2023 ના બાકી મહીનામાં આઈપીઓના દ્વારા ફંડ એકઠુ કરવાની ગતિ પડશે થોડી ધીમી: દિવમ શર્મા
ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા દિવમ શર્મા કહે છે કે સેબીએ ₹50,000 કરોડથી વધુ મૂલ્યના IPO ને મંજૂરી આપી છે. પરંતુ આમાં કેટલા આઈપીઓ ખરેખર માર્કેટમાં આવે છે તે બજારના સેન્ટિમેન્ટ પર નિર્ભર રહેશે. માર્કેટમાં અત્યાર સુધી જોરદાર તેજી જોવા મળી છે. અત્યાર સુધીમાં બજારે તમામ હકારાત્મક પરિબળોની અસરને પણ પચાવી લીધી છે. આવી સ્થિતિમાં, બજારમાં આ પ્રકારની તેજી સતત 5 વર્ષ સુધી ચાલુ રહેશે, આ એક વધુ પડતો આશાવાદ છે. આવી સ્થિતિમાં વર્ષના બાકીના ભાગમાં આઈપીઓની ગતિ થોડી ધીમી થવાની ધારણા છે.
FMCG સેક્ટર પર વાત કરતા દિવમે કહ્યુ કે તેમણે આ સેક્ટરમાં મધ્યમ સ્તરના ગ્રોથની ઉમ્મીદ છે.
ગ્રીન પોર્ટફોલિયો પીએમએસ (Green Portfolio PMS) ના ફાઉંડર દિવમ શર્મા માને છે કે પ્રાથમિક બજાર 2023ના બાકીના ભાગમાં પણ એટલું જ ગરમ રહેશે જેવું તે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં હતું એવું માનવું અયોગ્ય ગણાશે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, એક્સચેન્જો પર 80 કંપનીઓ લિસ્ટિંગ સાથે IPO ના સંદર્ભમાં ભારત વિશ્વમાં ટોચ પર છે. જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં માત્ર 60 IPO લિસ્ટ થયા હતા. આ બજારના તેજીના સેન્ટિમેન્ટનો સ્પષ્ટ સંકેત છે.
ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા દિવમ શર્મા કહે છે કે સેબીએ ₹50,000 કરોડથી વધુ મૂલ્યના IPO ને મંજૂરી આપી છે. પરંતુ આમાં કેટલા આઈપીઓ ખરેખર માર્કેટમાં આવે છે તે બજારના સેન્ટિમેન્ટ પર નિર્ભર રહેશે. માર્કેટમાં અત્યાર સુધી જોરદાર તેજી જોવા મળી છે. અત્યાર સુધીમાં બજારે તમામ હકારાત્મક પરિબળોની અસરને પણ પચાવી લીધી છે. આવી સ્થિતિમાં, બજારમાં આ પ્રકારની તેજી સતત 5 વર્ષ સુધી ચાલુ રહેશે, આ એક વધુ પડતો આશાવાદ છે. આવી સ્થિતિમાં વર્ષના બાકીના ભાગમાં આઈપીઓની ગતિ થોડી ધીમી થવાની ધારણા છે.
મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં દિવમે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પિટાઈ સહન કરી ચુકેલા આઈટી શેરોને રિકવર થવામાં હજુ થોડો સમય લાગશે. અમેરિકા અને યુરોપમાં આઈટી કંપનીઓના મુખ્ય બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે, જેની અસર હજુ પણ આઈટી કંપનીઓ પર પડી રહી છે. દિવામ પણ માને છે કે આગળ જતાં એફએમસીજી કંપનીઓમાં મામૂલી ગ્રોથ જોવાને મળશે.
પહેલા ક્વાર્ટરના પરિણામો પર દિવમની સલાહ
પહેલા ક્વાર્ટરના પરિણામો વિશે વાત કરતાં દિવમ શર્માએ કહ્યું કે બેન્કિંગ સિવાય, અમને અત્યાર સુધીના પ્રથમ ક્વાર્ટરના પરિણામોમાં એકંદરે દબાણ જોવા મળ્યું છે. એનપીએ સ્તરોમાં સારા સુધારા સાથે બેન્કોએ મજબૂત ક્રિડેટ ગ્રોથ જોવાને મળી. ગાઈડન્સમાં નબળાઈ અને આગળ જતા નબળા આઉટલૂકને કારણે આઈટી કંપનીઓએ નિરાશ કર્યા છે.
કેમિકલ અને ફાર્મા કંપનીઓની કામગીરીમાં ત્રિમાસિક ધોરણે નબળાઈ જોવા મળી છે. કેટલીક કંપનીઓને ઇન્વેન્ટરીમાં નુકસાન થયું છે. આગળ જતાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓની વૃદ્ધિ મુખ્યત્વે વોલ્યુમ પર આધારિત હશે. નાણાકીય વર્ષ 2024 ના બીજા છ મહિનામાં આમાં વૃદ્ધિની અપેક્ષા છે. તદુપરાંત, પશ્ચિમી અર્થવ્યવસ્થાઓની અંધકારમય આર્થિક સ્થિતિને કારણે, ઉત્પાદન સેક્ટરમાં સંપૂર્ણ રિકવરી શરૂ થાય તે પહેલાં થોડી મંદી જોવા મળી શકે છે.
મધ્ય સમયમાં એફઆઈઆઈના રોકાણ પર દેખાય શકે છે દબાણ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટેના આઉટલૂક વિશે વાત કરતાં દિવામે જણાવ્યું હતું કે સમગ્ર યુરોપ અને યુએસમાં વ્યાજદરમાં વધારો થવાને કારણે મધ્યમ ગાળામાં એફઆઈઆઈ ના પ્રવાહને અસર થશે. અમેરિકા અને યુરોપના દેશો ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરી રહ્યા છે. દર વધારાના અંતની શરૂઆત હજુ જોવાની બાકી છે. તેની અસર દેશમાં એફઆઈઆઈ ના રોકાણ પર પડશે. આવી સ્થિતિમાં અમે એફઆઈઆઈ ની ઉપાડની શક્યતાને નકારી શકીએ નહીં.
આઈટીના પ્રદર્શનમાં સુધારો જોવામાં લાગશે થોડો સમય
આઈટી સેક્ટર વિશે વાત કરતાં દિવમે કહ્યું કે આઈટીની કામગીરીમાં સુધારો જોવામાં થોડો સમય લાગશે. નાણાકીય અને છૂટક ક્ષેત્રો આઇટી કંપનીઓના સૌથી મોટા ગ્રાહકો છે. આઈટી કંપનીઓ આમાંથી 45 ટકા કમાણી કરે છે. વધતા વ્યાજ દરો, અમેરિકામાં ઈનવર્ટેંડ યીલ્ડ કર્વ (જ્યાં ટૂંકા ગાળાના વ્યાજ દરો લાંબા ગાળાના દરો કરતા વધારે છે) અને ઘટતો ગ્રાહક વિશ્વાસ આ આઈટી કંપનીઓના મોટા ગ્રાહકો પર નકારાત્મક અસર કરશે. આઈટી કંપનીઓની સ્થિતિમાં સુધારો તેમના ગ્રાહકોની સ્થિતિમાં સુધાર પર આધાર રાખે છે. આ વર્ષના અંતથી અમે આઈટી કંપનીઓના ગ્રાહકોની સ્થિતિમાં સુધારાના સંકેતો જોવાની અપેક્ષા રાખીએ છીએ.
FMCG સેક્ટરમાં મધ્યમ ગ્રોથની આશા
FMCG સેક્ટર પર વાત કરતા દિવમે કહ્યુ કે તેમણે આ સેક્ટરમાં મધ્યમ સ્તરના ગ્રોથની ઉમ્મીદ છે. કમોડિટીની કિંમતોમાં ઘટાડાને કારણે આ સેક્ટરમાં ગ્રૉસ માર્જિનમાં સુધાર જોવાને મળી રહ્યો છે. જો કે, ખાણી-પીણી વસ્તુઓમાં મોંઘવારીમાં વધારો અને ઉપભોક્તા ખર્ચમાં ઘટાડાની આશંકાને કારણે આ સેક્ટરના વોલ્યુમ ગ્રોથ પર નકારાત્મક અસર પડી શકે છે.