો ટ્રેડમાર્ક ભાડે લેવા માટે કરાર કર્યા. આ બ્રાન્ડ હેઠળ CY26માં ₹200 Crની આવકની અપેક્ષા છે.

Siemens Energy

બીએનપી પરિબાસ ફાઇનાન્શિયલ માર્કેટ્સે સિમેન્સ એનર્જી ઇન્ડિયાના 43.1 લાખ શેર ₹3,163.99 ના ભાવે ₹1,363.86 કરોડમાં વેચ્યા.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2025 9:18 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.