Global Market: AI ટ્રેડ રિવર્સલ, બૉન્ડ યીલ્ડમાં નરમાશ, ગિફ્ટ નિફ્ટી સવા સો પોઈન્ટ્સ ઉપર | Moneycontrol Gujarati
Get App

Global Market: AI ટ્રેડ રિવર્સલ, બૉન્ડ યીલ્ડમાં નરમાશ, ગિફ્ટ નિફ્ટી સવા સો પોઈન્ટ્સ ઉપર

Meta, Amazon, Microsoft માં મોટો ઘટાડો થયો. Alphabet અને Nvidia માં પણ ભારે ઘટાડો થયો. 5 કંપનીઓનું માર્કેટ કેપ લગભગ $800 બિલિયન ઘટ્યું. રોકાણકારોએ ટેક શેર્સમાંથી પૈસા કાઢવાના શરૂ કર્યા. કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને યુટિલિટી કંપનીઓમાં રોકાણ વધ્યું.

અપડેટેડ 08:51:06 AM Oct 23, 2026 પર
Story continues below Advertisement
Global Market: US માં AI ટ્રેડ રિવર્સલ અને બૉન્ડ યીલ્ડમાં નરમાશથી આપણા માર્કેટના સેન્ટિમેન્ટ સારા રહ્યા છે.

Global Market: US માં AI ટ્રેડ રિવર્સલ અને બૉન્ડ યીલ્ડમાં નરમાશથી આપણા માર્કેટના સેન્ટિમેન્ટ સારા રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ્સ ઉપર કારોબાર કરતા દેખાય રહી છે. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 5 ટકાની નીચે છે.

AI SPENDINGને લઈ ચિંતાથી અમેરિકાના બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. INTEL, AMD, માઈક્રોન અને NVIDIA જેવા શેર્સના 4 થી 8 ટકા ઘટવાથી નાસ્ડેક અઢી ટકાથી વધારે તૂટ્યો. એશિયામાં પણ દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. દક્ષિણ કોરિયાના બજાર KOSPI 2 ટકા નીચે કારોબાર કરી રહ્યા છે.

$800 બિલિયન ડૂબ્યા


Meta, Amazon, Microsoft માં મોટો ઘટાડો થયો. Alphabet અને Nvidia માં પણ ભારે ઘટાડો થયો. 5 કંપનીઓનું માર્કેટ કેપ લગભગ $800 બિલિયન ઘટ્યું. રોકાણકારોએ ટેક શેર્સમાંથી પૈસા કાઢવાના શરૂ કર્યા. કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને યુટિલિટી કંપનીઓમાં રોકાણ વધ્યું.

મેટામાં ઘટાડો કેમ?

પરિણામ બાદ સ્ટોક 7% જેટલો ઘટ્યો. મેટાનો ફ્રી કેશ ફ્લો નેગેટિવ થયો. લિસ્ટિંગ બાદ પહેલી વાર ફ્રી કેશ ફ્લો નેગેટિવ થયો. મેટાની ભવિષ્યમાં ખર્ચ વધારવાની યોજના છે. ખર્ચ $700 બિલિયનથી વધારી $825 બિલિયન થવાની આશા છે. કંપનીએ કેપેક્સનું અનુમાન પણ વધારી $135-145 બિલિયન કર્યું. મેટાના બોન્ડમાં પણ નરમાશ જોવા મળી.

ક્રૂડમાં દબાણ

બ્રેન્ટમાં ભાવ $113ની ઉપર બંધ થયા. મે 2026 બાદ બ્રેન્ટનો ભાવ $113ને પાર પહોંચ્યો. હુતિઓના હુમલાથી ક્રૂડમાં ઉછાળો જોવા મળ્યો. હુતિઓએ સાઉદીમાં ઘણી જગ્યાએ હુમલો કર્યો. ડેટેડ બ્રેન્ટના ભાવ લગભગ $120 પ્રતિ બેરલ પર છે.

બોન્ડમાં રોકાણ વધ્યું

બોન્ડમાં એક વર્ષથી વધુ સમયની સૌથી મોટી તેજી જોવા મળી. શેર બજારમાં વેચવાલીથી બોન્ડમાં રોકાણ વધ્યું. USમાં 10 વર્ષની યીલ્ડ એક મહિનામાં પહેલી વાર 5%ની નીચે છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 118.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.43 ટકાના ઘટાડાની સાથે 62,006 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.55 ટકાનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.39 ટકા મજબૂતીની સાથે 23,023.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.09 ટકા તૂટીને 5,417.86 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 47.33 અંક એટલે કે 1.31 ટકા લપસીને 3,610.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 23, 2026 8:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.