Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટમાં મજબૂતી, GIFT NIFTYમાં મામુલી તેજી | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયન માર્કેટમાં મજબૂતી, GIFT NIFTYમાં મામુલી તેજી

ગઈકાલે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સ 367 પોઇન્ટ્સ વધ્યો, તો નાસ્ડેક 110 પોઇન્ટ્સ અને S&P 500 લગભગ 0.75% વધીને બંધ થયો હતો.

અપડેટેડ 08:51:23 AM Jul 19, 2023 પર
Story continues below Advertisement
ઉલ્લેખનિય છે કે કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામના કારણે બજારને સપોર્ટ મળતા US માર્કેટ આશરે 15 મહિનાના ઉંચાઈએ બંધ થતા જોવા મળ્યા.

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળ્યા. એશિયન માર્કેટમાં મજબૂતી દેખાય રહી છે. GIFT NIFTYમાં મામુલી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામોથી અમેરિકી બજારમાં જોશ વધ્યો. ગઈકાલે ડાઓ જોન્સ 1 ટકાથી વધુ વધીને બંધ થયો.

ગઈકાલે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સ 367 પોઇન્ટ્સ વધ્યો, તો નાસ્ડેક 110 પોઇન્ટ્સ અને S&P 500 લગભગ 0.75% વધીને બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામના કારણે બજારને સપોર્ટ મળતા US માર્કેટ આશરે 15 મહિનાના ઉંચાઈએ બંધ થતા જોવા મળ્યા.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 3.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.96 ટકાના વધારાની સાથે 32,810.30 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.33 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.05 ટકા વધીને 17,236.77 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.44 ટકાના ઘટાડાની સાથે 18,741.85 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.18 ટકા લપસીને 2,602.89 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 9.34 અંક એટલે કે 0.29 ટકા લપસીને 3,188.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jul 19, 2023 8:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.