ભારતીય શેરબજારમાં મંગળવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત તેજી સાથે થવાની પૂરી સંભાવના છે. સવારે 8:15 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી 67 પોઈન્ટ એટલે કે 0.28 ટકાના ઉછાળા સાથે 23,958 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત તેજી સાથે થવાની પૂરી સંભાવના છે. સવારે 8:15 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી 67 પોઈન્ટ એટલે કે 0.28 ટકાના ઉછાળા સાથે 23,958 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
અગાઉના ટ્રેડિંગ સેશનમાં જિયોપોલિટિકલ ટેન્શન ઘટવાને કારણે માર્કેટમાં શાનદાર રેલી જોવા મળી હતી. જેના પરિણામે સોમવારે સેન્સેક્સ 736.38 પોઈન્ટ અને નિફ્ટી 231 પોઈન્ટના જંગી ઉછાળા સાથે બંધ થયા હતા. ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી રોકાણકારોનું રિસ્ક લેવાનું વલણ વધ્યું છે.
એશિયન બજારોમાં સાવચેતીનો માહોલ
ગત સેશનની મજબૂત તેજી બાદ મંગળવારે એશિયન માર્કેટમાં મિશ્ર અને સાવચેતીભર્યો કારોબાર જોવા મળી રહ્યો છે.જાપાન બહારના એશિયા-પેસિફિક શેરોના MSCI ઇન્ડેક્સમાં શરૂઆતી તેજી બાદ થોડો ફેરફાર નોંધાયો છે.જાપાનનો નિક્કેઈ 225 ઇન્ડેક્સ 0.3 ટકા તૂટ્યો છે. રોકાણકારો હાલમાં કોઈ મોટું જોખમ લેવાના મૂડમાં નથી, કારણ કે તેમની સીધી નજર બુધવારે યોજાનારી US ફેડરલ રિઝર્વની પોલિસી મીટિંગ અને બેંક ઓફ જાપાનના નિર્ણયો પર ટકેલી છે.
અમેરિકા-ઈરાન ડીલ પર નજર
અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને લઈને બજારમાં જે શરૂઆતી ઉત્સાહ હતો, તે હવે થોડો ધીમો પડ્યો છે. માર્કેટના રોકાણકારો હવે એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે 'હોર્મુઝ સ્ટ્રેટ' મારફતે શિપિંગનો વ્યવહાર ક્યારે સામાન્ય થશે અને તેની ટાઈમલાઈન શું હશે. ભલે બંને દેશો વચ્ચે પ્રાથમિક સહમતિ બની ગઈ હોય, પરંતુ હજુ સુધી ડીલની સત્તાવાર માહિતી પબ્લિક કરવામાં આવી નથી અને યુદ્ધવિરામ પર અંતિમ મહોર વાગવાની બાકી છે.
કાચા તેલના ભાવમાં સામાન્ય વધારો
સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 5 ટકાનો મોટો કડાકો બોલાયો હતો, જેનું મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ ખતમ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા માટે કરાયેલી જાહેરાત હતી. જોકે, મંગળવારે તેમાં સામાન્ય રિકવરી જોવા મળી છે.
બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.3 ટકા વધીને 83.4 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે.US વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ 81 ડોલર પ્રતિ બેરલની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.
વોલ સ્ટ્રીટમાં રેકોર્ડબ્રેક ઉછાળો
અમેરિકન શેરબજાર વોલ સ્ટ્રીટમાં શાનદાર તેજીનો માહોલ યથાવત છે. ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ અને મોંઘવારીમાંથી રાહત મળવાની આશાએ રોકાણકારોને ખુશ કરી દીધા છે.
ડોવ જોન્સ : 0.92 ટકા ઉછળીને નવા ઐતિહાસિક રેકોર્ડ પર બંધ થયો.
S&P 500: 1.65 ટકાનો વધારો નોંધાયો.
નેસ્ડેક : ટેક શેરોમાં આવેલી ધૂમ ખરીદીના કારણે નેસ્ડેકમાં 3.07 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો.
એનર્જીના ભાવ ઘટવાથી વ્યાજદરમાં રાહત મળવાની અપેક્ષાએ ટેકનોલોજી કંપનીઓના શેરોમાં જબરદસ્ત તેજી આવી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.