Global Market: બજાર માટે ઠીક-ઠાક સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી | Moneycontrol Gujarati
Get App

Global Market: બજાર માટે ઠીક-ઠાક સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી

એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ અઢી ટકા ઉપર છે. શુક્રવારે USમાં ટેક શેર્સમાં તેજીથી નાસ્ડેકમાં ઉછાળો આવ્યો. S&P 500માં રિકવરી જોવા મળી. ડાઓ ઘટીને બંધ થયો.

અપડેટેડ 09:10:53 AM Nov 09, 2026 પર
Story continues below Advertisement
Global Market: બજાર માટે આજે ઠીક ઠાક સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: બજાર માટે આજે ઠીક ઠાક સંકેતો જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. જોકે ક્રૂડમાં નરમાશ સાથે કારોબાર ચાલી રહ્યો છે. FIIsની પણ 6 દિવસમાં 50 હજાર કરોડની ખરીદદારી જોવા મળી. એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ અઢી ટકા ઉપર છે. શુક્રવારે USમાં ટેક શેર્સમાં તેજીથી નાસ્ડેકમાં ઉછાળો આવ્યો. S&P 500માં રિકવરી જોવા મળી. ડાઓ ઘટીને બંધ થયો.

NVIDIA પર આરોપ

CEO જેનસન હુઆંગના સંબંધોની તપાસ શરૂ કરી. મામલો ચીનની જાસૂસ હોવાના આરોપોથી સંબંધિત છે. ચીનની મહિલા જાસૂસનું નામ એલિસ હુઆંગ છે. બોર્ડે આ મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. હુઆંગએ મહિલા સાથે અફેરની વાત માની. અહેવાલ મુજબ ગ્રાહક બનીને મહિલા કંપની સાથે જોડાય છે. મેગાસ્પીડ નામનથી કંપનીની ગ્રાહક બની છે. અહેવાલ મુજબ મહિલા ચીનને માહિતી આપી રહી હીત. NVIDIA બોર્ડે કહ્યું વિદેશી જાસૂસી સંસ્થાના નિશાના પર હતા હુઆંગ.


CNN પર બોલ્યા ટ્રમ્પ

કરાર થશે તો હુમલાની આશંકા એકદમ ઓછી. ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કરારની શરત છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવુ ખુબ જરૂરી છે. યુદ્ધ ફરી શરૂ થયું તો ઈરાનને ભારી પડશે. ટ્રમ્પે કહ્યું 3 એરક્રાફ્ટ કેરિયર અમારા નિશાન પર છે. એક કલાકમાં 38 પુલનો નાશ કરી શકીએ છીએ.

ઈઝરાયેલમાં કોની સરકાર?

આઈઝેક હજોંગે ગાદી આઈજેનકોટને આમંત્રણ આપ્યું. વિપક્ષના નેતા ગાદીને નવી સરકાર બનાવવાની તક છે. રવિવારે રાષ્ટ્રપતિએ સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. આઈજેનકોટને 67 સભ્યોનું સમર્થન છે. બેન્જામિન નેતન્યાહૂને 46 સભ્યોનું સમર્થન છે. સરકાર બનાવવા માટે મહત્તમ 6 સપ્તાહનો સમય છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 60.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 3.25 ટકાના વધારાની સાથે 59,302 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 2.26 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 5.66 ટકા ઉછળીને 41,953.23 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.05 ટકાના મામૂલી વધારાની સાથે 24,495.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.64 ટકાની તેજી સાથે 5,142.71 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 16.76 અંક એટલે કે 0.46 ટકા મજબૂતી સાથે 3,665.94 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 09, 2026 9:00 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.