Global Market: GIFT NIFTYથી આજે મજબૂત ઓપનિંગના સંકેતો જોવાને મળી રહ્યા છે. આશરે 100 પોઇન્ટ્સ ઉપર કારોબાર થઈ રહ્યો છે. US માર્કેટ પણ પોઝિટીવ કારોબાર જોવાને મળી રહ્યો છે. રેટ કટની આશાએ જોશ ભર્યો. શુક્રવારે ડાઓ આશરે 500 પોઇન્ટ્સ વધ્યો. S&P500, NASDAQમાં પણ 1-1%ની તેજી જોવા મળી રહી છે.
રિકવરીને કારણે Nvidiaના શેર ફરી વધ્યા
ચીનને H200 ચિપ વેચવાની શક્યતા વધી. ટ્રમ્પ વહીવટીતંત્ર આ શક્યતા પર વિચાર કરી રહ્યું છે. જોકે, હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંવેદનશીલ ચિપ્સ નિકાસ કરવા માટે લાઇસન્સ જરૂરી છે. 2022 નિકાસ નિયંત્રણ કાયદા હેઠળ લાઇસન્સ જરૂરી. કંપની હાલમાં ચાઇનાને H20 ચિપ વેચે છે. H200 એ H20 કરતાં ઘણી વધુ શક્તિશાળી ચિપ છે.
આ અઠવાડિયે ધ્યાન ક્યાં રહેશે?
US બજારો ફક્ત ત્રણ દિવસ માટે કાર્યરત રહેશે. US બજારો ગુરુવાર અને શુક્રવારે બંધ રહેશે. US બજારો થેંક્સગિવીંગ માટે બંધ રહેશે.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 64.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.46 ટકાના ઘટાડાની સાથે 48,625.88 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.34 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.64 ટકા વધીને 26,603.77 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.38 ટકાના વધારાની સાથે 25,569.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.699 ટકાની તેજી સાથે 3,891.50 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 15.44 અંક એટલે કે 0.40 ટકા લપસીને 3,819.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.