Gainers and Losers: સેન્સેક્સ-નિફ્ટીના ફ્લેટ રહી ક્લોઝિંગ, 14 ઓગસ્ટે આ શેરોમાં જોવા મળ્યો ભારી એક્શન
Gainers and Losers: JK Cementના શેર 5 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 29.5 ટકા ઘટીને 114.7 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે કંપનીની આવક 21.6 ટકા વધીને 2,762.6 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે એબિટડા 406.4 થી વધીને 407.8 કરોડ રૂપિયા પર રહી છે.
Gainers and Losers: ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસે બજારમાં નીચેથી રિકવરી જોવા મળી અને કારોબારના અંતમાં નિફ્ટી-સેન્સેક્સ નીચલા સ્તરથી સુધરીને બંધ થયો છે. IT, FMCG, એનર્જી શેરોમાં ખરીદી રહી જ્યારે મેટલ, રિયલ્ટી, ઑટો શેરો પર દબાણ રહ્યો છે. જ્યારે PSE, ફાર્મા, બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યો છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 79.27 અંક એટલે કે 0.12 ટકાના વધારાની સાથે 65,401.92 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 6.25 અંક એટલે કે 0.03 ટકાના વધારાની સાથે 19434.55 ના સ્તર પર બંધ થયો છે.
આજ આ શેરો પર રહ્યો સૌથી વધું એક્શન
GE Power India Ltd | CMP:Rs 160 | આજે આ સ્ટૉકમાં 14 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીને 135.8 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. જ્યારે કંપનીની આવક 13.7 ટકાની ઘટાડાની સાથે 423.6 કરોડ રૂપિયા પર રહ્યા છે.
Muthoot Finance Ltd | CMP:Rs 1276 | આજે આ સ્ટૉકમાં 5.5 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. કંપનીનો નફો 21.6 ટકાતી વધીને 975.1 કરોડ રૂપિયા પર રહ્આ જ્યારે કંપનીની આવક 23.8 ટકાના વધારાની સાથે 1934.9 કરોડ રૂપિયા પર રહી છે.
PVR Inox Ltd | CMP:Rs 1717 | આજે આ સ્ટૉકમાં 5 ટકાના વધારા સાથે બંધ થયો છે. ખરેખર, વિકેન્ડમાં 11 ઑગસ્ટથી 13 ઑગસ્ટના દરમિયાન PVR Inoxના કારોબાર જોરદાર રહ્યો છે. આ દરમિયાન PVR Inoxની થિએટર્સમાં લગભગ 33.6 લાખ દર્શકોએ ફિલ્મનું લુત્ફ ઉઠાવ્યો છે. આ રીતે કંપનીનું બૉક્સ ઑફિસ રેવેન્યૂ 100 કરોડ રૂપિયાથી વધું કહેવું છે. આ કારણ છે કે રોકાણકારો સ્ટૉકમાં આજે રસ દેખાડ્યો છે.
City Union Bank Ltd | CMP:Rs 121 | આજે આ સ્ટૉકમાં 6 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જૂન ક્વાર્ટરમાં બેન્કનું નફો 225.1 કરોડ રૂપિયાથી વધીને 227.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વ્યાજથી આવક 524.9 કરોડ રૂપિયાથી ઘટીને 522.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગ્રૉસ એનપીએ 4.37 ટકાથી વધીને 4.91 ટકા પર પહોંચી ગઈ છે. જ્યારે નેટ એનપીએ 2.36 ટકાથી વધીને 2.51 ટકા પર પહોંચી ગઈ છે.
ABB India Ltd | CMP:Rs 4354 | આજે આ સ્ટૉકમાં 4 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જૂન ક્વાર્ટરમાંમાં કંપનીનો નફો 140.3 કરોડ રૂપિયાતી વધીને 295.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીની આવક 2052.5 કરોડ રૂપિયાથી વધીને 2508.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. Ebitdaની વાત કરે તો તે પણ 198.8 કરોડ રૂપિયાથી વધીને 348.6 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે, માર્જિન 9.7 ટકાથી વધીને 13.9 ટકા પર રહી છે.
Amara Raja Batteries Ltd | CMP:Rs 613 | આજે આ સ્ટૉકમાં 0.7 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 132 કરોડ રૂપિયાથી વધીને 192.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીની આવક 2620.5 કરોડ રૂપિયાથી વધીને 2795.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. Ebitdaની વાત કરે તો તે પણ 261.4 કરોડ રૂપિયાથી વધીને 351.8 કરોડ રૂપિયા પર રહી. જ્યારે માર્જિન 10 ટકાથી વધીને 12.6 ટકા પર રહી છે.
JK Cement Ltd | CMP:Rs 3141 | આજે આ સ્ટૉકમાં 5 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 29.5 ટકા ઘટીને 114.7 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે કંપનીની આવક 21.6 ટકા વધીને 2,762.6 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે એબિટડા 406.4 થી વધીને 407.8 કરોડ રૂપિયા પર રહી છે.