શેરબજારમાં F&O કમાણીનું મશીન કે બરબાદી? SEBIના રિપોર્ટમાં રિટેલ ટ્રેડર્સ માટે આવ્યા ચોંકાવનારા આંકડા | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં F&O કમાણીનું મશીન કે બરબાદી? SEBIના રિપોર્ટમાં રિટેલ ટ્રેડર્સ માટે આવ્યા ચોંકાવનારા આંકડા

SEBIના લેટેસ્ટ રિપોર્ટ મુજબ F&O ટ્રેડિંગમાં 10માંથી 9 રિટેલ ટ્રેડર્સ હજુ પણ ખોટમાં છે. નાણાકીય વર્ષ 2026માં સરેરાશ નુકસાન વધીને 1.17 લાખ થયું છે. પૂરી ડિટેલ વાંચો.

અપડેટેડ 11:14:39 AM Aug 23, 2026 પર
Story continues below Advertisement
રિટેલર્સને સૌથી મોટો ફટકો ઓપ્શન બાઇંગમાં પડે છે, જ્યાં 90% ટ્રેડર્સને નુકસાન થયું છે. ફટાફટ પૈસા કમાવવાની લાલચ, એક્સપાયરીના દિવસે હીરો-ઝીરો ટ્રેડિંગ, કોઈ નક્કર વ્યૂહરચના વગર ટ્રેડ લેવા અને પોતાની ક્ષમતા કરતા મોટી પોઝિશન લેવી.

F&O, Rupees Printing Machine or Destroyer: શેર બજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સને ઘણા લોકો રાતોરાત અમીર બનવાનું મશીન માને છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. 1 ના 10 રૂપિયા કરવાની લ્હાયમાં ઘણા રિટેલ રોકાણકારોના ખાતા ઝીરો થઈ ગયા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીની લેટેસ્ટ ટ્રેડર સ્કોરકાર્ડ રિપોર્ટમાં F&O ટ્રેડિંગને લઈને ઘણા ચોંકાવનારા અને આંખ ઉઘાડનારા આંકડા સામે આવ્યા છે.

નાણાકીય વર્ષ 2026માં ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે F&O માં કુલ નુકસાન ઘટ્યું હોય, પરંતુ રિટેલ ટ્રેડર્સ માટે ચિંતાની વાત એ છે કે સરેરાશ વ્યક્તિગત નુકસાનમાં વધારો થયો છે. ચાલો રિપોર્ટની મુખ્ય વાતો સમજીએ.

આંકડા શું કહે છે? નુકસાન ઘટ્યું પણ સરેરાશ ખોટ વધી

SEBI ના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2026 માં F&O માં એક્ટિવ રિટેલ ટ્રેડર્સની સંખ્યા 18% ઘટીને 87.5 લાખ થઈ ગઈ છે. ટ્રેડર્સની સંખ્યા ઘટવાથી કુલ નુકસાન પણ 18% ઘટીને 91,685 કરોડ રહ્યું છે. નુકસાન કરનારા ટ્રેડર્સની ટકાવારી 90.9% થી ઘટીને 87.7% થઈ છે, એટલે કે હજુ પણ 10 માંથી લગભગ 9 લોકો ખોટ જ કરી રહ્યા છે. સૌથી મોટી ચિંતા એ છે કે નુકસાન કરનાર દરેક ટ્રેડરનું સરેરાશ નુકસાન વધીને 1.17 લાખ થઈ ગયું છે. આનો સીધો અર્થ એ છે કે, બજારમાં ભલે ઓછા લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે, પરંતુ જે લોકો ટ્રેડ કરી રહ્યા છે તેઓ મોટું રિસ્ક લઈને ભારે નુકસાન ઉઠાવી રહ્યા છે.

ઓપ્શન બાઇંગ: રિટેલર્સની પહેલી પસંદ અને મોટી ભૂલ


રિપોર્ટ મુજબ, લગભગ 99.3% રિટેલ ટ્રેડર્સે ઓછામાં ઓછું એક વાર ઓપ્શન્સમાં ટ્રેડ કર્યું છે. જ્યારે 93% ટ્રેડર્સ તો એવા છે જે માત્ર ને માત્ર ઓપ્શન્સમાં જ ટ્રેડ કરે છે (ફ્યુચર્સમાં નહીં). રિટેલર્સને સૌથી મોટો ફટકો ઓપ્શન બાઇંગમાં પડે છે, જ્યાં 90% ટ્રેડર્સને નુકસાન થયું છે. ફટાફટ પૈસા કમાવવાની લાલચ, એક્સપાયરીના દિવસે હીરો-ઝીરો ટ્રેડિંગ, કોઈ નક્કર વ્યૂહરચના વગર ટ્રેડ લેવા અને પોતાની ક્ષમતા કરતા મોટી પોઝિશન લેવી.

મશીન સામે માણસની લડાઈ: રિટેલર્સ સામે મોટા ખેલાડીઓ

હવે રિટેલ ટ્રેડર્સનો મુકાબલો માત્ર અન્ય સામાન્ય ટ્રેડર્સ સાથે નથી રહ્યો. બજારમાં હવે મોટી ઇન્સ્ટિટ્યૂશન્સ, પ્રોપરાઇટરી ડેસ્ક અને અલ્ગોરિધમથી ટ્રેડિંગ કરતા લોકોનું વર્ચસ્વ છે. નાણાકીય વર્ષ 2026 માં પ્રોપરાઇટરી ડેસ્કે અંદાજે 44,000 કરોડ અને FPIs એ 14,000 કરોડનો નફો કમાયો છે. આ નફાનો 99% હિસ્સો એલ્ગો ટ્રેડિંગ સિસ્ટમથી આવ્યો છે. જ્યાં રિટેલર્સ સોશિયલ મીડિયાની ટિપ્સ અને લાગણીઓમાં આવીને ટ્રેડ કરે છે, ત્યાં આ મોટા ખેલાડીઓ રિઝ્ક મેનેજમેન્ટ, ટેક્નોલોજી અને અગાઉથી નક્કી કરેલી રણનીતિ મુજબ કામ કરે છે.

અનુભવથી નુકસાન ઘટે છે? આ મિથ્યા છે!

SEBIના રિપોર્ટમાં એક ભ્રમ તૂટી ગયો છે કે વધુ અનુભવ હોય તેને નુકસાન નથી થતું. જે લોકો છેલ્લા 4 વર્ષ કે તેથી વધુ સમયથી ટ્રેડિંગ કરે છે, તેમાં પણ નુકસાનનો દર ખૂબ ઊંચો છે. જે ટ્રેડર્સને સતત 2 વર્ષથી નુકસાન થતું હતું, તેમાંથી 90% લોકોએ ફરી ટ્રેડિંગ ચાલુ રાખ્યું અને ફરી ખોટ ખાધી.

ઓવર-ટ્રેડિંગ પણ એક મોટી સમસ્યા છે. સૌથી વધુ એક્ટિવ એવા 42% ટ્રેડર્સ કુલ નુકસાનમાં 87% હિસ્સો ધરાવે છે. આ ટ્રેન્ડ ખાસ કરીને યુવાનો અને ઓછી આવક ધરાવતા લોકોમાં વધુ જોવા મળ્યો છે.

ઓછી મૂડી અને મોટું રિસ્ક

રિપોર્ટની સૌથી ચોંકાવનારી વાત એ છે કે લગભગ 35% F&O ટ્રેડર્સ પાસે કોઈ પણ જાતનો ઇક્વિટી પોર્ટફોલિયો ન હતો. જ્યારે 78% લોકો પાસે 1 લાખથી ઓછી કિંમતના શેર હતા. જેમની પાસે શેરનું હોલ્ડિંગ નહોતું તેમને નુકસાન થવાની સંભાવના 93% હતી. જ્યારે જેમની પાસે 10 કરોડથી વધુનો પોર્ટફોલિયો હતો તેમનામાં નુકસાનની શક્યતા માત્ર 58% હતી. આ દર્શાવે છે કે મોટા રોકાણકારો એક લિમિટમાં રહીને ટ્રેડ કરે છે, જ્યારે નાના ટ્રેડર્સ પોતાની મૂડી કરતા અનેક ગણું વધારે રિસ્ક nઈને બરબાદ થાય છે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 23, 2026 11:14 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.