ગ્લોબલ બજારો માટે અમેરિકાથી સારા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસમાં ડેટ સિલિંગ બિલ પાસ થયુ છે. US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબર જોવા મળી રહ્યો છે. એશિયમાં નેક્કાઈ લગભલ 1 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. SGX નિફ્ટીમાં નીચલા સ્તરેથી રિકવરી આવી. અમેરિકી બજાર કાલે ઘટાડાની સાથે બંધ થયા. જ્યારે ડાઓ જોંસ 135 અંક ઘટીને બંધ થયા. S&P 500 ઈન્ડેક્સ અને નાસ્ડેક 0.60% થી વધારે ઘટ્યા છે.
જુનમાં દર વધવાની સંભાવના વધી છે. જૉબ ઓપનિંગના આંકડા અનુમાનથી સારા આવ્યા. 13-14 જુનના ફેડની બેઠક થશે. 14 જુન ફેડ દર વધવાને લઈને જાહેરાત કરી શકે છે. ક્લીવલેંડ ફેડની પ્રેસિડેંટ જે મેસ્ટરે કહ્યુ કે વધારો રોકવાનું કોઈ કારણ નથી. જ્યારે ન્યૂયૉર્ક ફેડના પ્રેસિડેંટ જૉન સી વિલિયમ્સે કહ્યુ છે કે વધારો રોકાવાનો મતલબ એ નથી કે દર પીક પર છે.
અર્થવ્યવસ્થામાં સુસ્તી વધતી જઈ રહી છે. મે માં મૈન્યુફેક્ચરિંગ PMI અનુમાનથી ઓછા છે. મે માં PMI ઘટીને 48.8 પર પહોંચી છે. જ્યારે બજારના આંકડા 49.4 રહેવાનું અનુમાન હતુ. એપ્રિલમાં મૈન્યુફેક્ચરિંગ PMI 49.2 પર હતી. નબળા આંકડાઓથી કમોડિટી માર્કેટ પર દબાણ વધ્યુ છે.
કાચા તેલમાં ઘટાડો વધ્યો છે. 1 દિવસમાં તેલના ભાવ 2% થી વધારે ઘટ્યા છે. ચીનથી નબળા આંકડા અને મજબૂત ડૉલરથી ક્રૂડમાં દબાણ કાયમ છે. ક્રૂડના ભાવ 2% લપસીને 72 ડૉલરની નજીક જોવામાં આવી રહ્યા છે. કાચા તેલ 2 દિવસમાં 6% થી વધારે તૂટ્યુ છે. WTI માં $68 ની નીચે કારોબાર કરી રહ્યા છે જ્યારે બ્રેંટમાં $73 ની નીચે કારોબાર કરી રહ્યા છે. ચીનમાં લગાતાર ઘટતી માંગે ચિંતા વધારી છે. ડૉલરમાં મજબૂતીએ પણ દબાણ બનાવ્યુ છે.
આ દરમ્યાન આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 59.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.29 ટકાના વધારાની સાથે 30,976.43 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.37 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.45 ટકા ઘટીને 16,505.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.23 ટકાના વધારાની સાથે 18,277.01 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.03 અંકના વધારાની સાથે 3,205.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.